અમરેલીના યુવાનને યુક્રેનમા ફસાયેલા 200 વિદ્યાર્થીને જીવ ના જોખમે સહી સલામત ભારત પહોંચાડ્યા ! સલામ
છેલ્લા 10 દિવસ થી યુક્રેન અને રશિયા વચ્ચે યુધ્ધ ફાટી નીકળ્યું છે અને રશિયા એ યુક્રેન પર હુમલો કરતા અનેક દેશના નાગરીકો હાલ યુક્રેન મા ફસાયેલા છે ત્યારે દુનિયાના અનેક દેશો પોતાના નાગરીકો ને બચાવવા અને યુક્રેન થી બહાર કાઢવામા મથી રહ્યો છે ત્યારે ભારતે પણ પોતાના ના નાગરીકો ને બચાવવા માટે એક ઓઓપરેશન હાથ ધર્યુ છે જેનુ નામ ઑપરેશન ગંગા રાખવા મા આવ્યુ છે અને આ મિશન અંતર્ગત અત્યાર સુધી મા અનેક ભારતીય નાગરીઓ ને ભારત પરત લાવવા મા આવ્યા છે.
ત્યારે તાજેતર મા જ એક ફ્લાઈટ મા 200 જેટલા વિદ્યાર્થી ઓ ને યુક્રેન થી સ્વદેશ પરત લાવવામા આવ્યા છે. આ તમામ વિદ્યાર્થી ઓને એર ઇન્ડિયાની ફ્લાઈટ દ્વારા પાછા લાવવામા આવ્યા હતા. ત્યારે ફ્લાઈટ ની ટીમે પોતાના જીવ ને જોખમા મુકી ને આ સાહસ કર્યુ હતુ ત્યારે પાઈલોટ મા એક પાઈલોટ આપણા ગુજરાતના નાના એવા ગામનો યુવાન પણ હતો જેનુ નામ પંકિત દોશી છે.
પંકિત દોશીની જો વાત કરવામા આવે તો તેમનુ મુળ વતન અમરેલી નુ બગસરા છે અને તેના દાદાની પહેલા થી જ ઈચ્છા હતી કે પૌત્ર પાઈલોટ બને જ્યારે પંકિત ધોરણ 12 નો અભ્યાસ કરી અઢાર વર્ષની ઉંમરે પાયલોટ બનવા તેની ટ્રેનિંગ માટે અમેરીકા ગયેલો અને આઠ વર્ષની સખત પરિશ્રમ પછી 2016માં એર ઇન્ડિયા ઇન્ટરનેશનલ ફ્લાઇટમાં સહ પાઇલટ તરીકે દાખલ થઈ પાયલોટ તરીકેની સેવા આપી રહ્યા છે
હાલ આ પરીવાર મુંબઈ મા સ્થાયી થયેલા પરીવાર ગર્વ ની લાગણી મહેસુસ કરી રહયો છે અને માતા મીના બહેન પોતાના લાડકા દિકરા સાસસ થી ઘણા ખુશ છે. જયારે ગુજરાતી ઓ માટે પણ આ ગર્વ લેવા જેવી બાબત છે અને હાલ પંકિત ના સાહસ ની લોકો દોશી પરીવાર ને અંભીનદન આપી રહ્યા છે.