ગુજરાતના આ ગામમા સૌથી વૃધ્ધ મહીલા સરપંચ છે ! 95 વર્ષ ની ઉમરે યુવાનો ને પણ શરમાવે તેવૉ જુસ્સો…
આજે વિશ્વ મહિલા દિવસે ત્યારે આપણે સૌ જાણીએ છીએ કે આજના સમયમાં દરેક મહિલા પુરૂષોની સમોવડી બનીને ઉભી છે ત્યારે આજે એ વિશેષ મહિલા વિશે આપણે વાત કરીશું જેના વિશે જાણીને તમને પણ નવાઈ લાગશે આજે મહિલાની વાત કરવાના છીએ તેમનું નામ ગોમતી બેન ચાવડા છે અને તેઓ 95 વર્ષે એક સારા સરપંચ ની ભૂમિકા નિભાવી રહ્યા છે તેઓ ગુજરાતના એક નાના એવા ગામડા ના સરપંચ છે આવો જાણીએ ગોમતીબેન ચાવડા વિશે.
ગોમતીબેન ચાવડા ગુજરાતના સૌથી વધુ ઉંમરવાળા સરપંચ છે. જેમની ઉંમર 95 વર્ષ છે આમ છતાં તેઓ તેઓ લાકડીના ટેકે ગામની દરેક સમસ્યાઓ સમાધાન લાવવાનો પ્રયાસ કરે છે અને અને દરરોજ ગ્રામ પંચાયતની ઓફિસે આવે છે આ ઉપરાંત તેઓ ગામની દરેક શેરીઓ રોડ રસ્તા ગટર વગેરે સુવિધાઓ નું ખાસ ધ્યાન આપે છે અને તેને વધુ સારી બનાવવા માટે હમેશા પ્રયત્નશીલ રહે છે.
ગોમતીબેન 95 વર્ષની ઉંમરે પણ યુવાનોને શરમાવે તેવું જુસો ધરાવે છે અને લાકડીના ટેકે ટેકે ગામમાં કોઈ પણ જરૂર કે કામ પડે તો ખડે પગે ઉભા રહે છે આપણે જે ગામની વાત કરીએ છીએ તે ગામનું નામ ધાંગધ્રાથી આવેલા 18 કિલોમીટરના અંતરે પીપળા ગામ છે ત્યાંના સરપંચ ગોમતીબેન સરપંચ બન્યા તેને હજુ બે મહિના થયા છે ત્યારે તેઓ આ ગામની અનેક સમસ્યાઓને જાણી લીધી છે જેમાં રોડ રસ્તા માટે તેઓ વિશેષ ધ્યાન આપી રહ્યા છે.
આ બાબત તને લઈને ગોમતી બેન ચાવડા ગામના યુવા તલાટી મંત્રી સાથે પણ અવારનવાર મીટીંગો યોજીને ગામની સમસ્યાઓનું નિરાકરણ લાવવાનો પ્રયાસ કરે છે. જયારે ગામ ના લોકો ને પણ આશા છે કે ગોમતીબેન ગામ નો સીરત બદલી નાખશે અને ગામ નો વિકાસ કરશે. આ ઉપરાંત ગોમતીબેન પોતાના ઘરની પણ જવાબદારી સારી રીતે નિભાવી રહ્યા છે અને પોતાની વાડીમાં પણ ૯૫ વર્ષની ઉંમરે કામ કરવાની ક્ષમતા ધરાવે છે.
