પહેલા ક્યારે પણ નહી જોઈ રંગીલા રાજકોટ ના આ મહેલ ની અંદર ની આ ખાસ તસવીરો ! રાજકોટ ના આ મહેલ વિશે..
એક રાજકોટ કાઠીયાવાડની રાજધાની હતી.રાજકોટમાં રાજવી રિયાસત હતી અને આજ કારણે રાજકોટ આજે પણ ઇતિહાસની સફર વિશે જાણી શકશું. આજે અમે વાત કરીશું રાજકોટમા આવેલ ઐતિહાસિક પેલેસ વિશે.રાજકોટના પેલેસ રોડ પર ભવ્ય મહેલ જેવા પેલેસમાં રાજવી પરિવાર નિવાસ કરે છે. રાજાશાહી વખતનું રાચરચીલું, એ વખતની રહેણીકહેણી, આજે પણ જીવંત છે. પેલેસની સામે જ આશાપુરા માતાજીનું મંદિર આવેલું છે, આ મંદિર દાદાએ બંધાવ્યું છે. કહેવાય છે કે દાદાના રૂમની બારીમાંથી આજે પણ આશાપુરા મંદિરમાં રાખેલી માતાજીની મૂર્તિ દેખાય છે.

ખરેખર રાજવી વિરાસતનું આ ઉત્તમ પ્રતીક સમાન છે કહેવાય છે કે, વર્ષ 1608માં જામનગરના જાડેજા વંશના નાનાભાઇ ઠાકોર જામ વિભાજીએ રાજકોટની સ્થાપના કરી, 1720માં મહેરામણજી બીજાને માસૂમખાને હરાવી રાજકોટમાંથી માસૂમાબાદ નામ પાડ્યું અને 12 વર્ષ માસૂમ ખાને રાજ કર્યું. મહેરામણજીને સાત પુત્ર હતા.

રણમલજી પહેલાએ માસૂમખાનને મારી નાખી રાજ્ય પાછું મેળવ્યું અને એનું નામ પણ રાજકોટ પુનઃ સ્થાપિત કર્યું.1746માં રણમલજીના પુત્ર લાખાજી (પહેલા) રાજવી બન્યા, પરંતુ એ ધાર્મિકવૃત્તિના હોવાથી પોતાની હયાતીમાં જ તેમણે વહીવટ પુત્ર મહેરામણજી ત્રીજાને સોંપી દીધો.

રાજકોટના રાજા તરીકે રણમલજી બીજા ઇસ 1796માં બિરાજ્યા, જેમણે રાજગાદી સરધારથી રાજકોટ સ્થાપી. તેમના અવસાન પછી તેમના પુત્ર સુરાજી રાજકોટના રાજા બન્યા હતા. એ દરમિયાન રાજકોટમાં બ્રિટિશ શાસનની એજન્સી સ્થપાઇ હતી.સમય જતાં લાખાજીરાજ પછી ધર્મેન્દ્રસિંહ રાજકોટના રાજા બન્યા હતા. ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ એન્ડ લો કોલેજની સ્થાપના તેમના સમયમાં થઇ હતી. લાખાજીરાજ પુસ્તકાલયની શરુઆત તેમના સમયમાં થઇ અને તેમની પ્રતિમા પણ મુકાવી.

રાજકોટમાં કાપડ માર્કેટ પણ ધર્મેન્દ્રસિંહજીના સમયમાં સ્થપાયું. રાજકોટ રોલ્સરોય 1934 અને સિલ્વર ચેરિએટ 1934, બન્ને તેમણે પોતાની આગવી સૂઝથી બનાવડાવી હતી, જેને વિશ્વભરમાં ખ્યાતિ મળી હતી.

.માંધાતાસિંહજી જાડેજા પણ લોકોની વચ્ચે રહીને એ પરંપરા નિભાવી રહ્યા છે. ગુજરાત રાજ્યના પ્રવાસન નિગમમાં ડાયરેક્ટર તરીકે તેમણે જવાબદારી નિભાવી, તો ભારતીય જનતા પક્ષની પ્રદેશ કારોબારીમાં પણ સમાવેશ થયો.

