ઘરમા બીજી દિકરી નો જન્મ થતા પિતાએ એવી રીતે ઉજવણી કરી કે આખુ ગામ જોતું રહી ગયુ.
મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે આ પૃથ્વી પર સ્ત્રી અને પુરુષ બંને રહે છે. પ્રુથ્વી પર જેટલો હક પુરુષોનો છે તેના કરતા વધુ હક મહિલાનો છે કારણકે મહિલા નવા જીવનના સર્જનમાં મહત્વની ભૂમિકા ભજવે છે. જો કે એક સમય હતો જયારે મહિલાને લોકો બહુ માન આપતા નહતા અને તેને પુરુષની સરખામણીએ ઉતરતી કક્ષાની માનવામાં આવતી હતી. ઉપરાંત લોકો દીકારના જન્મ માટે ઝંખતા અને દિકરીના જન્મથી દુખી થતા હતા.
અમુક લોકો દીકરીઓ ને ભાર માનતા હતા. જો કે હવે સમય બદલાયો છે અને લોકોની માનશીકતા પણ બદલાઈ છે. તેવામાં ધીરે ધીરે મહિલાનું સન્માન અને સ્થાન વધી રહ્યું છે જેની પાછળ મહિલાએ કરેલ મહેનત જ છે આપણે સૌ જાણીએ છીએ કે હાલના સમયમાં અનેક એવા ક્ષેત્રો છે કે જ્યાં મહિલાઓ પુરુષો કરતા આગળ છે અને પોતાની આગવી આવડત અને મહેનતથી આજે મહિલા દરેક ક્ષેત્રમાં પુરુષોની બરાબર ઉભી થઇ છે.

તેવામાં છેલ્લા અમુક સમયથી જે બનાવો સામે આવ્યા છે તેને જાણીને આનંદ થશે અને સમાજને નવી દિશા મળશે. આપણે અહી એક પરિવાર વિશે વાત કરવાની છે કે જેમણે બીજી દિકરીના જન્મની જે રીતે ઉજવણી કરી તેના કારણે લોકો જોતા રહી ગયા. તો ચાલો આપણે આ ઘટના અંગે વધુ માહિતી મેળવીએ. આ જણાવી દઈએ કે આ ઘટના બિહાર ના બેતિયા ના મૈનાટાના ચપરીયા ગામનો છે. જેણેસમાજને નવી દિશા આપી છે.

જણાવી દઈએ કે અહી એક પરિવારમાં બીજી દિકરી નો જન્મ થયો જે બાદ દિકરીના જન્મથી પરિવારમાં ખુશિનો માહોલ જોવા મળ્યો. બાળકીના પિતા શેષનાથ કુમાર દ્બારા દીકરીને ઘરે લાવવા માટે ઘણી ખાસ વ્યવસ્થા કરવામાં આવી. દીકરીને હોસ્પિટલ થી ઘરે લાવવા માટે પિતાએ એક ગાડી બંધાવી અને તેને ફૂલો તથા ફૂગાઓ થી ભવ્ય રીતે સણગારી જે બાદ આ બાળકીને વાજતે ગાજતે હોસ્પિટલ થી ઘરે લાવવામાં આવી આ સમયે પરિવારની ખુશીઓ જોવા મળતી હતી.

દિકરીના જન્મ અને તેને ઘરે લાવવાને લઈને શેષનાથ કુમાર સાથે વાત કરવામાં આવી ત્યારે તેમણે જણાવ્યું કે “ મારા ઘરમાં ઝાંસીની રાણીલક્ષ્મી બાઈજેવી દિકરી નો જન્મ થયો છે તેના માટે ગાડીને સણગારી ને પુત્રીને ઘરે લાવવાની છે. લોકોને દિકરી પ્રત્યે પોતાનો દ્રષ્ટિ કોણ બદલવો જોઈએ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ બેટી બચાવ બેટી પઢાવ નો નારો આપ્યો છે. લોકોએ પુત્રીઓનું સન્માન કરવું જોઈએ. અને તેને ભણાવી ને હોશિયાર કરી પગભર બનાવવી જોઈએ.
