આવનાર સમય રહેશે જોખમી! વરસાદ, બીમારી, યુદ્ધ ને લઈને અંબાલાલ પટેલની મહત્વ પૂર્ણ આગાહી..
મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે હાલમાં જ શિયાળા નો સમય પૂર્ણ થયો છે અને ગરમી માં વધારો થઈ રહ્યો છે. તેવામાં આપણે સૌ જાણીએ છિએ કે કાલે હોળી ધુળેટી નો પર્વ પૂર્ણ થયો છે. આપણે સૌ જાણીએ છિએ કે ધુળેટી ના પર્વને રંગો નો પર્વ માનવામાં આવે છે. તેવામાં વૃદ્ધ થી લઈને બાળકો દરેક લોકોએ ઘણા ધૂમ ધામથી આ પર્વ ની ઉજવણી કરી.
આપણે સૌ જાણીએ છિએ કે ધુળેટી ના આગળ ના દિવસે હોળી હોઈ છે જે ઘણી ધાર્મિક બાબત અને માન્યતા સાથે જોડાયેલ છે. આપણે સૌ જાણીએ છિએ કે આ પર્વ અસત્ય પર સત્ય ની જીત નું પ્રતીક છે. હોળી નો પર્વ ધાર્મિક સાથે વિજ્ઞાનીક અભિગમ પણ ધરાવે છે. હોળી માં પ્રગટાવવા માં આવતી અગ્નિ આવનાર સમય ને લઈને અનેક સચોટ અને અગાઊથી માહિતી આપે છે. જેમાં દેશ ની દશા અને દિશા જાણી શકાય છે.
આપણે અહીં આવનાર સમય કેવો રહેશે તેના વિશે માહિતી મેળવવાની છે. હોળી ની અગ્નિ ના આધારે હવામાન જાણકાર આંબાલાલ પટેલે અનેક બાબતો જણાવી છે. તો ચાલો આપણે આ બાબત અંગે વિસ્તારથી માહિતી મેળવીએ. સૌ પ્રથમ જો વાત જીવા દોરી સમાન વરસાદ અંગે કરીએ તો અંબાલાલ પટેલ ના જણાવ્યા અનુસાર આજ વખતે વરસાદ સારો રહેશે.
જણાવી દઈએ કે હોળીના તહેવારમાં અગ્નિ અને પવનની દિશા મહત્વની માનવામાં આવે છે. અંબાલાલ પટેલ ના જણાવ્યા અનુસાર આજ વખતે હોળીમાં હવા ની દિશા વાયવ્ય તરફ ની હતી. જ્યારે વાત ગરમી અંગે કરીએ તો આવનાર સમયમાં સૌરાષ્ટ્ર કચ્છ અને અમદાવાદ જેવા વિસ્તાર માં ગરમી નો કહેર જોવા મળશે. જેને લઈને થોડા જ દિવસો માં તાપમાન 47 ડિગ્રી ને પાર પણ જાઇ શકે છે.
આ ઉપરાંત આ વર્ષે પણ લોકોને વાવાઝોડા ના સામના કરવા પડશે જણાવી દઈએ કે આંબાલાલ પટેલ ના જણાવ્યા અનુસાર એપ્રિલ, મે અને જૂન મહિનામાં વાવાઝોડા નો પ્રકોપ જોવા મળશે ઉપરાંત વાવાઝોડા બાદ વરસાદ પણ અનિયમિત રહેશે. જો કે આવનાર સમય દેશ અને રાજનીતિ માટે પણ મુશ્કેલ રહેશે અને યુદ્ધ તથા રોગ નો પણ સામનો કરવો પડશે તેવી પણ શક્યતા છે.
જણાવિ દઈએ કે અંબાલાલ પટેલ ના જણાવ્યા અનુસાર આ વર્ષ રાષ્ટ્રીય નેતાઓ માટે મુશ્કેલ રહેશે. કારણ કે આજ વખતે હોળીમાં ઘૂમાડો સીધો ઉપર તરફ ગયો છે. એવી માન્યતા છે કે જ્યાંરે પણ હોળીનો ઘૂમાડો ઉપર તરફ જાય છે ત્યારે રાજગાદી ઉપરાંત નેતાને મુશ્કેલી આવે છે. આ ઉપરાંત જણાવી દઈએ કે આજ વખતે ની હોળી માં ભદ્રા અને વિષ્ટિ યોગ જોવા મળ્યો હતો.
પરંતુ જણાવી દઈએ કે હોળી ના સમય માં ભદ્રા નિષેધ કહેવાય છે. માટે જ આ યોગ ના કારણે આવનાર સમય માં દેશ માં યુદ્ધ, આતંકી ઘટના ઉપરાંત ગંભીર બીમારી ઓ વગેરે બની શકવાના સંભાવના છે. આમ આવનાર વર્ષ અમુક રીતે સારું તો ઘણું મુશ્કેલ પણ છે.
