Gujarat

કષ્ટભંજનદેવમાં દર્શન કરવા પધાર્યા બૉલીવુડનાં પ્રખ્યાત અભિનેતા!સંતો દ્વારા આપવામાં આવી આ ખાસ ભેટ…

પળભરમાં ભવ ભવનાં દુઃખો મટી જાય એ છે કષ્ટભજન દેવનું સાનિધ્ય સાંળગપુર. આપણે જાણીએ છે કે, બોટાદ નજીક આવેલું આસ્થાનું કેન્દ્ર સમાન આ મંદિરમાં રોજ લાખો ભાવિ ભક્તો દર્શનાર્થે આવે છે. તેમજ આ સિવાય અનેક જાણીતા કાલકારો અને નેતાઓ તેમજ ઉદ્યોગપતિઓ ને બિઝનેસમેન પણ ભગવાનને ચરણે દર્શન કરવા આવે છે. ત્યારે હાલમાં જ મંદિરના બોલીવુડનાં પ્રખ્યાત અભિનેતા આવેલા. ચાલો ત્યારે અમે આપને સંપૂર્ણ માહિતી આપીએ કે કયા અભિનેતા સાંળગપુર ધામના મહેમાન બન્યા હતા.

હનુમાનજીના દર્શન કરવા માટે ગુજરાત સહિત દેશમાંથી વિવિધ જગ્યાઓથી કષ્ટભંજનદેવ સારંગપુર વાળા હનુમાન દાદાના દર્શન કરવા માટે લોકો આવતા હોય છે. ત્યારે હાલમાં જ વાત કરીએ તો, હજુ થોડા સમય પહેલા બોલીવુડ ફિલ્મ ના ખૂબ જ મોટા અભિનેતા તેમજ ડાયરેક્ટર, એમાં સ્ક્રીન રાઇટર અને પ્રોડ્યુસર એવા શ્રી મહેશ માંજરેકર વિશ્વ વિખ્યાત શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર સાળંગપુર ગામ દાદાના દર્શન કરવા માટે પધાર્યા હતા. તમને જણાવી દઈએ કે તેમના ફોટા સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે.

મહેશ માંજરેકર તેમની પત્ની સાથે હતા અને તેમજ પહેલા તેમણે દર્શન કર્યા અને દર્શન કર્યા પછી, તેઓ સારંગપુર મંદિર ના સંતો ની સાથે વાર્તા લાપ કરી.મહેશ માંજરેકર એ પરમ પૂજ્ય શ્રી હરિપ્રકાશદાસજી સ્વામી તેમજ, કોઠારી શ્રી વિવેક સાગર દાસ સ્વામી ના આશીર્વાદ લીધા હતા.તેમજ સારંગપુર મંદિર ના સંતો દ્વારા મહેશ માંજરેકર ને કષ્ટભંજન દેવ હનુમાનજીની પ્રતિમા સ્મૃતિરૂપે પણ આપવામાં આવી હતી.તેમજ અનેક મીડિયાઓ દ્વારા મહેમહેશ માંજરેકરજીનું ઇન્ટરવ્યૂ પણ લેવમાં આવેલ.


મહેમમહેશ વિશે જાણીએ તો તેમનો નો જન્મ 13 મે ૧૯૫૩ના રોજ મુંબઈ ની અંદર હતો.તેમજ મહેશ માંજરેકર મુંબઈ ની અંદર રહીને પોતે ભણ્યા હતા તેમાં જ, મહેશ માંજરેકર એ હિન્દી સિનેમામાં પણ ઘણી શાનદાર ફિલ્મો કરી હતી તેમાં તેણે મરાઠી ફિલ્મ થી પણ આખી દુનિયાની અંદર નામના મેળવી હતી.

મહેશ માંજરેકર એ ફિલ્મ જગતની અંદર ખુબજ મહેનત અને અટર્થ સંઘર્ષ કર્યો છે. મહેશ માંજરેકર ને ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો.ખરેખર કષ્ટભંજન દેવ સત્ય છે, અને આ જ પ્રતાપે લાખો શ્રધ્ધાળુઓ સાંળગપુર દાદાનાં ચરણે આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!