Gujarat

પરીવાર મા એક સાથે ત્રણ બાળકનો જન્મ થયો પરંતુ 6 મહીના મા થયુ એવુ કે પરીવાર ની ખુરશીઓ પણ પાણી ફરી વળ્યું..

આપણે કહીએ છે ને ભગવાન ક્યારેક એવી ખુશીઓ આપે છે કે, આપણે સ્વપ્નમાં પણ ન વિચાર્યું હોય પરંતુ ક્યારેક સુખની સાથે જ દુઃખ પણ આપણને મળે છે. હાલમાં જ આવી ઘટના બની.પરિવારમાં એક સાથે ત્રણ બાળકનો જન્મ થયો પરતું વિધાતાએ કંઈક બીજું જ લખ્યું હતું. ત્રણ માંથી બે બાળકોને SM1 નામની બીમારી થી પીડાય રહ્યા છે. આ વાતની જાણ થતાં જ પરિવારની આંખમાં આંસુઓ આવી ગયા. અમે આપને આ ઘટનાં વિશે સંપૂર્ણ માહિતી જણાવીએ.

ગુજરાતમાં થોડા સમય પહેલા જ SMA -૧ નામની બીમારી ધૈય નામના બાળકના લીધે ચર્ચામાં આવી હતી અને ગુજરાતનાં લોકોએ દાન કરીને બાળકનો જીવ બચાવેલ.આ ઘટના બાદ અનેક બાળકોમાં આ બીમારી જોવા મળેલ. ત્યારે હાલમાં જ SMA -૧ નામની બીમારીનો કિસ્સો વડોદરા શહેરમાંથી સામે આવ્યો હતો, વડોદરા શહેરમાં રહેતા એક પરિવારના બે બાળકો એક સાથે SMA -૧ નામની ગંભીર બીમારીથી પીડાઈ રહ્યા છે.

આ બીમારીથી પીડાતા બે બાળકોને માટે સારવાર માટે 32 કરોડ રૂપિયાના ઇન્જેક્શનની જરૂર છે, વડોદરામાં રહેતા સાહિલ કિરી અને રેશ્મા કિરીના ઘરે એકસાથે જોડિયા ત્રણ બાળકોનો જન્મ થયો હતો, તેમાંથી બે બાળકો પ્રિષા અને પ્રથમને SMA -1 નામની ગંભીર બીમારી હતી.

જન્મેલા બાળકોની બીમારી પાંચ મહિના સુધી તો પરિવારમાં ખબર પડી ન હતી, ત્યારબાદ પ્રિષાને ન્યુમોનિયા થયો એટલે તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાય તે પછી સારવાર બાદ ડોકટરે જણાવ્યું કે આ દીકરીને SMA -૧ નામની બીમારી હોય શકે છે. એટલે પરિવારના બધા લોકો ખુબ જ દુઃખી થઇ ગયા હતા, ત્યારબાદ બીજા બંને બાળકોના ટેસ્ટ કરાવ્યા એટલે તેમાં પ્રથમ પણ આ ગંભીર બીમારીથી પીડાય રહ્યો હતો, તેથી પરિવારના બધા લોકો ખુબ જ દુઃખી થઈને તેમના બાળકોને જોઈને રડી પડે છે.

તેથી સાહિલભાઈને અને તેમના પરિવારના લોકોને હાલમાં તેમના બાળકોની સારવાર માટે 32 કરોડ રૂપિયાની જરૂર છે, તેથી આ પરિવારના લોકોની મદદ કરવા માટે તેમના સોસાયટીના લોકો આગળ આવ્યા છે, આવી વિકટ પરિસ્થિતિમાં આપણે પણ સહભાગી થઈને આ બાળકનો જીવ બચાવવા પ્રયત્ન કરીએ અને બાળક ને નવજીવન આપીએ. જેમ આગાઉ આપણે બાળક ને નવજીવન આપેલું તેંમ ફરી એક વખત આપણે આ બાળક ની મદદે પણ આગળ આવીએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!