જોડિયા સોશ્યલ મીડિયાભી બનાતા હે! વધુ એક ગુજરાતી સંગીતકાર ઘોડી ચડ્યા આવી રીતે વિદેશી યુવતી સાથે સંપન્ન થયા લગ્ન જાણો અનોખી લવસ્ટોરી…
મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે હાલમાં લગ્નનો સમયગાળો ચાલી રહ્યો છે તેવામાં અનેક લોકો પોતાના જીવનસાથી સાથે નવા જીવનની શરૂઆત કરશે. આ ખાસ પ્રસંગે અનેક વ્યક્તિ ને પોતાના આવનારા સફરમાં નવા જીવનસાથી નો સાથ મળશે. લગ્ન સમયે યુગલો એક બીજાને સાત જન્મો સુધી સાથે રહેવાના અને દરેક પરિસ્થિતિ માં એક બીજાનો સાથ દેવાના વચનો આપે છે. તેવામાં આપણે પણ અહીં એક ઘણી જ અનોખી લવ સ્ટોરી વિશે વાત કરવાની છે.
આપણે સૌ જાણીએ છીએ કે દરેક વ્યક્તિના જીવનમાં પોતાના લગ્ન ઘણા જ મહત્વના હોઈ છે કારણકે ત્યારે વ્યક્તિ પોતાના નવા જીવનની શરૂઆત કરતો હોઈ છે તેવામાં વ્યક્તિ જો તેની પસંદ ના એટલે કે તે જેને પ્રેમ કરે છે તેની સાથે જ લગ્ન કરતો હોઈ એટલે કે લવ મેરેજ થતા હોઈ ત્યારે દરેક વ્યક્તિની ખુશી સાતમે આસમાને હોઈ છે. આપણે સૌ જાણીએ છીએ કે દરેક વ્યક્તિના જીવનમાં પ્રેમ ઘણો જરૂર છે જેને લઈને લોકો પોતાના પ્રેમી કે પ્રેમિકા સાથે રહેવા માટે અનેક કર્યો કરતા હોઈ છે. આપણે સૌ જાણીએ છીએ કેપ્રેમનો સંબંધ ઘણો શુદ્ધ અને પવિત્ર માનવામાં આવે છે.
પ્રેમ એ કોઈ શારીરિક બાબત નહિ પરંતુ આત્મીય બાબત છે પ્રેમના કારણે બે આત્માનું મિલાન થાય છે જો કે પ્રેમને ન તો ધર્મ નડે છે કે ન તો ભાષા, સંસ્કૃતિ, પ્રેમને કોઈ પણ દેશની સરહદો કેદ પણ કરી શક્તિ નથી પ્રેમ એ સર્વવ્યાપી છે જેની કોઈ સીમા નથી હાલમાં આવા જ એક લગ્ન ઘણા ચર્ચામાં છે કે જ્યાં દેશી વર ને વિદેશી કન્યા પરણવા આવી છે એટલે કે સાત સમુંદર પાર કરીને આ યુવતી નવા જીવન સાથી સાથે સાત જન્મો વિતાવવા આવી છે. તો ચાલો આપણે આ અનોખી લવ સ્ટોરી વિશે વિગતે માહિતી મેળવીએ.
View this post on Instagram
મળતી માહિતી અનુસાર આ બનાવ અમદાવાદ નો છે અને અહીં યુવક નું નામ અર્પણ મહિડા છે જયારે યુવતી નું નામ મિહલ્યા વહાદ છે. જણાવી દઈએ કે અર્પણ ગુજરાતી મ્યુઝિક પ્રોડ્યૂસર અને કમ્પોઝર છે સાથો સાથ તે એક સારો સિંગર પણ છે જણાવી દઈએ કે અર્પણ વિવિધ વાદ્ય યંત્ર પણ ઘણી સારી રીતે વગાડી શકે છે. જેને લઈને અર્પણે પોતાના સોશ્યલ મીડિયા એકાઉન્ટ પર પોતાનો એક વિડિઓ ઉપલોડ કર્યો હતો આ વિડિઓ મિહલ્યાએ પણ જોયો હતો જેનાથી આકર્ષાઈ ને મિહલ્યાએ અર્પણ ને સોશ્યલ મીડિયા પર સંપર્ક કર્યો.
View this post on Instagram
જે બાદ બંને મિત્રો થયા અને વાત થવા લાગી જોત જોતામાં તેમની મિત્રના પ્રેમમાં બદલાઈ ગઈ અને બંને એક બીજાને ડેટ કરવા લાગ્યા જે બાદ હાલમાં બે વર્ષના રિલેશન પછી આ યુગલો લગ્ન કરીને પોતાના સંબંધને નવું નામ દેવાના છે. જણાવી દઈએ કે લગ્નને લઈને અર્પણ પોતાના પરિવાર સાથે મિહલ્યા ના દેશ રોમાન્ય ગયો કે જ્યાં બનેએ ક્રિશ્ચન સભ્યતાથી લગ્ન કર્યા જેના ફોટાઓ પણ હાલમાં સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ રહ્યાં છે જે બાદ તેઓ હવે ભારત પરત આવ્યા ત્યારે અર્પણ ના પરિવારે તેમને ઘોડીએ ચડાવી ને વાજતે ગાતે લગ્ન કરાવ્યા.
View this post on Instagram
જો કે આ લગ્નથી પરિવાર માં હરખ નો માહોલ છે અર્પણ ના જણાવ્યા અનુસાર તેમની અને મિહલ્યા ની પહેલી મુલાકાત દુબઈમાં થઇ હતી જે બાદ લગ્ન રોમાન્યમાં થયા જણાવી દઈએ કે અર્પણ મહિડાએ આખરી અલવિદા, છેલછબિલો, માંગેલા, ફૂલઝડી, રંગતાળી, હાસિલ વગેરે જેવા ગીત કમ્પોઝ કર્યા છે. અર્પણ કમ્પોઝર હોવાની સાથે ખૂબ સારો સિંગર છે અને વિવિધ વાદ્યો વગાડી જાણે છે. આમ સોશ્યલ મીડિયા પર થયેલી મિત્રતા લગ્નના ગાઢ સંબંધ સુધી પહોંચી.
