Entertainment

ધ કાશ્મીર ફાઇલ્સ મુદ્દે નાના પાટેકરનુ ચોંકાવનારું નીવેદન ‘આ ફિલ્મ જોયા બાદ સમાજના બે..

હાલમાં ક્યાં જુઓ ત્યાં ધ કાશ્મીર ફાઇલ્સ ફિલ્મ ચર્ચામાં છે, ત્યારે આ ફિલ્મએ દેશના દરેક વ્યક્તિનું દિલ જીતી લીધું છે.
આ ફિલ્મ બોલીવુડ ની અત્યાર ની સોથી યાદગાર ફિલ્મ બની જશે.ધ કાશ્મીર ફાઇલ્સ મુદ્દે નાના પાટેકરનુ ચોંકાવનારું નીવેદન ‘આ ફિલ્મ જોયા બાદ સમાજના બે ભાગ પડી જશે એવું બૉલીવુડનાં અભિનેતા નાનેપાટેકર એ કહ્યું.

ચાલો ત્યારે આપણે જાણીએ કે, આખરે આવું શા માટે બનશે.
હાલમાં વિરોધપક્ષ દ્વારા ફિલ્મ પર પ્રૉપગૅન્ડા ફેલાવવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. સો.મીડિયામાં એવી પણ ચર્ચા થઈ રહી છે કે ફિલ્મમાં માત્ર એક પક્ષની જ વાત કરવામાં આવી છે. હાલમાં જ આ ફિલ્મને લઈને નાના પાટેકરે વાત કરી છે.નાના પાટેકરે કહ્યું હતું કે દેશમાં અમન-શાંતિનો માહોલ છે. દરેક ધર્મના લોકો સાથે રહે છે.

આવા સમયે કારણ વગરની બબાલ ઊભી કરવી યોગ્ય નથી. આટલું જ નહીં તેમણે સીધા શબ્દોમાં કહ્યું કે ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ જોઈને સમાજના બે ટુકડા થઈ જશે અને સમાજમાં આ રીતના ભાગલા પાડવા યોગ્ય નથી.ખાસ વાત એ છે કે આ ફિલ્મ બનાવીને તથા બતાવીને કારણ વગરનો હંગામો મચાવવામાં આવ્યો છે. આ યોગ્ય નથી. દેશમાં હિંદુ તથા મુસ્લિમ લોકો બંને અમન તથા શાંતિથી રહે છે

. બંને ધર્મના લોકો અહીંયાના જ છે. આ માહોલ ખરાબ કરવા જેવી વાત છે.હાલમાં જ્યારે સમાજમાં બંને એકબીજા વગર રહી શકતા નથી. જ્યારે તમામ લોકો શાંતિથી જીવે છે તો કોઈ ફિલ્મને કારણે વિવાદ ઊભો કરવો યોગ્ય નથી. જે આમ કરે છે, તેમની પાસે જવાબ માગવો જોઈએ. ફિલ્મ જોયા બાદ સમાજના બે ટુકડા થઈ જશે, સમાજના આ રીતે ભાગલા પાડવા ઠીક નથી.’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!