ગ્રીષ્મા હત્યા કેસ મા સૌથી મોટા ખુલાસા થયા ! ઓનલાઈન
સુરતમા તારીખ 13 ફેબ્રુઆરી ના રોજ એક ટોક ઓફ ડાઉન ઘટના બની હતી જેમા ગ્રીષ્મા વેકરીયા નામની યુવતી ની હત્યા ફેનલ ગોયાણી નામના યુવકે કરી હતી હત્યા એટલી ભયાનક હતી કે યુવકે યુવતી ના પરવારજનો ની સામે જ ગળા પર ચપ્પુ ના ઘા મારી યુવતી ના ઘર પાસે જ હત્યા કરી હતી. હાલ આ ઘટના ની તપાસ નો ધમધમાટ ચાલી રહ્યો છે.
પાસોદરા પાસે બનેલી આ ઘટનામાં પોલીસે અત્યાર સુધીમાં 1000થી વધુ પાનાંની ચાર્જશીટ બનાવી છે. પોલીસ દ્વારા આજે ચાર્જ શીટ કોર્ટમાં રજૂ કરાશે. પોલીસ દ્વારા આ ઘટનાની તપાસ કરવામાં આવી છે અને અત્યાર સુધીમાં ૧૫૦ જેટલા સાક્ષી, 25 પંચનામા, ફેનિલ ગોયાણી મોબાઇલમાંથી મળેલા પુરાવા, તેની ઓડિયો ક્લિપનો એફએસએલનો રિપોર્ટ વગેરે સહિતના પુરાવા ભેગા કરાયા હતા અને તપાસ ને લઈ ને ગઈ કાલે રેન્જ આઇજી સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓની મેરેથોન મિટિંગ મળી હતી.
આ ઘટના બાદ એક ઓડીઓ અને એક વિડીઓ પણ વાયરલ થયો હતો જેની પોલીસ દ્વારા તપાસ કરી હતી જ્યારે પોલીસ તપાસ મા અનેક ચોંકાવનારી બાબતો સામે આવી હતી. ફેનીલ ગોયાણી એ ગ્રીષ્માની હત્યા કરવા માટે અગાવ થી જ પ્લાનીંગ કર્યુ હતુ. હત્યા ના દિવસે સવારે અનેક ક્રાઈમ વિડીઓ જોયા હતા અને આ અંગે ફેનીલ ગોયાણી એ ઇન્ટરનેટ પર સર્ચ કર્યુ હતુ કે ઓનલાઈન હથિયાર કેવી રીતે મળી શકે અને તેનો ઉપયોગ કેવી રીતે કરી શકાય.
આ ઉપરાંત પોલીસે ફેનીલ ગોયાણીનો મોબાઈલ કબ્જે કર્યો હતો જેને એફએસએલ તપાસમાં મોકલતા ખબર પડી છે કે તેણે વેબસાઇટ પર એકે-47 રાઇફલ કેવી રીતે મેળવી શકાય એ બાબતે તપાસ કરી હતી. એકે -47 ના મળતા અન્ય વિકલ્પો સર્ચ કર્યા હતા જેમા 30 જેટલી વેબસાઇટ જોઈ હતી.
પોલીસે આ મહત્ત્વના પુરાવા પણએફએસએલની મદદથી શોધી કાઢ્યા હતા. અને તપાસ મા જાણવા મળ્યુ હતુ કે અલગ અલગ સ્ટાઈલ થી કેવી રીતે હત્યા કરી શકાય તે જોયુ હતુ અને ગળુ કાપી હત્યા કરવાનુ શીખ્યો હતો. ઉપરાંત પોલીસ તપાસ મા સામે આવ્યુ હતુ કે ફેનીલ ગોયાણી આ ઉપયોગ કરેલુ ચપ્પુ મોલ માથી ખરીદ્યું હતુ. જોકે આ પહેલા ઓનલાઈન ચપ્પુ ઓર્ડર કર્યુ અને ડીલીવરી મોડે મળવાની હોવાથી ઓર્ડર કેન્સલ કર્યો હતો. જયારે ઘટના વપરાયેલ ચપ્પુ નો મજબુત પુરાવો પોલીસ કોર્ટ મા રજુ કરશે.
આ ઉપરાંત ફેનીલ ગોયાણી અને તેના મિત્ર સાથે ની વાતચિત નુ ઓડીયો રેકોર્ડીંગ ગાંધીનગર એફએસએલમાં લઈ ગઈ હતી, જ્યાં તેનો વોઇસ રેકર્ડિંગ ટેસ્ટ કરવામાં આવ્યો હતો. સુરત જીલ્લા મા સૌથી ઓછા સમય મા ચાર્જશીટ કરવાનો પ્રથમ કીસ્સો બન્યો છે.
