માતાજીના દર્શન કરી પરત ફરી રહેલા પોલીસ જવાનો અકસ્માત થતા કરુણ મોત નિપજ્યું! પરીવાર સાથે આખુ ગામ હીબકે ચડયું
હાલમાં જ માળિયા મિયાણા પંથકમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. હાલમાં જ દિવ્યભાસ્કમાં મળેલા અહેવાલો મુજબ જાણવા મળ્યું છે કે, માતાજીના દર્શન કરી પરત ફરી રહેલા માળીયા મિયાણા પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ જવાનની કાર કચ્છના નાના રણમાં પલટી મારી જતા અકસ્માત થયો હતો. પોલીસ જવણનું મુત્યુ થતા સમગ્ર ગામજનો તેમજ પોલીસ સ્ટાફ શોકમગ્ન બની ગયો હતો.
આપણે જાણીએ છે કે, આવી ઘટના પહેલીવાર નથી બની. આવું તો અનેક વખત બન્યું છે. કહેવાય છે ને કે, જીવનમાં મુત્યુ ક્યારે દ્વારે આવીને ઉભું રહી જાય એ કોઈ નથી જાણતું. પોલીસ જવાન માતાજીનાં દર્શન કરીને આવતા હતાને તેમના સાથે આવી દુઃખ ઘટના બની ગઇ. ઘટના વિશે વિસ્તુત જાણીએ તો આ અકસ્માતશનિવારે થયો હતો. ત્યારે રવિવારે પોલીસ જવાનને ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ વિદાય આપવામાં આવી હતી.
કચ્છના નાના રણમાં આવેલા સુરેલ શક્તિ માતાજીના મંદિરે દર્શન કરી પરત આવી રહેલા હળવદ તાલુકાના માનગઢ ગામના વતની અને માળીયા મિયાણા પોલીસ મથકમાં ફરજ બજાવતા સગરામભાઈ કુકાભાઈ ગોલતરની કારને અકસ્માત નડતા કાર પલટી મારી ગઈ હતી. જેથી સગરામભાઈને ગંભીર ઇજાઓ પહોંચતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ અકસ્માતમાં અન્ય ત્રણ વ્યક્તિઓને પણ ઈજાઓ પહોંચી હતી.
અંતિમ યાત્રામાં માનગઢ ગામ હિબકે ચડ્યું હતું.વધુમાં મૃતક સગરામભાઈને સંતાનમાં બે દિકરા છે. જેમાં એક દિકરો દસ વર્ષનો અને બીજો સાત વર્ષનો છે. ઉલ્લેખનીય છે કે, સગરામભાઈ પરિવારના મુખ્ય આધારસ્તંભ હોય તેમની અણધારી વિદાયથી પરિવાર ઉપર મુશ્કેલી આવી પડી છે. સગરામભાઈને પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું અને તેમની અંતિમયાત્રામાં પોલીસ અધિકારીશ્રીઓ અને સ્ટાફ અને ગામજનોએ પરિવારજનોને સાંત્વના પાઠવી હતી.
