ઉતર પ્રદેશમાં ભાજપ અને સપા ની રાજનેતિક લડાઈમાં ગામના લોકો ઉતર્યા લગાવી એવી શરત જાણીને સૌ કોઈ ચોકી ગયા હાલમાં કેશ પોલીસ પાસે….
મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે આપણા દેશમાં લોક શાહી શાસન વ્યસ્થા છે અહી લોકો પોતાના સરપંચથી લઈને પોતાના પ્રધાનમંત્રી સુધી દરેક ની ચુંટી કાઢે છે. અને આ ચુટાયેલા લોકો જાહેર જનતા વતી દેશનો વહીવટ કરે છે. આપણે સૌ જાણીએ છીએ કે દેશમાં ચુંટણી ને એક પર્વની જેમ ઉજવવામાં આવે છે અને દેશના દરેક લોકો દેશ માટે તેમાં ઘણો સક્રિય રીતે ભાગ લે છે. આપણે સૌ જાણીએ છીએ કે દેશમાં લોકો પોતાની પસંદ ની સરકાર બનાવવા માટે પસંદ ના ઉમેદવાર ને વોટ આપે છે. અને તેમને ચુંટે છે.
જો કે ઘણી વખત પોતાની પસંદ પામેલી પાર્ટીના પ્રચાર માટે જાહેર જનતા પોતે પણ જોડાઈ જાય છે અને ઘણી વખત વિરોધી પક્ષના લોકો સાથે તેમની બોલા ચાલી ઘણી ઉગ્ર બની જાય છે. જેને લઈને અનેક વાતો આપણે અવાર નવાર સંભાળીએ છીએ. આપણે અહી એવાજ બનાવ વિશે વાત કરવાની છે કે જેમણે ચુંટણી ના આ માહોલ માં તમામ લોકો નું ધ્યાન પોતાની તરફ આકર્શ્યું છે તો ચાલો આપણે આ બાબત અંગે વધુ માહિતી મેળવીએ.

મળતી માહિતી અનુસાર આ ઘટના ઉતર પ્રદેશ ના બદાયુંના શેખપુર વિધાનસભા વિસ્તારની છે. આપણે સૌ જાણીએ છીએ કે હાલમાં જ દેશના ૫ રાજ્યોમાં ચુંટણી ના પરિણામો સામે આવ્યા છે. જે પૈકી ચાર રાજ્યોમાં ભાજપને ઘણી મોટી સફળતા મળી છે અને ભાજપે પોતાની સરકાર બનાવી છે. તેવામાં સૌથી વધુ ચર્ચામાં જો કોઈ રાજ્ય હોઈ તો ઉતર પ્રદેશ છે. કહેવાય છે કે ઉતર પ્રદેશમાં કોઈ પણ શાસક પક્ષ ફરી વખત પ્રદેશ માં સરકાર બનાવો શક્તિ નથી. પરંતુ આ વાત યોગી આદિત્યનાથે ખોટી સાબિત કરી છે અને પોતાની મહેનત અને સેવા વૃતિથી ફરી સરકાર બનાવવા જઈ રહ્યા છે.
જણાવી દઈએ કે ભાજપે ઉતર પ્રદેશમાં ૨૭૧ સીટ જીતીને ફરી વખત સરકાર બનાવવા જઈ રહ્યા છે. તેવામાં ઉતર પ્રદેશનો આ બનાવે લોકોનું ધ્યાન પોતાની તરફ ખેચ્યું છે. જણાવી દઈએ કે અહી શેર અલી અને વિજય શિહ નામના બે વ્યક્તિઓ રહે છે. જે પૈકી વિજય સિહ ભાજપ જયારે શેર અલી સપા ના સમર્થક છે. બંને ખેડૂતો છે. ચુંટણી પહેલા બંને સમર્થકો વચ્ચે તીવ્ર બોલા ચાલી થઇગઈ અને મામલો વધતા પંચાયત ને બોલાવવાની જરૂર પડી કે જ્યાં વિજય ભાઈ અને શેર અલીએ પોતાના સમર્થન વળી સરકાર આવવાનનો દાવો કર્યો.

જણાવી દઈએ કે વિજય ભાઈ નો દાવો હતો કે ઉતર પ્રદેશમાં ફરી ભાજપ સરકાર આવશે. જયારે શેર અલી એવું જણાવે છે કે સપા ની સરકાર આવશે. ત્યારે ગામના વડીલો દ્વારા તેમની વચ્ચે સમાધાન કરાવવામાં આવે છે. આ સમયે બંને ખેડૂતો એક બીજા સાથે પોતાની ચાર વિધા જમીનની શરત લગાવે છે. જે શરત એવી હતી કે જો ભાજપ ની સરકાર આવશે તો શેર અલી પોતાની ચાર વિધા જમીન એક વર્ષ માટે વિજય ભાઈને ખેતી માટે આપશે. અને જો સપા ની સરકાર આવશે તો વિજય ભાઈ શેર અલીને પોતાની ચાર વીઘા જમીન એક વર્ષ માટે આપશે.
જે બાદ બે પૈકી કોઈ પણ પક્ષ પોતાની વાત પરથી ફેરવાઈ ના જાય તે માટે વડીલોએ એક કાગળ પર અંગુઠા મરાવીને આ શરત ની લેખિત પુષ્ટી પણ કરાવી. આ શરત ના સાક્ષી આખા ગામના લોકો હતો. જો કે આપણે સૌ જાણીએ છીએ કે હવે તમામ રાજ્યો ની ચુંટણી ના પરિણામ આવી ચુક્યા છે. અને ઉતર પ્રદેશમાં ભારે જન સમર્થન સાથે ભાજપે પોતાની સરકાર બનાવી છે. જે બાદ હવે શેર અલી પોતાની જમીન આપવાની ના પડી રહ્યો છે. જોકે વિજય ભાઈ શેર અલી પર શરત પૂરી કરવા માટે દબાણ કરી રહ્યા છે. જો કે હાલમાં આ મામલો પોલીસ સ્ટેસન સુધી પહોચી ગયો છે.
