ગુજરાતના આ શહેર ના વિદ્યાર્થી ઓ યુક્રેન મા ફસાયા ! બચાવવા માટે વિડીઓ મા અપીલ કરી રહ્યા છે.
યુક્રેન-રશિયા હવે યુદ્ધની શરુવાત થઈ ચુકી છે આજે વહેલી સવાર થી રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને યુક્રેન વિરુદ્ધ લશ્કરી કાર્યવાહીની જાહેરાત કરી છે. રશિયન સેના અને તેના હેલિકોપ્ટર હવાઈ હુમલા કરી રહ્યા છે. ઘણા વિસ્તારોમાં વિસ્ફોટના અહેવાલ છે. આ હુમલામાં અત્યાર સુધીમાં 9 લોકોના મોત પણ થયા છે. ત્યારે યુક્રેન મા હાલ સ્થિતી ભયાનક છે. ત્યારે અનેક ભારતીયો પણ ત્યા ફસાયા છે.
અનેક ભારતીય નાગરીકો યુક્રેન મા ફસાયા છે ત્યારે ગુજરાતના પણ અનેક શહેરોના વિદ્યાર્થી પણ ત્યા ફસાયેલા છે. જેમાં ગુજરાતના સુરતના રાજકોટ, ગોંડલ, વડોદરા સહિતના શહેરોના વિદ્યાર્થીઓ ત્યાં ફસાયા છે. ત્યારે યુક્રેન ની હાલ ની સ્થિતી પર નજર નાખીએ તો ખાસ કરી ને પૂર્વીય યુક્રેન મા હાલ ઘણાસાન ચાલી રહ્યુ છે અને લોકો જીવન જરૂરીયાત ની ચીજવસ્તુઓ લેવા માટે પડાપડી કરી રહ્યા છે અને હાલ હવાઈ યાત્રા પર પણ રોક લગાવી દેવામાં આવી છે.
આ બધી ખબરો ની વચ્ચે એવા પણ સમાચાર સામે આવ્યા છે કે યુક્રેને ભારત દેશ પાસે પણ મદદ ની અપીલ કરી છે. ઈન્ડિપેન્ડન્ટના અહેવાલ મુજબ, ઈગોર પોલ્ખાએ કહ્યું કે- ભારત અને રશિયાના સંબંધો સારા છે. યુક્રેન-રશિયા વિવાદને નિયંત્રિત કરવામાં મહત્વપૂર્ણ યોગદાન આપી શકે છે. આવી સ્થિતિમાં અમે પીએમ નરેન્દ્ર મોદીને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને અમારા રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સકીનો તાત્કાલિક સંપર્ક કરવા વિનંતી કરીએ છીએ.
ત્યારે અનેક ભારતીય નાગરીકો ના પણ સ્વાસ અધ્ધર છે. ઘણા વિદ્યાર્થી ઓ એ ફ્લાઈટ બુક કરાવી હતી પરંતુ અચાનક ઈમરજન્સી લાગી જતા ફ્લાઈટ કેન્સલ થય હતી અને ફરી તેવો ને યુનીવર્સીટી લઈ જવામાં આવ્યા હતા ત્યારે Divyabhaskar ના અહેવાલ મુજબ યુક્રેનમાં ફસાયેલા મૂળ રાજકોટના વિદ્યાર્થી હર્ષ સોનીએ દિવ્યભાસ્કર સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, પરિસ્થિતિ ખૂબ જ ગંભીર છે, સવારના 3.30થી 4 વાગ્યાથી પરિસ્થિતિ ખૂબ જ ખરાબ થઈ ગઈ છે. હજી સુધી મારી આંખે યુદ્ધના દૃશ્યો જોયા નથી. પણ સવારે સાડા ત્રણ વાગે બહુ જ ધડાકાના સંભળાયા હતા.
જ્યારે અન્ય એક વિદ્યાર્થી ની નો વિડીઓ સોસિયલ મીડીયા પર વાયરલ થયો હતો અને પોતે યુક્રેનમાં ફસાઈ છે જે મુળ ભરૂચ ની રહેવાસી છે અને ભારત સરકાર ને અપીલ કરી હતી કે તેવો ને બચાવી લેવામા આવે. ત્યારે અન્ય બે વિદ્યાર્થી ની મુળ ગોંડલ ની પણ યુક્રેનમાં ફસાઈ છે જેમા રાજેશભાઈ રામાણીની પુત્રી બંસી અને પ્રમુખ મેડિકલ ચલાવતા શૈલેષભાઈ દાફડાના પુત્રી દેવાંશી નામ છે તેવુ જાણવા મળ્યુ હતુ.
હવે જોવાનું રહ્યુ કે યુક્રેનમાં ફસાયેલા ભારતીયો વાંચવવા માટે સરકાર શુ કરશે હાલ ની સ્થિતી ઘણી ગંભીર હોવાથી છે અને અંદાજીત 15000 થી વધુ ભારતીય નાગરીકો યુક્રેન મા ફસાયેલ છે.