સૌરાષ્ટ્રનો આ પટેલ યુવાન યુક્રેન- પોલેન્ડ ની બોર્ડર પર ફસાયેલા લોકો ની આવી રીતે કરી રહ્યો છે મદદ ! અત્યાર સુધી મા અનેક ગુજરાતી ને..
આપણે સૌ જાણીએ છે કે, હાલમાં યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. આ સમયગાળામાં દરમિયાન અનેક લોકો સદકાર્ય કરી રહ્યા છે. ત્યાં અટવાયેલ ભારતીય લોકોની મદદ માટે અનેક વ્યક્તિઓ એ સેવા કાર્ય શરૂ કર્યા છે. કહેવાય છે ને કે, માનવતા એજ સાચો ધર્મ છે. જીવમમાં ક્યારેય પણ માનવતાને નેવે ન મુકવી જોઈએ. હાલમાં આજે અમે આપને એક એવા યુવાન ની વાત કરીશું જેને નાની ઉંમરે પણ એવું કાર્ય કરી રહ્યો છે, જે ખરેખર સરહાનીય છે.
હાલમાં જ્યારે ખૂબ જ કઠિન પરિસ્થિતિ સર્જાયેલ છે, ત્યારે એવા સમયગાળમાં બોટાદ જિલ્લા નાં ચકમપર ગામ નાં તેજસભાઈ મુકેશભાઈ સોનાણી ૨૦૧૮ માં પોલેન્ડ અભ્યાસ અર્થે ગયા હતા. ત્યાર બાદ તેના મામા ના સહયોગ થી પોલેન્ડ માં બિઝનેસ ચાલુ કરી સ્થાયી થયા. યુદ્ધ ની સ્થિતિ અનુસાર ભારત સરકાર ની માર્ગદર્શિકા મુજબ યુક્રેન થી આવતા વિદ્યાર્થીઓ ને પોલેન્ડ બોર્ડર ક્રોસ કરવાની સંભાવના હતી.
તેજસ સોનાણી યુક્રેન પોલેન્ડ બોર્ડર પર પહોંચી ગયા હતા અને ત્યાં અગાઉ થી જ યુક્રેન થી ખાલસા એડ્સ નામની સંસ્થા કામગીરી કરી રહી હતી. તેની સાથે તેઓ જોડાઈ ગયા અને સંકલનની કામગીરી કરીને અત્યાર સુધી 380 કરતા વધુ ગુજરાતી વિદ્યાર્થીઓ સહિત કુલ 1450 થી વધુ ભારતીય વિદ્યાર્થીઓને રાહત કેમ્પ મારફતે ભારત તરફ રવાના કરી ચૂક્યા છે.
આ સંસ્થા દ્વારા એક વિદ્યાર્થી પાછળ અંદાજે 500 જોટી (પોલેન્ડ ની કરન્સી ) નો ખર્ચ કરવામાં આવી રહ્યો છે.વિકટ સ્થિતિ વચ્ચે કેમ્પમાં તેજસ ખૂબ મોટી જવાબદારી નિભાવીને ભારતીય વિદ્યાર્થીઓનું સંકલન કરી રહ્યા છે આ સંસ્થા દ્વારા થતી મદદ વિદ્યાર્થીઓ સુધી સરળતાથી પહોંચાડી. તેઓના રાહત કાર્યમાં તેજસ સંકલનની જવાબદારી નિભાવે છે. જેને કારણે અનેક વિદ્યાર્થીઓ યુક્રેન થી પોલેન્ડ સુધી પહોંચી શક્યા છે.
તેજસ બાળપણથી બીએપીએસ સંસ્થા સાથે જોડાયેલા હતા અને બાળ પ્રવૃત્તિ માં સંચાલક પણ રહી ચૂક્યા છે. જેના કારણે તેમનામાં મેનેજમેન્ટ ના ગુણ પહેલેથી જ હતા જેનો લાભ શરણાર્થી વિદ્યાર્થી લઈ શક્યા. તેમના પિતા સુરતમાં એમ્બ્રોડરી જોબ વર્ક આપ લે કરવાનું કામ કરે છે.
