Gujarat

રાજકોટમા પ્રેમીએ 17 વર્ષની પ્રેમીકા ને હોટેલ રુમ મા બોલવી ધ્રુજાવી દે તેવું મોત આપ્યુ ! માતા પિતા નુ હૈતાફાટ રુદન…

આપણે સૌ કોઈ જાણીએ છે કે, હજુ તો ગ્રીષ્માને ન્યાય મળ્યો નથી, ત્યારે હાલમાં જ રાજકોટ શહેરમાં પણ પ્રેમના લીધે માત્ર 17 વર્ષની યુવતી એ પોતાનો જીવ ગુમાવવો પડ્યો. કહેવાય છે ને કે, પ્રેમમાં પાગલ લોકો બધું જ ભૂલી જાય છે અને ન કરવાનું કરે છે. હાલમાં જ રાજકોટ શહેરમા પ્રેમીએ 17 વર્ષની પ્રેમીકા ને હોટેલ રુમ મા બોલવી ધ્રુજાવી દે તેવું મોત આપ્યુ ! માતા પિતા નુ હૈયાફાટ રીદન તમારી આંખોમાં આંસુઓ લાવી દેશે.

આ ઘટના વિશે અમે આપને વધુ માહિતી આપીએ તો.રાજકોટના કરણપરામાં આવેલી નોવા હોટલમાં ગઇકાલે રાતે પ્રેમિકાની હત્યા કરી પ્રેમીએ એસિડ પી લેતા સૌ કોઇ ચોંકી ગયા હતા. ઘટનાની જાણ થતાં જ સ્થળ પર પોલીસે દોડી જઈ સગીરાના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડી યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં સગીરા જામનગરની અને યુવાન કચ્છનો હોવાનું ખૂલ્યું છે.

સૌથી મહત્વની વાત એ છે કે, યુવાને પ્લાસ્ટિકની લોકર પટ્ટીથી ગળેટૂંપો દઇ સગીરાને મોતને ઘાટ ઉતારી.જામનગરની સગીરા અને કચ્છનો યુવાન જેમિસ ધનરાજભાઈ દેવાયતા બંને વચ્ચે પ્રેમસંબંધ હોવાનું જાણવા મળ્યું છે. જેમિસે સગીરાના ગળે પ્લાસ્ટિકની લોકર પટ્ટીથી ગળેટૂંપો આપી હત્યા કર્યાનું પ્રાથમિક તારણ છે. સગીરાના પિતાની ફરિયાદ પરથી જેમીસ વિરૂદ્ધ 302 હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

જેમિસે યુવતીના પિતાને કહ્યું હતું કે મેં યાર8 દીકરીની હત્યા કરી નાખી અને હું પણ આપઘાત કરું છું. હાલમાં જેમિસને ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયો છે. સગીરાએ પણ પોતાની માતાને ફોન કરી મદદ માગી હતી, પરંતુ માતા-પિતા જામનગરથી રાજકોટ પહોંચે એ પહેલાં જેમિસે તેની હત્યા કરી નાખી હતી. હોટલના બાથરૂમમાં લોહીનાં નિશાન અને એક જીન્સનું પેન્ટ મળી આવ્યું છે તેમજ જેમિસ એસિડ પ્લાસ્ટિકની કોથળીમાં લાવ્યો હોવાનું જાણવા મળી આવ્યું છે. પોલીસ આ અંગે પણ વધુ તપાસ હાથ ધરી છે. આધારકાર્ડમાં યુવતીનું જન્મ વર્ષ બદલવામાં આવ્યું હતું.

ગઈકાલે સવારે 9 વાગ્યે હોટલમાં પ્રવેશ બાદ 10થી 11 વાગ્યાની આસપાસ હત્યા નીપજાવી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. પેકેજીંગ ટેપની મદદથી હત્યા નીપજાવવામાં આવી હોવાનું સામે આવ્યું છે. આરોપી બ્લેડ અને પેકેજીંગ ટેપ સાથે લાવ્યો હતો. સગીરાની હત્યા બાદ સાંજ સુધી એકલો રહ્યો અને તેનો મિત્ર એસિડ અને પાણીની બોટલ આપી ગયો હતો. એસિડ અને બોટલ દેવા આવેલા શખસની પોલીસે અટકાયત કરી પૂછપરછ હાથ ધરી છે. આરોપી પ્રેમીની હાલત ગંભીર હોવાનું પણ સામે આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!