ચૂંટણી પહેલા ગુજરાતમાં ઘમાસાન પાટીદાર આંદોલન ને લઈને હાર્દિક પટેલની સરકારને ચીમકી આ તારીખ સુધીમાં કેશ પાછાલો નહીતો….
મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે આપણો દેશ લોક શાહી શાસન વ્યવસ્થાથી ચાલે છે તેવામાં લોકો દ્વારા ગામના સરપંચ થી લઈને દેશના પ્રધાન મંત્રીને જાતે ચૂંટી કઢાવનો અધિકાર છે. આપણે સૌ જાણીએ છીએ કે અહીંની સરકાર લોકો દ્વારા અને લોકો વડે બનાવવામાં આવે છે કે જે લોકો માટે કામ કરે છે જો કે સરકાર દ્વારા અમુક કર્યો એવા પણ થાય છે કે જેના કારણે લોકોમાં સરકાર વિરુદ્ધ અસંતોષ જોવા મળે છે. જો કે આવો અસંતોષ નિવારવા માટે અને પોતાની માંગ સરકાર સમક્ષ રાખવા માટે લોકો આંદોલનો કરે છે.
આપણે સૌ જાણીએ છીએ કે થોડા સમય પહેલા જ રાજ્યમાં અનામત ને લઈને પાટીદાર આંદોલન જોવા મળ્યું હતું. જેની આગેવાની હાર્દિક પટેલ દ્વારા કરવામાં આવી હતી. પાટીદાર આંદોલન કર્યા બાદ હાર્દિક પટેલ કોંગ્રેશમાં જોડ્યાં અને હાલમાં રાજ્યના કોંગ્રેશ ના કાર્યકારી અધ્યક્ષના પદ સુધી પણ પહોંચી ગયા. તેવામાં હવે ચૂંટણીઓ આવતા પહેલા ફરી એક વખત પક્ષ વિપક્ષ સામ સામે આવી ગયો છે. અને ફરી પાટીદાર આંદોલન યાદ કરાવવા માટે કોંગ્રેશ નેતા હાર્દિક પટેલ સામે આવ્યા છે.
જણાવી દઈએ કે હાલમાં હાર્દિક પટેલ દ્વારા એક પ્રેસ કોન્ફરેન્સ કરવામાં આવી હતી. જેમાં તેમણે સરકાર સાથે વાત ચિત અંગે અને પાટીદાર આંદોલન અંગે વાત કહી તેમણે જણાવ્યું કે ઘણા લાંબા સમય બાદ તેઓ સરકાર સાથે વાતચીત કરવા પહોંચ્યા છે. અને તેમણે જણાવ્યું કે અત્યારે કોઈ રાજનીતિ કરવા નહિ પરંતુ સમાજના આંદોલનકારી તરીકે તેઓ સરકાર સમક્ષ વાત કરવા આવ્યા છે જેને ચેતવણી સમજો કે વિનંતી.
આ પ્રેસ કોન્ફરેન્સમાં હાર્દિક પટેલ દ્વારા આંદોલન સમયે પાટીદાર સમાજના અમુક લોકો પર લાગેલા અમુક કેશ પાછા ખેંચવા માટે વાત કરી હતી. તેમણે જણાવ્યું કે તત્કાલીન મુખ્યમંત્રી આનંદી બહેન પટેલે સમાજના આગેવાનો સાથે વાત કરીને કેશ પાછા ખેંચવા અંગે જણાવ્યું હતું અને 140 જેટલા કેશ પાછા પણ લીધા. પરંતુ ત્યાર બાદ વિજય રૂપાણી ના કાર્યકાળમાં કોઈ પણ કેશ પાછો લેવાયો નથી. તેવામાં હવે જયારે ભુપેન્દ્ર પટેલ મુખ્ય મંત્રી બન્યા છે ત્યારે સમાજના આગેવાન નરેશ પટેલ દ્વારા બાકીના ચારથી પાંચ વ્યક્તિઓ પર ચાલી રહેલા કેશ પાછા લેવાઈ તે અંગે રજુઆત કરવામાં આવી છે.
હાર્દિક પટેલ દ્વારા એ પણ જણાવવામાં આવ્યું કે કેશ પાછા લેવાય તે માટે આવેદન પત્ર આપશું અને ધારાસભ્ય અને સંસદ સભ્યોનો સમર્થન પણ માંગશું જરૂર પડે તો તેમના ઘરની સામે ધરણા પણ કરશું. તેમણે જણાવ્યું કે કેશ ના કારણે લોકો વિદેશ જઈ શકતા નથી કે તેમને સરકારી નોકરી નથી મળી રહી. હાર્દિક પટેલે જણાવ્યું કે તેમના પાર 32 કેશ છે તેઓ ચૂંટણી પણ લડી શકતા નથી. તેમણે સરકારને ચીમકી આપી કે જો 23 માર્ચ સુધીમાં કેશ ને લઈને કોઈએ નિર્ણય નહિ આવે તો ફરી પહેલા જેવું આંદોલન થશે.
