કોણ છે આ ખાસ બાળક જેને ખજુર ભાઈએ આટલા માન સન્માન થી જન્મ દિવસ ની શુભેચ્છા આપી…
આજ રોજ ખજૂર ભાઇ રાજપર ખાતે નાના એવા આર્યન ભગતને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવીને તેને સન્માન આદરભાવ સાથે વ્હાલથી આર્યન સાથે આનંદદાયક પળ વિતાવી, ત્યારે મનમાં વિચાર અવશ્ય આવે કે આખરે આ બાળક છે કોણ? અમે આપને આર્યન ભગત વિશે દરેક વાતો જણાવીશુ.સાંળગપુર એટલે કષ્ટભંજન દેવનું પરમ ધામ! આ ધામમાં તમે ગયા હશો ત્યાં અચૂકપણે નાના એવા આર્યન ભગતના દર્શન કરવાનો અને તેમની મધુરવાણીનું અચૂકપણે રસપાન કર્યું હશે. કહેવાય છે ને કે, બાળક એ ભગવાનનું રૂપ હોય છે પરંતુ આ બાળક ખૂબ જ દિવ્યતાની અનુભૂતિ કરાવે છે. મોટા મોટા સંતો અને મહાપુરુષો જે રીતે ભાવિ ભક્તોને સત્સંગની વાતો કરે છે એવી જ રીતે આ બાળક માત્ર 5 વર્ષની વયે એટલું સરસ બોલે છે કે, આપણે ભગવાનની ભક્તિમાં લીન થઈ જઈએ.

આ બાળક જાણે આ ભવમાં ભગવાનની સેવા કરવામાં જ વિતાવવા જ માટે માનવ દેહ ધારણ કર્યું છે. આપણે સૌ કોઈ જાણીએ છે કે, સંસારી જીવન એ ખૂબ જ કઠિન અને મોહ માયા થી ભરેલું છે. આપણે જો માનવરૂપી દેહ મળ્યો હોય તો આપણે ભગવાન સાથે પ્રીતિબાંધીને આપણી અંતર આત્માને ભગવાનની સાથે જોડી દેવું જોઈએ. આમ પણ આ બાળક મોટા ઉત્સવો સ્વામીજીની પડખે રહીને એવું સત્સંગ કરાવે છે અને ભજન કિર્તનો પણ ગાય છે. ત્યારે બસ આપણે તેને સાંભળતા જ રહીએ.

હવે તમને એવું લાગતું હશે કે, આખરે આ બાળક છે કોણ જે આટલી નાની ઉંમરે ભગવાનનાં હેત રાખીને પોતાનું જીવન ભગવાનની સેવામાં જ સમર્પિત કરી દીધું છે. આર્યન ભગત નો જન્મ ગઢડા તાલુકાનાં ગોટડા ગામમાં થયેલ છે અને તેમના પિતાનું નામ મહેન્દ્રભાઈ ધનજેરિયા છે. આર્યન ભગત હાલમાં તો તેમના માતા પિતા સાથે જ સાંસારિક જીવન પસાર કરીને ભગવાનની ભક્તિ કરી રહ્યો છે અને સાથો સાથ તે અભ્યાસ પણ કરી રહ્યો છે અને હાલમાં તે હાયર કેજીમાં અભ્યાસ કરી રહ્યો છે. આ ઉંમરે બાળકો જ્યારે પોતાનું બાળપણ મોજ મસ્તી અને રમતમાં વિતાવતા હોય ત્યારે આર્યન પોતાનું બાળપણ ભગવાની સેવામાં વિતાવી રહ્યો છે.

આર્યન ભગત લાલાજી સાથે જ રમેં છે અને સમય પસાર કરે છે. મોટેભાગે તે મંદિરોમાં જ રહે છે અને સ્વામીજી સાથે અનેક પવિત્ર સ્થાનો અને ઉત્સવ તેમજ સભામાં હાજરી આપીને દિવ્ય સત્સંગ કરાવે છે. આર્યન ભગતનાં ગુરુ શ્રી હરિપ્રકાશ સ્વામી સાથે બેસી ને તે દિવ્ય સંત્સંગ કરે છે અને આ તમામ વાતો અને કિર્તનો યાદ કરી ને લોકોને પણ સંભળાવે છે. આર્યન ભગતને અનેકવાર કહ્યું છે કે, મોટા થઈને તેને પણ સાધુ જ બની જવું છે અને ભગવાન ની સેવામાં પોતાનું જીવન પસાર કરવું છે.ખરેખર આ બાળકના સંસ્કાર ઉત્તમ છે જાણે માનાં ગર્ભમાં થી ભગવાન જોડે પ્રીતિ કરીને આવ્યો હોય. ખરેખે એવું જ છે આ બાળક ને માટે ને માત્ર ભગવાન જોડે જ હેત છે અને એજ તો વૌરાગ્ય જીવનનું ઉત્તમ પ્રતીક અને ખરું સુખ છે.
