Gujarat

દીકરાએ પોતાના પિતાને કુહાડીના ઘા મારીને મોતને ઘાટ ઉતર્યા! કારણ જાણીને ચોંકી જશો…

આપણે સૌ કોઈ જાણીએ છે કે, હાલમાં જ પુત્રે પોતાના પિતા સાથે મળીને પોતાની સગી જનેતાને મોતને ઘાટ ઉતારી દીધી હતી. ત્યારે હાલમાં જ ફરી એકવાર આવી દુઃખ ઘટના બની છે. આ ઘટના વિશે તમે જાણીને તમે પણ ચોંકી જશો કારણ કે, એક પુત્ર એ સાવ નજીવી બાબતમાં પોતાના પિતાને કુહાડીના ઘા મારીને મોતને ઘાટ ઉતારી દીધા. આ ઘટના ખૂબ જ ચોંકાવનારી છે. ત્યારે ખરેખર આ કોઈ સામાન્ય વાત ન કહેવાય. ચાલો અમેં આપને આ ઘટના વિશે વધુ વિગતવાર જણાવીએ.

હાલમાં જ મીડિયા દ્વારા મળેલ અહેવાલો મુજબ જાણવા મળ્યું હતું કે, ઇડરનાં વડાલીમાં ઘર કંકાસમાં જ સગા પુત્રએ પિતાને કુહાડીનાં ઘા જીંકી હત્યા કરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગયો છે સાબરકાંઠા જીલ્લાનાં વડાલીનાં ગાયત્રીનગર વિસ્તારમાં આ ઘટના બની છે. જ્યા 70 વર્ષીય આધેડને કુહાડીનાં ઘા ઝીંકી દેતા પિતા ગંભીર રીતે ઘાયલ થયા હતા અને તાત્કાલીક સારવાર અર્થે વડાલી સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યા તેમને મ્રુત જાહેર કરાયા હતા.

આ ઘટના વિશે વધુ જાણીએ તો વડાલીનાં ગાયત્રીનગરમાં રહેતા નાનજીભાઈ વાલજીભાઈ પટેલ બપોરે ઘરે હતા  ત્યારે બપોરનાં સુમારે તેમના પુત્ર પ્રભુદાસભાઈએ તેમના પર અચાનક કુહાડી લઈને હુમલો કરતા નાનજીભાઈને માંથા, જબડું અને ગરદનપર થયેલ ઘાથી તેમનું મોત થયું હતું. હત્યારો પુત્ર હત્યા કર્યા બાદ ફરાર થઈ ગયો હતો.પરંતુ મોડી સાંજે ઘરે પરત ફરતા જ પોલીસે આરોપી પુત્રની અટકાયત કરી દીધી હતી.

મળતી માહિતી અનુસાર લાંબા સમયથી ઘરમાં કંકાસ ચાલી રહ્યો હતો અને હત્યારા પુત્રે તેના પિતાને ચાર દિવસ અગાઉ પણ લાકડીઓથી ઢોર માર માર્યો હતો. અને રવિવારે કુહાડીના ઘા ઝીંકી હત્યા કરી દીધી હતી.પ્રાથમિક તપાસ મુજબ પુત્ર અસ્થિર મગજનો છે અને તે છુટક મજુરી કરતો હતો પરંતુ અસ્થિર મગજ હોવાથી વારંવાર ઘર કંકાસ પણ સર્જાતો હતો. આ ઘટના ખૂબ જ કરુણદાયક સમાન છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!