રાજકોટ ની હોટલ મા યુવકે યુવતી ની હત્યા કર્યા બાદ આત્મહત્યા નો પ્રયાસ કર્યો
હજી સુધી ગ્રીષ્માસળગતો હત્યાકાંડ ને લોકો ભુલી શક્યા નથી અને હજી સુધી ગ્રીષ્માને ન્યાય પણ મળ્યો નથી ત્યા ફરી રાજકોટ મા વધુ એક ચકચારી ઘટના બની છે જે જેમાં જાણવા મળ્યુ છે કે એક યુવીકે એક યુવતિની લોક સ્ટ્રીપ એટલે કે મોલ મા વપરાતી પટ્ટી દ્વારા ગળાફાંસો આપીને કરપીણ હત્યા કરી નાખી છે જ્યાર બાદ પોતે પણ એસીડ પી ને આપઘાત કરવાનો પ્રયાસ પણ કર્યો છે આ સમગ્ર ઘટના રાજકોટ ની એક હોટેલ મા બની હોવાનુ જાણવા મળ્યુ હતુ.
ઘટના અંગે જાણવા મળતી વિગતો અનુસાર રાજકોટ કરણપરામાની એક હોટલ મા ગઈ કાલે એટલે કે ગુરવારે સવારે 9 વાગે યુવક અને યુવતી હોટલ મા આવ્યા હતા અને બન્ને 301 નબંર ના રુમ મા રોકાયા હતા. જ્યારે કે, સમગ્ર ઘટના બાબતે જાણ પોલીસને રાત્રે 10:30 વાગ્યે થવા પામી છે. જયારે પોલીસ ઘટના સ્થળે પહોંચી ત્યારે યુવતિ ના ગળાના ભાગે મોલમાં પેકિંગ દરમિયાન જે લોક સ્ટ્રીપ બાંધવામાં આવે છે તે પ્રકારનું લોક સ્ટ્રીપ બાંધેલું હોવાનું જોવા મળ્યું છે.
આ ઘટના મા જામનગરની યુવતી અને કચ્છનો યુવાન જેમિસ ધનરાજભાઈ દેવાયતા બંને વચ્ચે પ્રેમસંબંધ હોવાનું જાણવા મળ્યું છે. ACP જી.એસ. ગેડમે આ અંગે જણાવ્યું હતું કે જેમિસે યુવતીના ગળે પ્લાસ્ટિકની લોકર પટ્ટીથી ગળેટૂંપો આપી હત્યા કર્યાનું પ્રાથમિક તારણ છે. જેમિસે યુવતીની હત્યા અને પોતે એસિડ પીતાં પહેલાં પરિવારને જાણ કરી હતી. જેમિસ હોટલમાં એસિડ કેવી રીતે લઇ ગયો એની તપાસ કરવામાં આવશે. હાલ બંનેના ફોન જપ્ત કરવામાં આવ્યા છે અને ફોનમાંથી પોલીસને રેકોર્ડિંગ મળ્યા છે.
આ ઘટના અંગે યુવતિ ના પિતા એ જણાવ્યું હતુ કે “પ્રેમસંબંધ હોય એવી કોઈ દિવસ અમને જાણ કરી નહોતી. ફ્રેન્ડ સર્કલ હોવાની ચર્ચા થઈ, પણ આવી કોઈ વાત અમારા ધ્યાનમાં આવી નથી. અમારી માગ છે કે અમારી દીકરીની હત્યા કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવે. મારી દીકરી ભણવા જતી ત્યારે બપોરે રિસેસ પડે તોપણ મને ફોન કરતી અને કહેતી પપ્પા રિસેસ પડી છે.”
આ ઘટના મા યુવકે પીધા બાદ યુવકથી સહન ન થતાં તેને પોતાના ભાઈને કોલ કરી હોટલ આવવા બાબતે જણાવ્યું હતું. યુવકનો ભાઈ હોટલ પર આવતા સમગ્ર બાબત સામે આવી છે. જયારે યુવતી ને હોટલ લઈ જવા માટે આધાર કાર્ડ ની ઝેરોક્ષ મા પણ ચેડા કરવામા આવી હોય તેવુ સામે આવ્યુ છે કારણ કે હોટલ મા જે આધાર કાર્ડ અપાયું તેમા 2003 ની જન્મ સાલ છે જયારે ઓરીજનલ આધાર કાર્ડમા 2005 ની સાલ છે. હોટલમાં આપેલી ઝેરોક્સ નકલ પ્રમાણે યુવતીની ઉંમર 19 વર્ષ અને ઓરિજિનલ આધારકાર્ડમાં ઉંમર 17 વર્ષ થાય છે, આથી યુવતીને હોટલમાં લાવવા માટે જેમિસે આધારકાર્ડની ઝેરોક્સમાં છેડછાડ કરાવી હોવાનું જાણવા મળી રહ્યું છે.