Gujarat

લગ્ન બાદ સૌપ્રથમ આ મંદીર એ પહોંચ્યા અલ્પાબેન પટેલ અને તેમના પતિ ઉદય ગજેરા ! જુવો ખાસ તસવીરો

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે હાલમાં લગ્નનો સમયગાળો ચાલી રહ્યો છે તેવામાં લગ્નના આ પાવન અવસર પર અનેક યુગલો પોતાના નવા જીવનસાથી સાથે જોડાઈ ને આવનારા નવા જીવનની શરૂઆત કરશે અને પોતાના જીવનસાથી સાથે સાત જન્મો રહેવાના ખરાબ કે સારા સમય માં એક બીજાનો સાથ દેવાની અને હંમેશા સાથ નિભાવવાના વચનો આપશે લગ્નના આ સમયમાં અનેક લોકો પોતાના નવા જીવની શરૂઆત કરી ચુક્યા છે જયારે અમુક લોકો હવે નવા જીવની શરૂઆત કરશે તેવામાં આપણે અહીં એક એવા જ કલાકાર અંગે વાત કરવાની છે કે જેમના લગ્ન હાલમાં સોશ્યલ મીડિયા પર છવાયેલા છે.

આપણે સૌ ગુજરાતી સંગીત ને ઘણું પસંદ કરીએ છીએ તેવામાં ગુજરાતના જ એક લોક પ્રિય કલાકાર અને સિંગર કે જેમણે પોતાના અવાજ ના જાદુથી લોકોને નાચવા ઉપર મજબુર કરી દીધા છે તેવા અલ્પા બેન પટેલ વિશે વાત કરવાની છે આપણે સૌ જાણીએ છીએ કે તેમણે થોડા સમય પહેલા જ પોતાના જીવનસાથી ઉદય ગજેરા સાથે નવા જીવનની શરૂઆત કરી છે. તેવામાં તેમના લગ્નના ફોટાઓ સોશ્યલ મીડિયા પર ઘણા પસંદ કરવામાં આવ્યા છે.

જણાવી દઈએ કે લગ્ન બાદ હાલમાં અલ્પા બહેન પતિ ઉદય સાથે ખોડિયાર માતાજીના મંદિરે દર્શન કરવા પહોંચ્યા છે. આપણે સૌ જાણીએ છીએ કે શુભ કર્યો બાદ દરેક વ્યક્તિ પહેલા ભગવાનના આશીર્વાદ લેવા માટે જાય છે. આમ અલ્પા બહેન પણ પોતાના નવા જીવન શરુ કરતા ની સાથે જ પહેલા ખોડિયાર માતાજીના દર્શન કરીને આશીર્વાદ લીધા છે. જેના અમુક ફોટાઓ અલ્પા બહેને જાતે જ સોશ્યલ મીડિયા પર સેર કર્યા છે. જણાવી દઈએ કે તેઓ પતિ ઉદય ગજેરાના નિકોલના ખોડિયાર માતાજીના મંદિરે દર્શન કરવા ગયા.

આ સમયે અલ્પા બહેન અને ઉદય બંને ગુલાબી રંગના કપડામાં શોભી રહ્યા હતા. આ સમયે અલ્પા બહેને ગુલાબી રંગની સાડી પહેરીને સદા તૈયાર થયા હતા જયારે ઉદય ગુલબી શર્ટ અને પેન્ટ માં હતા ફોટાઓમાં આ નવ દંપતી ઘણી સુંદર લાગી રહી હતી. આપણે સૌ જાણીએ છીએ કે અલ્પા બહેને 17 ફેબ્રુઆરીના રોજ ઉદય સાથે સાત ફેરા લીધા હતા. આ સમયે તેમના લગ્નમાં અનેક ગુજરાતી કલાકારો હાજર હતા.

અલ્પા બહેન અને ઉદય ગજેરાના લગ્ન તેમના જ ગામ અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના નાના મુંજીયાસર ગામમાં થયા હતા તેમણે ઘણી વૈભવી શૈલીએ લગ્ન કર્યા હતા તે સમયે પણ અલ્પા બહેને આછા ગુલાબી રંગના ચણીયા ચોળી પહેર્યા હતા જયારે ઉદયે તેવાજ રંગના શેરવાની પહેર્યા હતા જે અગાઉ હલ્દીની વિધિમાં દંપતી પીળા રંગના કપડામાં જોવા મળ્યા હતા. આ લગ્ન અને પીઠી ની તસવીરો પણ સોશ્યલ મીડિયા પણ ઘણી વાઇરલ થયા હતા.

જો કે લગ્ન પહેલા અલ્પા બહેન અને ઉદયના પ્રિ વેડિંગ ફોટો શુટના ફોટાઓ પણ લોકોને ઘણા પસંદ આવ્યા હતા. લગ્નને લઈને અલ્પા બહેન અને ઉદય બંને ઘણા ખુશ જોવા મળ્યા હતા. લગ્ન પહેલા જયારે ઉદય ઘોડી પર સવાર થઈને આવ્યા ત્યારે અલ્પાએ બહેન તેમનું સ્વાગત કરવા ગયા અને તેમણે સાથે ગરબા પણ રમ્યા. આમ હાલમાં તેમના લગ્નની યાદો લોકોના મનમાં અમીટ છાપ છોડી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!