પરીવારે લગ્ન કંકોત્રી મા ચાર એવા વાક્યો લખાવ્યા કે વાંચી ને તમે પણ વખાણ કરતા થાકી જશો
મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે હાલમાં લગ્નનો સમયગાળો ચાલી રહ્યો છે તેવામાં લગ્નના આ પાવન અવસર પર અનેક લોકો પ્રભુતામાં પગલાં કરીને પોતાના જીવનની નવી શરૂઆત કરશે. પરંતુ ઘણી વખત આ સુખદ સમય દુઃખમાં પણ ફેરવાઈ જાય છે. આપણે સૌ જાણીએ છીએ કે હાલમાં અમુક એવા પરિવાર અને એવા લોકોછે કે જે લગ્ન સમયે દારૂ પીવાનું અને હથિયાર લઇને હવામાં ગોળીઓ ચલાવે છે. જો કે આ બંને વસ્તુ ઘણી જ ઘાતક છે.
આપણે સૌ જાણીએ છીએ કે દારૂને ઝેર સાથે સરખાવવામાં આવે છે દારૂ પીનાર વ્યક્તિ ને અંદરથી ખતમ કરતુ રહે છે. માટે દરેક વ્યક્તિ દ્વારા દારૂ ન પીવા અંગે જ કહેવામાં આવે છે. જયારે હથિયારો અંગે તો શું વાતજ કરવી ? આપણે ઘણી વખત જોયું છે કે અમુક લોકો લગ્નની ખુશીઓમાં એટલી હદે ખુશ થઇ જાય છે કે તેઓ પોતાની પાસે રહેલી બંધુક થી હરખમાં ને હરખમાં હવામાં ગોળીઓ ચલાવે છે. પરંતુ ઘણી વખત આવી ગોળીઓ કોઈને વાગી પણ જાય છે અથવાતો અમુક લોકોને ભારે નુકશાન પણ થાય છે.
આવા બનાવો ના કારણે લગ્નની ખુશીઓ માં માતમ ફેલાઈ જાય છે. માટે સમાજ માં રહેતા લોકોને દારૂ અને હથિયાર અંગે જાગૃક કરવા ઘણા જરૂરી છે, જો કે હાલમાં સોશ્યલ મીડિયા પર એક કંકોત્રી ઘણી વાઇરલ થઇ રહી છે કે જેમાં એક પિતા દીકરીના લગ્નની સાથો સાથ સમાજ સુધારા અંગે પણ પ્રયાસ કરતા જોવા મળે છે. જો વાત આ લગ્ન કંકોત્રી અંગે કરીએ તો તેમાં દારૂ પીને અને હથિયાર લઈને લગ્નમાં આવવાની ના કહેવામાં આવી છે.
જણાવી દઈએ કે હાલમાં જ 16 ફેબ્રુઆરીના રોજ બૈજુ યાદવ ના પુત્ર ભોલા યાદવ ની મોટી દીકરીના લગ્ન હતા જેમાં તેમણે એક અનોખી કંકોત્રી છપાવી હતી કે જેનાથી સમાજની ગંદકી દૂર થાય તેવો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ કંકોત્રીના પહેલા જ પાને એવું લખવામાં આવ્યું હતું કે દારૂ પીને કે પછી હથિયાર લઈને લગ્નમાં આવવું નહિ ઉપરાંત હાલમાં ચાલી રહેલા કોરોનને લઇને કંકોત્રીમાં લખ્યું હતું કે માસ્ક અવસ્ય પહેરવું.
આ કંકોત્રીમાં છેલ્લી જે બાબત લખવામાં આવી છે તે ખરેખર સમાજને સાચી દિશા આપે તેમ છે તેમણે લખ્યું કે દહેજ મુક્ત લગ્નમાં તમારું સ્વાગત છે આપણે સૌ જાણીએ છીએ કે દહેજ ને લઈને અનેક યુવતી સાથે ઘરેલુ હિંસાના બનાવો બને છે તેવામાં આ પરિવાર લોકોને સાચો પથ દર્શવવાની કોસીસ કરી રહ્યો છે. જો કે સબો અને માસુમ દેખાતો આ પરિવારનો ઇતિહાસ ઘણો ડરાવનો છે.
જણાવી દઈએ કે આ પરિવાર વર્ષ 1980 થી લઈને 2010 સુધીમાં એક દંગાઈ પરિવાર હતો તેમનું નામ ડોન પરિવારોમાં આવતું. આ પરિવાર ના બૈજુ યાદવ અને સરદાર મથુરા યાદવ ના નામ દૂર દૂર સુધી લેવાતા હતા અને લોકો તેમનાથી ઘણા ડરતા પણ હતા. જોકે આ પરિવારના સંબંધીઓમાં જ દુશ્મનાવટ હતી જેના કારણે પરિવારે પોતાના અનેક સ્વજનોને ખોઈ બેસ્યા.
દારૂ અને હથિયાર થી દૂર રહેવાનો કહેતો આ પરિવાર ના અનેક સદસ્યો દારૂ પીવાની ગંદી આદતના કારણે અનેક રોગોમાં મૃત્યુ પામ્યા જયારે અનેક લોકો હથિયાર રાખવાના કારણે. પરંતુ હવે સમય બદલાઈ ગયો છે અને પરિવારની નવી પેઢી સુધારી ગઈ છે ઉપરાંત શિક્ષણ મળતા તેઓ ખોટા રસ્તાથી સાચા રસ્તે વળ્યાં છે. પરિવારના સદસ્ય ભોલા યાદવ નું કહેવું છે કે સરકાર તરફથી હથિયાર સુરક્ષા માટે આપવામાં આવ્યા છે ખુશીઓમાં ખોટી ગોળીબારી કરવા માટે નહિ