India

આ છે વિશ્વ ની સૌથી મોટી કાર ! જેના પર હેલીકોપ્ટર પણ ઉતારી શકાય , જાણો અન્ય ખાસીયતો

આપણે સૌ જાણીએ છે કે, આ દુનિયામાં અવનવી અનેક પ્રકારની વસ્તુઓ જોવા મળે છે. કોઈક તો એવી વસ્તુઓ જોવા મળે છે, જેના વિશે આપણે સપનામાં પણ ક્યારેય વિચાર્યું ન હોય. ચાલો અમે આપને આજે એક એવી કાર વિશે જણાવીશું જેના વિશે તમે ભાગ્યે જ સાંભળ્યું હશે. અત્યાર સુધી તમે અનેક પ્રકારની કાર જોઈ હશે પરતું આજે અમે આપને રુબરુ કરાવીશું દુનિયાની સૌથી લાંબી કારની જેને ફરી બનાવવામાં આવી છે.

આ જ કારણે હવે આ ગાડીએ પોતાનો જ રેકોર્ડ તોડી નાખ્યો છે. ગિનિસ વર્લ્ડ રેકોર્ડ મુજબ ધ અમેરિકન ડ્રિમ નામની સુપર લિમો હવે 30.54 મીટરની (100 ફૂટ અને 1.50 ઇંચ) થઇ ગઈ છે ગિનિસ વર્લ્ડ રેકોર્ડે પોતાની વેબસાઈટ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પુનઃસ્થાપિત કરેલી કારનો ફોટો પોસ્ટ કર્યો છે. કોઈ પણ કાર આશરે 12 થી 16 ફૂટ લાંબી હોય છે.

ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સના રિપોર્ટ મુજબ, આ કારને પુનઃસ્થાપિત કરવા માટે શિપિંગ,સામગ્રી અને મજુરી મળીને $ 250,000નો ખર્ચો થયો અને આ કાર ફરી બનતા ત્રણ વર્ષ લાગ્યા. પરંતુ ધ અમેરિકન ડ્રિમ રસ્તા પર નહીં ચાલે. આ કાર ડીઝરલેન્ડ પાર્ક કાર મ્યુઝિયમના અનન્ય અને ક્લાસિક કારના સંગ્રહનો એક ભાગ બનશે.

ગિનિસ વર્લ્ડ રેકોર્ડના રિપોર્ટ મુજબ સૌ પ્રથમ આ કારને 1986માં કૈલિફોનીયાના બરબેંકમાં કાર કસ્ટરમાઈઝર જે.ઓહબર્ગ દ્વારા બનાવવામાં આવી હતી. તે સમયે આ કાર 60 ફૂટની હતી અને 26 પૈંડા પર ચાલતી હતી. કારની આગળ તેમજ પાછળ V8 એન્જીનની એક જોડી હતી. જેને પાછળથી વધારીને 30.5 મીટર કરી દેવામાં કરી દેવામાં આવી આથી આ કાર ફરી થોડી લાંબી થઇ ગઈ. ભારતીય માર્કેટ મુજબ 6 હોન્ડા સિટી સેડાન (બધી 15 ફૂટની) ધ અમેરિકન ડ્રિમની સાથે-સાથે ઉભી કરી શકાય છે.

ધ અમેરિકન ડ્રિમ 1976 કેડિલેક એલ્ડોરાડો લિમોસિન પર આધારિત છે અને આ ગાડીને બન્ને તરફથી ચલાવી શકાય છે. આ કારણે બે વિભાગમાં બનાવવામા આવી છે અને ખૂણાને વાળવા માટે વચ્ચે એક મિજાગરા દ્વારા તેને જોડવામાં આવી છે. આ કારમાં બેસીને શાહી અંદાજનો અનુભવ થાય છે. આ કારમાં એક ડ્રાઇવિંગ બોર્ડ, જકુઝી, બાથટબ, મિની ગોલ્ફ કોર્સની સાથે જ એક સ્વિમીંગ પુલ પણ છે અને એક હૅલીપેડ પણ છે.હૅલીપેડ માળખાકીય રીતે નીચે સ્ટીલ બ્રેકેટ વાળા વાહન પર લગાવવામાં આવ્યું છે અને તે 5 હજાર પાઉંડ સુધી થઇ શકે છે. આમા રેફ્રિજરેટર, એક ટેલિફોન અને ઘણા ટેલિવિઝન સેટો પણ છે. ગિનિસ વર્લ્ડ રેકોર્ડ મુજબ, કારમાં 75થી વધુ લોકો બેસી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!