હાર્દિક પટેલે ખોડલધામના ચેરમેન નરેશ પટેલને રાજકારણ મા જોડાવા અપીલ કરી એક પત્ર લખ્યો ! જુવો શુ લખ્યુ છે..??
ગુજરાત મા વિધાનસભા ની ચુંટણી આવી રહી છે એ પહેલા જ કયાંયક ને કયાંક રાજકીય હિલચલ જોવા મળી રહી છે ત્યારે આજે હાર્દિક પટેલે એક ખુલ્લો પત્ર લખી ને પાટીદાર સમાજ ના અગ્રણી ખોડલધામના ચેરમેન નરેશ પટેલને એક ખુલ્લો પત્ર લખ્યો હતો અને રાજનીતિ મા જોડાવા આમંત્રણ આપ્યુ હતુ આ ઉપરાંત પત્રકાર પરિષદ સંબોધી છે.જેમા તા 23 માર્ચ પહેલા પાટીદાર પર થયેલા પોલીસ કેસ પાછા ખેંચવામાં નહીં આવે તો ફરીથી પાટીદાર આંદોલન થશે તેવી પણ ચિમકી ઉચ્ચારી હતી.
આ પત્ર મા હાર્દિક પટેલે લખ્યુ છે કે તમે જાણો છો કે ગુજરાતમાં છેલ્લા ૩૦ વર્ષથી એક જ પક્ષનું શાસન છે અને આ પક્ષની તાનાશાહી” પ્રવૃત્તિથી આપણું ગરવી ગુજરાત છેલ્લા કેટલાક વર્ષોમાં વિવિધ અન્યાયી પ્રથાઓ ભોગવી રહ્યું છે,” કારણ એ પણ છે કે સત્તાપક્ષ પૈસા અને સરકારી તંત્રના જોરે બેફામ બની ગઇ છે.
સરકારની તાનાશાહી”નો સૌથી વધુ ભોગ આપણા પાટીદાર સમાજના હજારો યુવાન બન્યા છે, પાટીદાર સમાજના હજારો પરિવાર ખેતી અને વ્યવસાયમાં અનેક સમસ્યાઓનો સામનો કરે છે”. તમે સારી’ રીતે જાણો છો કે કેવી રીતે આપણા ખેડૂતોની માંગણીઓ સંતોષવામાં આવી નથી”અને શાસક પક્ષના નેતાઓ દ્વારા તમામ સ્તરે આપણા વેપારીઓને કેવી રીતે હેરાન કરવામાં આવે છે.
આ અન્યાયી વાતાવરણમાં હું”તમને આગળ આવવા અ’ને સક્રિય રાજકીય જીવનમાં જોડાવા અપીલ કરું છું. ૨૦૧૫ થી મારા જેવા યુવાનો અન્યાય સામે જંગ લડવા “નીકળ્યા છે” તેવા યુવાનોને તમારું આ પગલું નવી આશા આપશે. આજ પણ હજારો પાટીદાર યુવાનો આંદોલન સમયના ખોટા કેસોથી પીડાય છે, પાટીદાર સમાજને અનુભવી નેતૃત્વની જરૂર છે.
હું તમને માત્ર વિશાળ અને મજબૂત પાટીદાર સમાજના યુવા સભ્ય તરીકે નહીં પણ ગુજરાત કોંગ્રેસના કાર્યકર તરીકે પણ લખી રહ્યો છું.” હું તમને વિનંતી કરું છું કે તમે કોઈપણ બાહ્ય પરિબળોને ભૂલી જાઓ અને પાટીદાર યુવાનો પર વિશ્વાસ રાખીને રાજ્યના હિત અને અસ્તિત્વની લડાઇના શ્રીગણેશ કરો.’
