Gujarat

સુરતના પાટીદાર અગ્રણીએ ચોખ્ખે ચોખ્ખું કહી દિધુ ” તમારો દિકરો ભણી રહ્યો છે કે પોર્ન જોઈ રહયો છે..

ગ્રીષ્મા હત્યાકાળ એ સુરત શહેરને શરમજનક પરિસ્થિતિમાં મૂક્યું કારણ કે, આપણે જાણીએ છે કે આ ઘટના માત્ર એક તરફી પ્રેમના લીધે બની. ફેનીલ એ પોતાના જીવનનો કે માતા પિતાનો વિચાર કર્યા વગર ગ્રીષ્મા ને જાહેરમાં તેમના પરિવારજનો સામે મોતને ઘાટ ઉતારી દીધી. આ ઘટના થી પાટીદાર સમાજમાં વધુ શોકની લાગણી છવાઈ ગઈ. આજના સમયમાં દરેક માતા પિતાઓ એ આ ઘટનાને ચેતવણીરૂપ સમાન અને સાવચેતીનાં રૂપમાં લેવી જોઈએ.

આજે ફેનીલ એ આવી હરક્ત કરી છે, કદાચ કાલે તમારૂ સંતાન પણ આવું પગલું ભરી શકે છે. કહેવાય છે ને આજના સમયમાં યુવાનો સોશિયલ મીડિયાની લાઈફનાં લીધે પોતાનું જીવન ખરાબ કરી રહ્યા છે. ત્યારે હાલમાં જ સુરત શહેરમાં ગ્રીષ્મા ને ન્યાય આપવવા અને સમાજનાં દરેક માતા પિતાઓ ને પોતાના સંતાનોને કેળવણી અને જતન કેમ કરવું જોઈએ તે વિશે આ મહાસમેલનમાં દરેક અગ્રણીઓ એ માતા પિતાને સૂચનો આપ્યા હતા.

શહેરમાં અત્યાર સુધી પાટીદાર સમાજ સુધી ચળવળ ચલાવતો આ સમાજ શહેરમાં પ્રથમ વખત સર્વ સમાજ નાગરિક સમિતીના નેજા હેઠળ આ સમાજમાં ફરીથી આવો ગંદો કાંડ નહી થાય તે માટે મનોમંથનનો મહાયજ્ઞ આયોજિત કરાયો હતો. તેમાં સુરતના પો.કમિ. અજય તોમરે શહેરના તમામ સમાજને પહેલા પોતાના જ પરિવાર પર નજર રાખવા માટે અપીલ કરી છે.ગ્રીષ્માની હત્યા બાદ સર્વ સમાજ નાગરિક સમિતીના નેજા હેઠળ યોજાયેલા સંમેલનમાં મહામંથન કરાયું
દીકરીઓ તો સંસ્કારી છે પરંતુ દીકરાઓને યુવતીઓનું સન્માન કરતાં શીખવવાની જરૂરીયાત છે. આ દરમીયાન એક અગ્રણીએ મહતની વાત કરી હતી.

પાટીદારસમાજના અગ્રણી કાનજી ભાલાળા એ કહ્યું કે પટેલ સમાજના આગેવાન કાનજી ભાલાળાએ જણાવ્યું હતું કે, સમાજ અને સોસાયટીવાસીઓ હવે આ ગંભીર મામલે મીટિંગો કરે. તમારા ઘરની દીકરીઓ ત્યારે જ સુરક્ષિત રહેશે કે જયારે તમારી સોસાયટીના બાળકો તમારી નજર હેઠળ હશે. આ મામલે તમારા દીકરા અને દીકરીઓને સાથે રાખીને સમજાવો. આ ઉપરાંત તમામ સોસાયટીઓ અને પરિવારજનો મીટિંગ કરે અને પોતાના બાળકોને સમજાવે. આ ઉપરાંત બાળકો ઓન લાઇન એજયુકેશન લઇ રહ્યા છે કે પછી પોર્ન ફિલ્મ જોઇ રહ્યા છે તેની પણ ફરજિયાત વોચ રાખવી પડશે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!