Gujarat

દુનિયા માથે મોટુ સંકટ આવ્યુ ! યુક્રેન-રશિયા હવે યુદ્ધની શરુવાત થવાની પુરી સંભાવના..

છેલ્લા ઘણા સમય થી યુક્રેન-રશિયા વચ્ચે ઘર્ષણ ચાલી રહ્યુ છે ત્યારે આજે મધ્ય રાત્રી ના રોજ આ ઘર્ષણ ચરમ સીમાએ પહોંચી ગયુ છે અને રશિયા એ યુક્રેન પર લશ્કરી કાર્યવાહી પણ કરી છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને યુક્રેન વિરુદ્ધ લશ્કરી કાર્યવાહીની જાહેરાત કરી છે. તેમણે એમ પણ કહ્યું કે યુક્રેન-રશિયા યુદ્ધ ટાળી શકાય નહીં. વ્લાદિમીર પુતિન તરફથી કહેવામાં આવ્યું છે કે રશિયા વિશેષ સૈન્ય અભિયાન શરૂ કરી રહ્યું છે. તેનો ધ્યેય યુક્રેનને બિનલશ્કરીકરણ કરવાનો છે.

સુત્રો દ્વારા જાણવા મળ્યુ છે યુક્રેન ના પૂર્વીય ભાગ મા રશિયા એ કાર્યવાહી કરી છે અને મધ્ય રાત્રી થી બન્ને દેશ વચ્ચે ઘર્ષણ વધી ગયુ છે ત્યારે યુક્રેન દેશ મા કોઈપણ પેસેન્જર ફ્લાઈટ ના ઉડાડવા નો નિર્ણય લીધો છે જયારે હવે માત્ર આર્મી ની ફ્લાઈટો જ આકાશ મા ઉડી રહી છે. યુક્રેન મા હાલ ઈમરજન્સી ની સ્થિતિ છે.

રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ની જાહેરાત બાદ સંયુક્ત રાષ્ટ્રનાં મહાસચિવે રશિયન રાષ્ટ્રપતિને તેનાં સૈનિકોને રોકવાની અપીલ કરી છે. તેણે કહ્યું કે, યૂક્રેનમાં શાંતિની એક તક આપવી જોઇએ. જયારે અમેરીકા ના રાષ્ટ્રપતિ એ એ પણ આ બાબતે કહ્યુ હતુ કે ” આ હુમલા થી જે મોત થશે અને જે તબાહી મચશે તેની માટે જવાબદાર માત્ર ને માત્ર રશિયા હશે”

યુક્રેન-રશિયા વચ્ચે ચાલી રહેલા સંઘર્ષ ના કારણે અનેક પાડોશી દેશ સહીત અનેક દેશો મુશ્કેલી મા મુકાયા છે અને જાણે ત્રીજા યુધ્ધ ના ભણકારા વાગી રહ્યા હોય તેવુ લાગી રહ્યુ છે. રશીયા ના
રાષ્ટ્રપતિ એ અન્ય દેશો ને પણ ચેતવ્યા છે કે આ બાબત મા અનેક અન્ય દેશ વચ્ચે ના પડે અને તેવો યુક્રેન ને સૈન્ય વગર નુ જોવા માંગે છે અને આ માટે તેવો એ યુક્રેન હથીયાર નીચે મુકવા પણ જણાવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!