Entertainment

કિંજલ દવે બાદ હવે ગીતાબેન રબારી પણ વિદેશ પ્રવાસે ચાલ્યા ! જુવો ખાસ તસવીરો

હાલમાં ગુજરાતી કલાકારો ઉનાળાની રજામાં ફરવા જઇ રહ્યા છે.હાલમાં જ કિંજલ દવે પોતાના ભાઈ અને થનાર પતિ સાથે દુબઈમાં પ્રવાસે ગઈ છે. તેમની સાથે લોકપ્રિય ગાયિકા ઉર્વશી રાદડિયા પણ સાથે છે. આ સિવાય હાલમાં જ પ્રભુતામાં પગલાં માળનાર અલ્પાબેન પટેલ એ પણ લગ્ન જીવનની શરૂઆત કર્યા પછી હનીમુન માટે અદમાન નિકોબાર આઇલેન્ડ ગયા છે. ત્યારે હાલમાં ફરી એકવાર લોકપ્રિય ગાયિકા ગીતા બેન રબારી પણ હવે વિદેશ પ્રવેશ જવા માટે રવાના થયા છે.

 

આપણે જાણીએ છે કે, પ્રોગામ માટે અને ફરવા માટે ગીતા રબારી અવારનવાર દેશ વિદેશમાં પહોંચે છે. ત્યારે હાલમાં જ તેમને સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને પોતાની યુએસ જવાની માહિતી પોતાના ચાહકો સાથે શેર કરી છે. ઇન્સ્ટાગામમાં તેમને દિલ્હી એરપોર્ટ ની તસ્વીર શેર કરી હતી અને ત્યારબાદ યુએસએ પોહચતાં જ તેમને બીજી એક પણ તસ્વીર શેર કરી હતી. ખરેખર ગીતા બેન રબારી પોતાના જીવનમાં ખૂબ જ સફળતા મેળવી છે. પોતાની આગવી શૈલી દ્વારા આજે સંગીતની દુનિયામાં નામના મેળવીને પ્રખ્યાત થયેલ છે.

એક નાના એવા ગામમાં થી આવેલ ગીતા રબારીએ પોતાના સુરીલા કંઠે ગીતો ગાઈને આજે માત્ર ગુજરાતીઓ જ નહીં પણ દેશ વિદેશોમાં પોતાની નામનાં મેળવી છે. હાલમાં તો ગીતાબેન રબારી અમદબાવાદમાં યોજાયેલ શ્રી સ્વામિનારાયણ મંદિર કાલપુરનાં 200 વર્ષ પૂર્ણ થતાં પર્વ મોહત્સવ યોજાયેલ હતો. ત્યારે આ પ્રસંગે તેમની ભજન્ન અને ભક્તિની રમઝટ બોલાવેલ હતી. આ કાર્યક્રમ પૂર્ણ થતાં જ તેઓ હવે યુએસએ જવા માટે નીકળી પડ્યા છે.

અત્યાર સુધી મોટેભાગે તેઓ જાહેર કાર્યક્રમમાં પોતાનો પારંપરિક વેશ જ ધારણ કરે છે જે કચ્છની ભાતીગળ સંસ્કૃતિ છે. મોટેભાગે તે પોતાના અંગત જીવનમાં મોર્ડન કપડાઓ પણ પહેરે છે અને ઘરમાં તો તેઓ એકદમ સરળ અને સાદગી પૂર્ણ રીતે રહે છે. હાલમાં તેમની આ સફરમાં તેઓ પેન્ટટોપમાં અતિ સુંદર લાગી રહ્યા છે. ખરેખર આ ગીતા બેનની આ સુંદરતા જોઈને સૌ કોઈ ચોંકી ગયા છે. હજુ તો તેમની ટ્રીપ ની શરૂઆત થઈ છે, ત્યારે આવા તો તે અનેક ફોટોઝ અપલોડ કરતા રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!