માત્ર 2 હજાર રૂપિયા માટે દીકરાએ પિતા પર કુહાડીનો ઘા માર્યા!આ કારણે દીકરાની મા જે કર્યું તે ચોકવનારું…
ખરેખર આજના સમયમાં સંતાનો પોતાના માતા પિતા પ્રત્યેનો આદરભાવ ભૂલીને ન કરવાનું કરતા હોય છે. હાલમાં જ એક એવી ઘટના સામે આવી હતી કે, એક યુવકે પોતાના જ પિતાની હત્યા કરી નાંખેલી. આવી તો અનેક ઘટનાઓ બને છે, ત્યારે હાલમાં જ ફરી એકવાર આવી ઘટના બની છે, જેમાં યુવકે પિતા ઉપર કુહાડીના ઘા કર્યા છે. આ વાત કોઈ સામાન્ય નથી કારણ કે, જે કારણે યુવકે આ પગલું ભર્યું એ જાણીને તમે પણ આશ્ચયમાં મુકાઈ જશો.
ચાલો અમે આ ઘટના વિશે આપને વિગતવાર જણાવીએ. દિવ્યભાસ્કનાં મળેલા અહેવાલો મુજબ જાણવા મળ્યું હતું કે,
વાંસદા તાલુકાના કેલીયા ગામે હોળીના તહેવાર નિમિતે નવા કપડાં ખરીદવા માટે પિતા પાસેથી 2 હજાર માંગતા પિતાએ નહીં આપતા પુત્રએ કુહાડી માથામાં મારતા પિતાને ગંભીર ઇજા થયેલ અને આ જ કારણે. તેમને સારવાર અર્થે વાંસદા હોસ્પિટલમાં લઈ જતા હાલ તેઓ સારવાર હેઠળ છે. હાલમાં મળેલી માહિતી મુજબ જાણવા મળ્યું છે કે, પોલીસે ઈજાગ્રસ્તની પત્નીની ફરિયાદને પગલે પુત્રને ઝડપી પાડ્યો હતો.
માત્ર 2000 રૂપિયા ખાતર પિતા પર હુમલો કરી દેવો એ વાત ખૂબ જ ચોંકાવી દેનાર કહેવાય.વાંસદા તાલુકાના કેલીયા ગામના નીચલું ફળિયામાં જયંતિભાઈ સોનુભાઈ ગાંવિત (પત્ની અને પુત્ર સાથે રહે છે. 13મીએ સાંજે તેમના પુત્ર રાકેશ જયંતિભાઈ ગાંવિત હોળીનો તહેવાર નજીક હોવાથી નવા કપડાં ખરીદવા પિતા પાસેથી રૂ. 2 હજાર માંગ્યા હતા.પિતાએ પુત્રને કહ્યું કે હાલ ઘરનું કામકાજ ચાલુ છે તો રૂપિયા નથી તું તારી મેળે રૂપિયા કમાઈને કપડાં લઈ લે અને તું તારી રીતે ગુજરાન ચલાવ.
પિતાએ એમ કહેતા પુત્ર રાકેશ એકદમ ગુસ્સે થઇ જઇ પિતા સાથે ગાળાગાળી કરી તું મને પૈસા નહીં આપશે તો હું તને મારી નાંખીશ તેવી ધમકી આપી અને ઘરના ઓટલા ઉપર રાખેલ કુહાડી ઊંચકી પિતાના માથાના ભાગે જોરથી મારી દીધી હતી અને લોહીલુહાણ થઇ જતા તાત્કાલિક સારવાર માટે દાખલ કરેલ. પોલીસે ઇ.પી.કો.કલમ 307, 504, 506 (2) તથા કલમ 135 મુજબ ગુનો નોંધી પુત્રને પકડી આગળની તપાસ શરૂ કરી છે.
