વડોદરા ની પરિણીતા એ આપઘાત કરી લીધો ! આપઘાત કરતા પહેલા પરીવાર ને એવી વાત જણાવી કે પરીવાર પોલીસ સ્ટેશન…
દિવસે ને દિવસે આત્મહત્યાનાં બનાવો બની રહ્યા છે, ત્યારે હાલમાં ફરી એક વખત વડોદરા ની પરિણીતા એ આપઘાત કરી લીધો ! આપઘાત કરતા પહેલા પરીવાર ને એવી વાત જણાવી કે એ જાણીને તમે પણ ચોંકી જશો. હાલમાં જ દિવ્યભાસ્કરના અહેવલો મુજબ જાણવા મળ્યું છે કે,કેશોદ તાલુકાના સોંદરડા ગામે રહેતા જીતુબેન ગૌસ્વામી દિકરી અંકિતાના લગ્ન ગીરસોમનાથના તલાલા ખાતે રહેતા પરષોત્તમગીરી અપારનાથીના દિકરા ચિરાગગીરી સાથે પાંચ વર્ષ પહેલા કરાવ્યાં હતાં
જમાઈ ચીરાગ વડોદરા જિલ્લામાં વડુ પોલીસ મથકમાં ફરજ બજાવે છે. જેમ લગ્ન જીવન બાદ નાના મોટા ઝઘડા પતિ પત્ની વચ્ચે થતા હોય એવી જ રીતે અંકિતા જ્યારે પણ પોતાના પિયરમાં જતી ત્યારે માતાને ફરિયાદ કરતી હતી કે, તેનો પતિ ચિરાગ દારૂ પીને મારઝુડ કરે છે અને તને બરોબર રહેતા આવડતું નથી, જમવા બનાવવાનું પણ આવડતું નથી તેમ કહી ઝઘડો કરે . જ્યારે પતિ-દિયર બંને અંકિતાને ઘર છોડી જવા દબાણ કરતા હતાં. જેમાં નણંદ જલ્પા પણ ભાગ ભજવતી હતી. અંકિતાને તેની સાસરીમાં જવું ન હતું, પરંતું માતાએ સમજાવીને સાસરીમાં મોકલી હતી.
આ જ કારણે એક ગંભીર પરિણામ આવ્યું જેના લીધે પરિવાર જનો પણ શોકમગ્ન બની ગયા છે‘મારા પતિ જ મારી સાથે વાત ન કરતા હોય તો હું જીવીને શું કરૂ, હવે તું મારૂ મરતું મોઢુ ભાળીશ’ તેમ જણાવીને પત્નિએ ગળે ટુંપો દઈ આપઘાત કરી લેતા મૃતકની માતાએ પોલીસપતિ સહિત સાસરીયાઓ વિરૂધ્ધ વડુ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
14 માર્ચે સવારે 10થી 11 વાગ્યે અંકિતાનો પોતાની માતા પર ફોન આવ્યો હતો. જેમાં અંકિતાએ જણાવ્યું હતું કે, છેલ્લા એક અઠવાડીયાથી સાસરીના લોકો તેની સાથે વાતચીત કરતા નથી. ભાઈએ બહેનને બીજી વખત ફોન ઉપરાંત મેસેજ કર્યાં હતાં પરંતું કોઈ જવાબ આવ્યો ન હતો. તે દિવસે સાંજે 7 વાગે જમાઈ ચિરાગનો ફોન આવ્યો હતો અને અંકિતાએ ગળે ટુંપો દઈ આત્મહત્યા કરી હોવાનું કહ્યું હતું.આરોપીવિરૂધ્ધ વડુ પોલીસ મથકમાં ગુનો દાખલ કર્યો છે.ખરેખર આવી ઘરેલુ હિસાને કારણે અનેક મહિલાઓ પોતાનો જીવ ગુમાવે
