Gujarat

DCP પ્રેમસુખ ડેલું વર્દીને બદલે સિવિલ ડ્રેસમાં જનતા વચ્ચે આવ્યા અને પછી થયું એવું…

પહેલાના સમયમાં રાજાઓ પોતાની પ્રજાની અને રાજ્યની સાચીપરિસ્થિતી જાણવા માટે વેશ બદલી પ્રજા વચ્ચે જતાં જેથી પ્રજાના કોઈ છુપા પ્રશ્નો કે સમસ્યાઓ હોય તો તેનો ઉકેલ મેળવી શકાય. આવુ જ અમદાવાદના જોન ૭ ના ડીસીપી પ્રેમસુખ ડેલુએ કર્યું . તેમણે સરખેજ, જુહાપુરા જેવા વિસ્તારોમાં ચાલતી વિવિધ ગુનેગારી પ્રવૃતિનો સંપૂર્ણ ખાતમો બોલાવ્યો. આ ઉપરાંત ગેરકાયદેસર બાંધકામો અને ઇમારતો વગેરેને પોતે હાજર રહી તોડાવ્યા હતા.ડીસીપીના અમદાવાદમા પોસ્ટિંગ પછી તેમના આવા કડક વલણને કારણે ગુનેગારોમાં ભય ફેલાઈ જવા પામ્યો છે.જ્યારે અમદાવાદની જનતાને હાશકારો મળ્યો છે.

તાજેતરમાં ડીસીપી પ્રેમસુખ ડેલુનો એક વિડીયો સોસિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો છે જેમાં ડીસીપી પોતાના વિસ્તારમાં સિવિલ ડ્રેસમાં એકલા ચાલવા નીકળ્યા હતા તેમનો હેતુ જાહેર જનતા વચ્ચે જઈ તેમના કોઈ છુપા સવાલો કે સમસ્યાઓ હોય તો તેને જાણી નિરાકરણ કરવાનો હતો તેમને લાગ્યું કે કોઈ તેમને ઓળખી નહી શકે પરંતુ પોતના કરેલા કાર્યોને કારણે જનતાના  દિલમાં રાજ કરતાં ડીસીપીને લોકોએ ઓળખી લીધાં હતા.ત્યારબાદ જાણે કોઈ ફિલ્મ સ્ટાર રસ્તામાં નીકળે તો લોકો તેને મળવા આતુર થઈ જાય છે તેવા દ્રશ્યો સર્જાયા હતા લોકો ડીસીપી સાહેબ સાથે હાથ મિલાવતા અને ફોટા પડાવતા જોવા મળ્યા હતા.

આ બાબતે ડીસીપી પ્રેમસુખ ડેલુ સાથે વાતચીત દરમ્યાન તેમણે જણાવ્યુ કે સામાન્ય માણસની સમસ્યાઓ જાણવા માટે હું ઘણી વખત આવી રીતે સિવિલ ડ્રેસમાં આવી રીતે જતો હોઉ છુ. સાબરકાંઠામાં પ્રોબેશન દરમ્યાન રેતી ખનન માફિયાઓનો સફાયો કર્યો હતો તેમજ અમરેલી અને અમદાવાદમા ગેરકાયદેસર રીતે કરોડો રૂપિયાની જમીન પર કબ્જો કરનારા ભૂમાફિયાનો પણ સફાયો કરી મોટા પ્રમાણમાં લોકચાહના મેળવી હતી.

તેમના અંગત જીવન ઉપર નજર કરીયે તો તેઓનો જન્મ રાજસ્થાનના બિકાનેરના ગ્રામીણ વિસ્તારમાં એક અત્યંત ગરીબ પરિવારમાં થયો હતો.તેમના પિતા ઊંટ ગાડી ચલાવતા હતા દરરોજના ૨૦૦ રૂપિયા મુશ્કેલીથી કમાઈ શકતા હતા જ્યારે માતાનો મોટા ભાગનો સમય પશુ ચારો એકઠો કરવામાં જતો હતો. પ્રેમસુખ ડેલુ નાનપણથી ખૂબ જ ગરીબીમાં ઉછર્યા છે તેમણે શાળા તથા કોલેજનો સમગ્ર અભ્યાસ સરકારી શાળા તથા કોલેજમાં કર્યો છે. છેવટે ૨૦૧૫માં અથાગ મહેનત અનેઆગવી સુજબૂજને કારણે તેઓએ ૧૭૦માં મેરિટ સાથે યુપીએસસી પાસ કરીને IPS ઓફિસર બન્યા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!