હજારો દિકરીઓના પાલક પિતા મહેશભાઇ સવાણીને હાર્ટ એટેક આવ્યો ! હાલ તબીયત…
હજારો દિકરીઓ ના પાલક પિતા અને સુરત ના ઉદ્યોગપતિ મહેશભાઈ સવાણી ને લઈને એક ખુબ માઠા સમાચાર આવ્યા છે. ગઈ કાલે મહેશભાઈ સવાણી ને હાર્ટ મા દુખાવો થયો હતો જેની ફરીયાદ પરિવાર ના સભ્યો ને કરી હતી ત્યારે બાદ દુખાવો વધી જતા તેમને પી.પી. સવાણી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં.તેમની સારવાર દરમિયાન હોસ્પિટલમાં તબીબોએ જણાવેલ કે, મહેશભાઈને હાર્ટ એટેક આવ્યો છે.
આ ખબર મળતાની સાથે તેમના સૌ શુભચિંતકોઈ ચિંતા વ્યક્ત કરી હતી અને તેમાં સ્વાસ્થ્ય માટે ઈશ્વરને પ્રાર્થના કરી હતી કેઝ તેઓ જલ્દી થી સ્વસ્થ થઈ જાય. આપણે જાણીએ છે કે, સમાજ સેવક તરીકે પોતાનું જીવન વિતાવનાર મહેશ ભાઈ આપમ જોડાયા હતા ત્યારે તેમને ઉપવાસ આંદોલન દરમિયાન તેમની તબિયત લથડી ગઈ હતી. આ ખૂબ જ દુઃખ ઘટના હતી અને તે દરમિયાન તેમની તમામ દીકરીઓ એ તેમને વીંનતી કરતા ઉપાવસ તોડ્યા હતાં
હાલમાં તો મહેશ ભાઈ આપમાંથી રાજીનામુ આપી દીધું છે. ત્યારે તેઓ ફરીથી પોતાના સમાજ સેવામાં જ કાર્યરત થઈ ગયા હતા. કરોના બાદ તેમને ફરીથી પી.પી સવાણી ગ્રુપ દ્વારા પિતા વિહોણી 300 દીકરીઓનાં લગ્ન કરાવ્યા હતા. ખરેખર મહેશ સવાણીનું સમાજમાં ખૂબ જ નામ છે. ત્યારે અચનાક તેમની તબિયત ખરાબ થઈ જતા સૌ કોઈ વધુ ચિંતત થઈ ગયા હતા.ડોક્ટરના જણાવ્યા પ્રમાણે હાલ મહેશ સવાણીની તબિયત સ્થિર છે.
ચિંતાની કોઈ વાત નથી. પી.પી.સવાણી હોસ્પિટલ ખાતે તેમના પરિવારજનો અને શુભેચ્છકો તબિયત જાણવા માટે આવી રહ્યા છે.પી. પી. સવાણી હોસ્પિટલ દ્વારા જણાવાયું હતું કે લગભગ છેલ્લા 2 દિવસથી તેમની તબિયત ખરાબ હતી અને ગઈકાલે સવારે મહેશભાઈએ અગાઉથી જ તેમની પત્નીને પણ કહ્યું હતું કે તેમને એટેક ગમે ત્યારે આવશે એવું લાગે છે તેમજ સવારે તેમના બ્લડ રિપોર્ટ કરાવ્યા હતા.તો બપોરે શુગર હાઈ આવ્યા બાદ તેમને સાંજના પી.પી.સવાણી હોસ્પિટલ સ્થિત વધુ તપાસ માટે લાવ્યા હતા.
ત્યાં કાર્ડિયોલોજિસ્ટ ડો. સંજય વાઘાણી દ્વારા તેમનું નિદાન થતાં પરિવારજનો પૈકી પિતા વલ્લભભાઈ સવાણી અને પુત્ર મિતુલ સવાણી હાજર હોવાથી તેમને હૃદયનો એટેક આવ્યો હોવાની જાણ થતાં જ તેમને તરત દાખલ કરીને વધુ સારવાર શરૂ કરવામાં આવી હતી. તેમની એન્જિયોપ્લાસ્ટી કરીને મોડી રાત્રે તેમને ICCUમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા. આપણે સૌ કોઈ ઈશ્વરને પ્રાર્થના કરીએ કે, અનેક લોકોનું જીવનનું કલ્યાણ કરનાર મહેશ ભાઈ જલ્દી થી સ્વસ્થ થઇ જાય અને સેવાકાર્યમાં જોડાય.