Gujarat

મામા પાસે ઉછીના રુપીયા લઈ ને આ પાટીદાર યુવાને ધંધો ચાલુ કર્યો અને આજે મોટી કંપની બની 10 કરોડનું વર્ષિય ટર્નઓવર કરે છે.

જીવનમાં ક્યારેક સફળતા અમસ્તા જ નથી મળતી! કહેવાય છે ને કે, સપનાઓ બંધ આંખે ભલે જોવાય છે પરંતુ તેને સાકાર તો ખુલ્લી આંખે જ કરવા જોઈએ. આજના સમય યુવાનો જ્યારે પોતાનું જીવન મોજ મસ્તીમાં વેડફી રહ્યા છે, ત્યારે આજે અમે આપણે એક એવા યુવાનની વાત કરવાના છીએ જેને મામા પાસે ઉછીના રુપીયા લઈ ને આ એવો ધંધો ચાલુ કર્યો અને આજે મોટી કંપની બની 10 કરોડ નું વર્ષિય ટર્નઓવર કરે છે. ખરેખર આ ઘટના ખૂબ જ પ્રેરણાદાયી છે.

ચાલો અમે આપને આ યુવાન વિશે જણાવીએ કે, આ યુવકનું નામ છે કુણાલ રૈયાણી છે અને તે સુરતના પુણા ગામ વિસ્તારમાં પોતાની કંપની ધરાવે છે. માત્ર 24 વર્ષની ઉંમરે ખૂબ જ સફળતા મેળવી છે. વાત જાણે એમ છે કે, વર્ષ 2015માં સુરત ગાંધી કોલેજથી એન્જિનિયરિંગ કર્યા બાદ તે માત્ર સાડા છ હજાર રૂપિયાની નોકરી કરતો હતો. ચાલુ શિક્ષણ દરમિયાન 11 મહિના સુધી તેણે નોકરી કરી. પોતાનો વેપાર કરવાનો વિચાર આવ્યો. રત્નકલાકારનો પુત્ર હોવાના કારણે આર્થિક રીતે મજબૂત નહોતો.

આખરે આત્મવિશ્વાસ સાથે તેને મામા પાસે ઉછીના બે લાખ રૂપિયા લીધા. આ રૂપિયાથી તેણે એક મશીન ખરીદ્યું, જેના પર કુરતી બનાવવાનો વ્યાપાર શરૂ કર્યો હતો. પિતાની મહેનત દીકરાએ રંગ લાવી અને તેમની છાતી ગર્વથી ફુલાવી દીધી. આજે તેની પાસે 100 જેટલા મશીનો છે અને 100 જેટલા કર્મચારીઓ ધરાવે છે. ઈ-કોમર્સ સાથે સંકળાયેલી મોટી કંપનીઓમાં તેની કંપનીમાં બનાવેલી કુર્તીઓનું વેચાણ કરે છે.

અત્યાર સુધીમાં 100થી પણ વધુ નાના ધંધા રોજગારવાળા લોકો ઈ-કોમર્સ બિઝનેસ સાથે જોડાઇ ચૂક્યાં છે. જેથી નાના ધંધા રોજગારવાળા પણ ઈ-કોમર્સ બિઝનેસનો લાભ લઇ શકે. કોરોનાકાળમાં કુણાલ રૈયાણી પોતાના કર્મચારીઓની મદદે આવ્યા હતા. લોકડાઉનમાં તેમણે પોતાના તમામ કર્મચારીઓને પગાર આપ્યો હતો.

દરેક યુવાનો એ આ યુવક પાસેથી પ્રેરણા લેવી જોઈએ તેને માત્ર 24 વર્ષની ઉંમરમાં 10 કરોડના ટર્નઓવર ધરાવતી કંપનીનો માલિકી ધરાવે છે અને ભવિષ્યમાં ઇ-કોમર્સ ક્ષેત્રેમાં આગળ વધવા ઈચ્છે છે, ત્યારે અને લોકોને પણ આત્મનિર્ભર બનાવવા માગે છે. રત્ન કલાકાર હતાં અને પરિવારનો કોઈપણ સભ્ય ટેક્સટાઇલથી જોડાયેલો પણ નહોતો પણ કહેવાય છે ને કે, જીવનમાં કયારેક પણ નિરાશ ન થાવું જોઈએ. તેને પાસે પૈસા ન હતા પરંતુ આત્મવિશ્વાસ અને કળા અને પોતાની કોઠા સૂઝ અને આવડત દ્વારા આજે 10 કરોડનું વાર્ષિક ટર્ન ઓવર કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!