ગુજરાતી ફિલ્મની અભિનેત્રીએ કર્યા લગ્ન! જીવનસાથી મળ્યો એવો કે, તમને જાણીને આશ્ચય થશે…
ઢોલીવુડમાં હાલમાં શરણાઈ અને ઢોલનાં સુર ગુંજી રહ્યા છે.હાલમાં જ અનેક ગુજરાતી કલાકારો તેમજ ગાયક કલાકારોએ સગાઈ અને લગ્ન કરીને પોતાના જીવનની શરૂઆત કરી રહ્યા છે, ત્યારે હાલમાં જ બૉલીવુડ થી લઈને ઢોલિવુડમાં પોતાની ઓળખ બનાવનાર અભિનેત્રી પ્રભુતામાં પગલા માંડ્યા છે, ત્યારે હાલમાં તેમના લગ્નની તસ્વીરો ખૂબ જ વાયરલ થઈ રહી છે.

જયકા નાં લગ્ન વિશે જાણતાં પહેલા આ અભિનેત્રી વિશે જાણીએ લઈએ.તમને યાદ છે ‘વૉસ્સ અપ ઝિંદગી’, .આપણે તો ધીરૂભાઈ’ જેવી ગુજરાતી ફિલ્મોમાં ચમકેલી ખૂબસૂરત અભિનેત્રી. એ છે વડોદરાની જયકા યાજ્ઞિક.દિલથી ગુજરાતી એવી આ યુવતીની કહાની લોકોને ઈન્સ્પાયર કરે તેવી છે. એક સામાન્ય શરમાળ છોકરીમાંથી અભિનેત્રી સુધીની તેમની સફર પણ ઉતાર ચડાવથી ભરપુર રહી છે.જયકાના પિતા કૃપાદેવ યાજ્ઞિકને એક્ટિંગનો શોખ હતો. તેમના ઘરમાં નાટકના રિહર્સલ થતા હતા. વડોદરામાં નાટક આવે તે જોવા માટે જયકાને તેમના પિતા લઈ જતા હતા. બસ એ જોઈને જયકાને થઈ ગયું હતું કે તેને પણ એક્ટર જ બનવું છે.

જયકા એટલી શરમાળ હતી કે તે ભરતનાટ્યમ શીખતી હતી. અને જો કોઈને ડાન્સ બતાવવાનું કહે તો પણ તેને શરમ આવતી હતી. અત્યારે જેવા જયકા યાજ્ઞિક દેખાય છે તેવા તેઓ બાળપણથી નહોતા. બાળપણમાં તેઓ શરીરે ભરાવદાર હતા. અને એકદમ સીધા સાદા હતા.પરિવાર અને આસપાસના લોકોને એવું હતું કે તે ગ્રેજ્યુએશન કરશે અને લગ્ન કરીને ઠરીઠામ થઈ જશે.જયકા જ્યારે કોલેજમાં આવ્યા ત્યારે તેમણે પપ્પાને કહ્યું કે તેમને અભિનેત્રી બનવું છે. પરંતુ ત્યારે તેમના પિતાએ તેમને ના પાડી. તેમને વિશ્વાસ નહોતો કે જયકા મુંબઈ જઈને સર્વાઈવ કેમ કરશે.જયકા જ્યારે કોલેજમાં આવ્યા ત્યારે તેમણે પપ્પાને કહ્યું કે તેમને અભિનેત્રી બનવું છે. પરંતુ ત્યારે તેમના પિતાએ તેમને ના પાડી. તેમને વિશ્વાસ નહોતો કે જયકા મુંબઈ જઈને સર્વાઈવ કેમ કરશે.

નરસિંહ મહેતા ધારાવાહિકમાં જયકાએ તેમના પુત્રવધુની ભૂમિકા નિભાવી હતી. અને ત્યારથી તેમણે પાછું વળીને નથી જોયું જયકાએ આપણે તો ધીરૂભાઈ, વૉટ્સએપ ઝિંદગી જેવી ગુજરાતી ફિલ્મો મેઈન લીડ તરીકે કરી છે.જયકાએ અનુપમ ખેર સાથે ‘વન ડે’ ફિલ્મ કરી છે. જેમાં જયકાએ તેમની દીકરીની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મમાં કામ કરવાનો અનુભવ તેમના માટે ખૂબ જ સારો રહ્યો હતો જયકાએ અમિતાભ બચ્ચન સાથે બે જાહેરાતો કરી છે.

અને તેમણે હેમા માલિની સાથે પણ જાહેરાત કરી છે. હવે જયકાએ સ્મિત બાવરીયા સાથે લગ્ન કરીને પોતાના જીવનની શરૂઆત કરી રહી છે. સ્મિત કોઈ કલાક્ષેત્ર નહીં પરંતુ તે એક આઈ સર્જન છે. સ્મિત અને જયકાના લગ્નમાં ગુજરાતી કલાકારોએ હાજરી આપી હતી અને આ લગ્ન ખુબ જ ભવ્ય રીતે યોજાયા હતા. સોશિયલ મીડિયામાં લગ્નની તસવીરો શેર કરતાની સાથે જ દર્શકોએ તેમને અભિનંદન પાઠવ્યા હતા.
