અઢળક ગુજરાતી સુપરહીટ ફીલ્મ આપનાર ગોવિંદભાઈ પટેલ નુ મુળ વતન આ ગામ હતુ ! જ્યાં આજે પણ તેમની સ્મૃતિ રૂપે તેમની પ્રતિમા છે….
ગુજરાતી સિનેમા એટલે ઢોલીવુડ! એક સમય એવો હતો જ્યારે ગુજરાતી ફિલ્મોનો સુવર્ણ યુગ ચાલતો જતો અને મોટેભાગે સીનેમાઘરો પણ હાઉસફુલ રહેતા. આ બધું શક્ય બન્યું હતું માત્ર ને માત્ર એક વ્યક્તિનાં લીધે! આ વ્યક્તિ એટલે ગુજરાતી સિનેમાના ભીષ્મપિતામહ તરીકે ઓળખાતા ગોવિંદભાઈ પટેલ. ઘણા ઓછા લોકો જાણતા હશે કે ગુજરાતી સિનેમામાં સૌથી યાદબાર ફિલ્મો આપનાર એક માત્ર કોઈ પ્રોડ્યુસર કે ડાયરેક્ટ હોય તો તે એક માત્ર ગોવિંદભાઇ પટેલ હતા.
ગોવિંદભાઈ પટેલની ફિલ્મો થકી અનેક કલાકારોને ઓળખ મળી. ચાલો ત્યારે આજે અમે આપને ગોવિંદભાઈ પટેલના જીવન વિશે માહિતગાર કરીશું કે, કંઈ રીતે ગુજરાતી સિનેમાનાં ભીષ્મ પિતામહ તરીકે નામના મેળવી. ગુજરાતી ચલચિત્રોના દિગ્દર્શક અને નિર્માતા હતા જેઓ તેમની સફળ ફિલ્મો ઢોલામારૂ અને દેશ રે જોયા દાદા પરદેશ જોયા આજે પણ એટલી જ વખાણય છે. ચાલો ત્યાતે અમે તેમના જીવન વિશે માહિતી આપીએ. ખરેખર આજ સુધી તમે આ વાત થી અજાણ જ રહ્યા હશો કે, ગોવિંદભાઇ ગુજરાતી સિનેમામાં આટલું મોટું યોગદાન આપેલ છે.
ગોવિંદભાઈ પટેલનો જન્મ ૧૧ જાન્યુઆરી ૧૯૪૩ના રોજ માણાવદર તાલુકાના નાકરા ગામ થયો હતો. તેઓ જૂનાગઢ જિલ્લાના કેશોદ શહેરના સ્થાયી થયેલ. ફિલ્મ નિર્માણમાં આવ્યા પહેલાં તેઓ સિનેમાહોલનું સંચાલન કરતા હતા. ૧૯૮૦ આસપાસ તેમણે જી. એન. ફિલ્મ્સના બેનર હેઠળ ફિલ્મો બનાવવાનું શરુ કર્યું. કહેવાય છે કે જીવનમાં સફળતા ત્યારે જ મળે છે, જ્યારે તમે અથાગ પરિશ્રમ કરો છો. હવે વિચાર કરો કે જે વ્યક્તિ સિનેમા હોલનું સંચાલન કરતા હતા તેમજ અનેક ફિલ્મોમાં તેમને સ્પોટ બોય તરીકે કામ કરીને રોજના 100 રૂપિયા પણ કમાતા પરતું આખરે પોતાના રહેલ કલા અને કોઠાસૂઝ તેમજ આવડત થકી ગુજરાતી સિનેમાની અનેકગણી ફિલ્મો આપી.
ગોવિંદભાઇ પટેલ એ ઢોલામારૂ (૧૯૮૩) તેમની પ્રથમ સફળ ફિલ્મ હતી. તેમણે બીજી ઘણી સફળ ફિલ્મોનું નિર્માણ કર્યું જેમાં જોડે રેહજો રાજ, લાડી લાખની સાયબો સવા લાખનો, સેજલ સરજુ, હિરણને કાંઠે, પાટણથી પાકિસ્તાન, તારો મલક મારે જોવો છે, ગામમાં પિયરીયું ને ગામમાં સાસરિયું, ઢોલી તારો ઢોલ વાગે (૨૦૦૫) નો સમાવેશ થાય છે.તેમની દેશ રે જોયા દાદા પરદેશ જોયા (૧૯૯૮) ધંધાકીય રીતે અત્યંત સફળ નીવડી અને અંદાજે રૂપિયા 21 કરોડની કમાણી કરી શકી હતી. આ ફિલ્મ જ્યારે રિલીઝ થયેલી ત્યારે માત્ર 10 થી 15 રૂપિયા ટીકીટ હતી અને આ ફિલ્મથી રોમાં માણેક અને હિતેન કુમારને ખૂબ જ લોક ચાહના મળી!
ગોવિંદભાઈ પોતાની કારકિર્દીમાં અનેક ફિલ્મી આપી જેની યાદી બહુ લાંબી છે પણ તેમની યાદગાર ફિલ્મોની યાદીમાં
હિરણને કાંઠે,સાજન તારા સંભારણા,મોતી વેરાણા ચોકમાં,જોડે રેહજો રાજ,લાડી લાખની સાયબો સવા લાખનો,લાજુ લાખણ,ટહુકે સાજન સાંભરે,રાજ રાજવણ,હું તારી મીરાં ને તું મારો શ્યામ,ઉચી મેડીના ઊંચા મોલ, દેશ રે જોયા દાદા પરદેશ જોયા,સેજલ સરજુ,અમદાવાદ પાલનપુર વાયા કડી કલોલ, ગામમાં પિયરીયું ને ગામમાં સાસરિયું, તારો મલક મારે જોવો છે, મહિયરનો માંડવો પ્રીતની પાનેતર, મોંઘેરા મુલની ચુંદડી હો સાયબા, પાટણથી પાકિસ્તાન,ઢોલી તારો ઢોલ વાગે જેવી અઢળક ફિલ્મો આપી.
ગોવિંદભાઈના અંગત જીવન વિશે જાણીએ તો ગોવિંદભાઈ પટેલના લગ્ન ચંદ્રિકાબેન સાથે થયા હતા અને તેમને ત્રણ પુત્ર અને એક પુત્રીઓ હતી. ગુજરાતી સિનેમામાં અનેકગણું મહત્વનું યોગાદન આપનાર ગોવિંદભાઇ પટેલનું ૧૫ એપ્રિલ ૨૦૧૫ના રોજ વડોદરા ખાતે નિધન થયેલ. તેમના અગ્નિસંસ્કાર ખાસવાડી સ્મશાનગૃહ ખાતે કરવામાં આવ્યા.આ દરમિયાન ગુજરાતી સિનેમાના દરેક કાલકારો ઉપસ્થિત રહ્યા હતા.
ગોવિંદભાઈ ગુજરાતી સિનેમાને જે આપ્યું છે તેનું ઋણ તો ક્યારેય ન ચૂકવી શકાય પરતું તેમના વતન કેશોદમાં તેમની અને તેમની ધર્મપત્ની કાયમી સ્મૃતિ રૂપે તેમની પ્રતિમા આંબાવાડી વિસ્તારમાં લગાવવામાં આવી. આવરનાર પેઢી તેમના યોગાદાન ને સદાય યાદ રાખશે.ખરેખર ગુજરાતી સિનેમામાં ગોવિંદભાઈ પટેલ જે યોગદાન આપ્યું એ ખૂબ જ મહત્વનું છે. ગોવિંદભાઇ પટેલના દીકરા શ્રી હરેશભાઈ પટેલ માતા-પિતાની યાદમાં સુપરસ્ટાર ફિલ્મ એક્ટરો મોંઘેરા મહેમાનો સગાસંબંધીઓ અને મિત્રોની હાજરીમાં આધુનિક લાઇટ્સ સ્ટેજ પર ઝળહળીઉઠી અને સૌ બોલી ઉઠ્યા ” વાહ ગોવિંદભાઇ પટેલ મારી યાદ મારા વતનમાં “યોજ્યો હતો.
