કચ્છના પાબીબેન રબારી જેમણે કચ્છ ની કળા ને દેશ વિદેશ પહોંચાડી અને કોન બનેગા કરોડપતિ મા..
મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે જીવનમાં દરેક વ્યક્તિને સફળ થવું હોઈ અને આગળ વધવું હોઈ છે પરંતુ મોટાભાગના લોકો જીવનમાં સફળતા મેળવવા માટે અન્ય વ્યક્તિ પર નિર્ભર રહે છે. અને ભાગ્યના ભરોષેબેઠા રહે છે જે એકદમ ખોટી વાત છે. જીવનમાં સફળતા મેળવવા માટે મહેનત કરવી જરૂરી છે આપણે અહી જે વ્યક્તિ વિશે વાત કરવના છીએ તેમની પાસથી આપણને આજ શીખ મળે છે કે જીવનમાં આગળ વધવા કે સફળતા મેળવવા માટે પ્રદેશ, ભણતર, જગ્યા, તમામ વસ્તુઓ ગૌણ છે ફક્ત મહેનત જ મુખ્ય બાબત જે જેના કારણે વ્યક્તિ સફળતા ના ઉચા શિખરો પણ સર કરી શકે છે.


આપણે સૌ જાણીએ છીએ કે હાલમાં લોકો સારું ભણીને જીવન સારી રીતે જીવવા માટે ફક્ત નોકરીના શહરે બેઠા રહે છે પરંતુ આ આપણે સૌ જાણીએ છીએ કે નોકરી મળવવા માટે નોકરી આપવા વાળા હોવા જરૂરી છે. હાલમાં નોકરી નું સર્જન ઘણું મુશ્કેલ છે તેવામાં લોકો પોતાના વ્યવસાય ખોલવા માટે પ્રયત્ન કરતા હોઈ છે પરંતુ લોકોને લાગે છે. આ માટે ઘણું જ ઉચું ભણતર કે ધંધામાં મહારથ હોવી જોઈએ તો જ ધંધો શરુ કરી શકાય પરંતુ આપણને મળતું પુસ્તક્યુંજ્ઞાન ગૌણ બાબત છે. સાચી મહેનત તો આપણેજ કરવાની રહે છે.


આપણે અહી જે મહિલા વિશે વાત કરવાની છે તેમણે ઓછુ ભણતર અને ગરીબીનો સામનો કરીને પણ હાલમાં જે સ્થળે છે ત્યાં લોકો ને પહોચવા માટે વિચાર પણ ન આવે પરંતુ આ મહિલાએ પોતાની મેહનત થી ઘણી સફળતા મેળવી છે. આપણે અહી ભુદ્રઈ ગામના રહેવાસી પાબીબેન રબારી વિશે વાત કરવાની છે. કે જેમણે ભારતીય અને ગુજરતી કળા અને હસ્ત કળાનેફરી જીવન આપ્યું છે અને તેની માંગ દેશ વિદેશ સુધી પહોચાડી છે. તો ચાલો આપણે આ બાબત અંગે વધુ માહિતી મેળવીએ.


જણાવી દઈએ કે પાબીબેને કચ્છની ભરત કામની કળાને આખા વિશ્વમાં ઘણી લોક પ્રિય બનાવી છે અને આ સાથે રોજગારીનું પણ સર્જન કરે છે, ભરતકામ માં કુશળ એવા પાબીબેને ગામની મહિલા સાથે કચ્છ ની આ કળાને આખા વિશ્વમાં લઇ જવાનું કામ કર્યું છે. હાલમાં પાબીબેન સાચા અર્થમાં એન્ટોર પ્રેનીયોર છે. જો વાત પાબીબેન ના શરૂઆત ના જીવન અંગે કરીએ તો તેમણે શરૂઆત માં ઘણો સંઘર્ષ કર્યો હતો. બાળપણમાં પિતાના નિધન બાદ માતા સાથે મજુરી કરી પરિવારનું ભરણ પોષણ કર્યું એક સમય તો એવો આવ્યો કે ચોથા ધોરણમાં ભણતા પાબીબેન ને પોતાનો અભ્યાસ પણ છોડવો પડ્યો.


જો કે પાબીબેન બાળપણથી જ ભરતકામ શીખતા હતા જેના કારણે આ કાર્યમાં તેઓ નિપુણ બની ગયા. અને રોજ મજુરી કામ કર્યા પછી અન્ય સંસ્થાઓ માટે ઓછા પૈસે ભરતકામ શીખવતા હતા. જેને લઈને તેમના પતિએ એક વખત તેમને અન્ય માટે કામ કરવાને બદલે પોતાના ગામની બહેનો સાથે પોતાનું કઈંક કરવાની સલાહ આપી હતી. જેના પર પાબીબેન પણ વિચારતા હતા.

જોકે જણાવી દઈએ કે રબારી સમાજમાં લગ્ન બાદ રીટર્ન ગીફ્ટ આપવાની પ્રથા છે. તેવામાં એક દિવસ પાબીબેન ઘરે પણ અમુક સાસરિય પક્ષના ફોરેનર મહેમાનો આવ્યા હતા, જેમણે રીટર્ન ગીફ્ટ આપવા પાબીબેન પાસે કઈ ન હતું માટે તેમણે પોતાની દહેજની થેલી આપી જે તે ફોરેનર મહેમાનને ઘણી પસંદ પડી જે વાત તેમણે પાબીબેન ને જણાવી અને પાબીબેન પોતાનો વ્યવસાય શરુ કરવાનું વિચાર્યું. અને પોતાના ઘરેણા ગીરવે મૂકી ધંધો શરુ કર્યો.

જેમાં તેમણે ભરતકામ આવડતું હતું અને તેમણે આ બેગ બનાવવાની શરુ કર્યું જયારે નજીકના વ્યક્તિ પાસે ધંધાને લગતી અમુક બાબતો અને માર્કેટિંગ ની મદદ મેળવી. તેમની બેગ “ પાબી બેગ “ તરીકે ઓળખાય છે જેને લોકો અને અનેક કલાકારો પણ ઉપયોગ કરે છે. આ બેગ બનાવવા તેમણે કંપની બનાવી અને વર્ષ ૨૦૧૫ માં pabiben.com શરુ કર્યું હાલમાં તેઓ ઓનલાઈન અને અમુક એક્ઝીવીસન દ્વારા પોતાનો સમાન વેચે છે. આ માટે વર્ષના ૪ મહિના વેચાણ કરે છે ૮ મહિના વસ્તુઓ બનાવવાનું કામ કરે છે.

જણાવી દઈએ કે પાબીબેન તેમના કામને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા રાષ્ટ્રીય એવોર્ડ પણ મળ્યો છે ઉપરાંત વર્ષ ૨૦૧૬ માં જાનકી દેવી બજાજ એવોર્ડ રૂરલ એન્ટર પ્રેનીયાર તરીકે મળ્યો. હાલમાં તેમની કંપની ૨૫ લાખ કરતા પણ વધુનો ટનઓવર ધરાવે છે. હાલમાં જ પાબીબેન અને પરેશ રાવલ કોનબનેગા કરોડ પતિ ના સેટ પર જોવા મળ્યા હતા અને ત્યાં ૨૫ લાખની રકમ પણ જીતી હતી આમ પાબીબેન પોતાના સમાજમાં રોજગારી આપવાની સાથો સાથ ભારતીય કળાને આગળ લઇ જવાનું પણ કામ કરે છે.
