ગુજારાતી અખબાર
આજ ના સમય મા માનવાતા ને શરમાવે એવી ઘટના ઓ વારંવાર બને છે. ઘણી વખતે કોઈ ઘટના બનતી હોય ત્યારે લોકો વિડીઓ ઉતારવામાં માથી ઉચા નથી આવતા હોતા એવુ જ કાંઈક ગ્રીષ્મા વેકરીયા હત્યાકાંડ મા પણ બન્યુ હતુ ત્યારે સુરત મા ફરી એક એવી ઘટના બની છે જે જાણીને ખરખેર દુખ થાશે.
ઘટના અંગે જાણવા મળતી વિગતો અનુસાર સુરત ના લિંબાયતના ગણેશનગર-1 કંઠી મહારાજથી રામ મંદીર જવાના રસ્તા પર એક નવજાત બાળકી મળી આવી હતી. આ બાળકી ને જોઈ લોકો એ ફોટો અને વિડીઓ ઉતારવાનું ચાલુ કરી દીધું હતુ. અનેક લોકો હોવા છતા બાળકી મૃત છે કે જીવંત તે જોવાને બદલે લોકો વિડીઓ બનાવતા નજરે પડ્યા હતા ત્યારે એવા મા એક હોમગાર્ડ નુ ધ્યાન જતા તેવો એ પોલીસ ને જાણ કરી હતી.
આ ઘટના ની જાણ થતા પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી લિંબાયત પોલીસે જણાવ્યું હતું કે, બાળકીનો મૃતદેહ રોડ ડીવાઇડરની બાજુમાં કચરાના ઢગલામાં પેપરની અંદર વિટળાયેલી હાલતમાં મળી આવ્યો હતો. તપાસમાં એક તાજું જન્મેલુ ગર્ભનાળ સાથે જોડાયલું નવજાત બાળકને જોઈ એક સિક્યુરિટી ગાર્ડે પોલીસ કંટ્રોલને જાણ કરતા પોલીસને જાણ થઈ હતી. પી.સી.આર વાનના કાર્મચારીઓ ઘટના સ્થળે દોડી જઇ 108ની મદદથી નવજાત બાળકના મૃતદેહ ને સ્મીમેર લઈ ગયા હતા. આ નવજાત તાજું જન્મેલી બાળકીને જન્મ પહેલા કે જન્મ પછી કે જન્મ વખતે મુત્યુ થયું હોય કે પછી જન્મ બાદ પાપ છુપાવવા કે ગુપ્ત રીતે મૃતદેહનો નિકાલ કરવા સારુ આ કોઈ બાળકીના મૃતદેહને ત્યજી દેવાયું હોય એ તપાસનો વિષય છે. જે બાબતે પોલીસે તપાસ હાથ ધરી છે.
આ ઘટના અંગે સિક્યુરિટી ગાર્ડ મુકેશ સિંગ રણવીજય સિંગ રાજપૂત જણાવ્યું હતુ કે જયારે હુ મારી ડ્યુટી પુરી કરી ને ઘરે જઈ રહ્યો હતો ત્યારે લોકો નુ ટોળુ જોયુ હતુ અને લોકો નવજાત બાળકી ના ફોટા પાડી રહ્યા હતા ત્યારે ઘણુ દુખ થયુ અને આ બાબત ની જાણ પોલીસ ને કરી નુ હુ જતો રહ્યો હતો.
આ ઘટના ખરેખર માનવાતા ને શર્મસાર કરવાની છે જેમા કોઈ બાળકીને ત્યજી દીધી અને ઉપર થી લોકો એ આ ઘટના જોઈ પોલીસ કે 108 નો સંપર્ક કરવાને બદલે ફોટો અને વિડીઓ ઉતાર્યા.
