જીવનમાં સુખ પ્રાપ્ટીનો સ્થાન સમાન સ્વર્ગનો માર્ગ આવેલ છે,આ મંદિરમાં થી… જાણો રસપ્રદ ઇતિહાસ
મહાશિવરાત્રી નો મેળો નજીક આવી રહ્યો છે, ત્યારે આજે અમે આપને એક અતિ પાવનકારી મંદિર વિશે જણાવીશુ.આ જગતમાં ગિરનાને સ્વર્ગની નિસરણી કહેવામાં છે, ત્યારે આજે અમે આપને સ્વર્ગના માર્ગ વિશે માહિતી આપીશુ.ગુજરાતનાં વડોદરા જીલ્લામાં આવેલું એક પ્રખ્યાત ધાર્મિક સ્થળ છે કાયાવરોહણ. આ સ્થળમાં દુનિયાનું એક માત્ર બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનું મંદિર આવેલું છે. આ પુરાતન મંદિર સાથે કેટલીય લોકવાયકાઓ જોડાયેલી છે.
આ મંદિરના જગતના ત્રિદેવોનો વાસ છે અને સાક્ષત તેઓ બિરાજમાન થઈ ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે. કાયાવરોણમાં કુદરતની અદભૂત કાયા ખીલી રહી છે. કદાચ એટ્લે આ અદભૂત ગામમાં મહાદેવનો વાસ હશે. એવું નથી કે માત્ર મહાદેવ જ સાક્ષાત છે. અહીં ત્રણેય દેવતા બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ પણ સાક્ષાત હાજરાહજૂર છે. એટ્લે જ અહીં શ્રધ્ધાળું હજારોની સંખ્યામાં દર્શનાર્થે રોજ આવે છે.
આ મંદિરનુ શિવલિંગ ખૂબ ચમત્કારી શિવલિંગ છે.એવું કહેવાય છે કે આ શિવલિંગ ભગવાન લકુલેશ સાથે જોડાયેલુ છે. અને ભગવાન લકુલેશને ખુદ શિવનો જ અવતાર માનવામાં આવે છે. અહીં મહાદેવની એટલી કૃપા દૃષ્ટિ વરસી રહી છે કે, આપણાં શાસ્ત્રોમાં પણ આ વાતનો ઉલ્લેખ છે. આપણાં પુરાતન શાસ્ત્રમાં પણ ભગવાન લકુલેશ અને મહાદેવના આ શિવલિંગનો ઉલ્લેખ છે. ચમત્કારિક શિવલિંગ અને ભગવાન લકુલેશનાં આશીર્વાદથી જે કાયાવરોહણ ગામની પવિત્ર ભૂમિ ઉપર જે લોકોનો જન્મ અને મૃત્યુ થાય છે એ લોકોને ક્યારેય નરક નથી મળતું.
પછી ભલે તે પુણ્યશાળી આત્મા હોય કે પછી પાપી. આ પવિત્ર ભૂમિને તપની ભૂમિ કહેવાય છે. એટ્લે અહીંના લોકો પણ એટલા જ ધાર્મિક અને શ્રધ્ધાવાળા છે. ડભોઇ તાલુકો વડોદરા જિલ્લાથી 32 કિલોમીટર જ દૂર છે. અહીં જે મંદિર છે. એની સ્થાપના આશરે 44 વર્ષ પહેલા થઇ હતી. અહીં મહાશિવરાત્રી ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. હિન્દુ ધર્મના શાસ્ત્રો અનુસાર ભગવાન રામાવતાર અને પછી કૃષ્ણાવતાર થયો અને એ પછી સાક્ષાત ભગવાન શિવે ખુદ લકુલેશ અવતાર ધારણ કરી આ પૃથ્વી પર અવતર્યા હતા. એવું પણ કહેવામા આવે છે ભગવાન શિવના ઘણા અવતારો થયા,
