સાવધાન! દેશમાં લૂંટેરી દુલ્હનનો આતંક! આ મહિલાએ અત્યાર સુધીમાં આટલા લોકોને શિકાર બનાવ્યા છે…
મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે દરેક વ્યક્તિ માટે પોતાના લગ્ન ઘણા ખાસ માનવામાં આવે છે. આપણા દેશ માં લોકો દ્વારા લગ્નને ઘણું મહત્વ આપવામાં આવે છે અને લગ્નને એક પવિત્ર બાબત માનવામાં આવે છે. આપણે સૌ જાણીએ છિએ કે લગ્ન એ બે વ્યક્તિ નહીં પરંતુ બે આત્માનું મિલન છે. લગ્ન બાદ પતિ પત્નીએ ભેગા મળી ને સંસાર રૂપી સાગર ને પાર કરવાનો હોઈ છે. પરંતુ આજના સમય માં લોકોએ લગ્નના આ પવિત્ર સંબંધ ને પણ કમાણી કરવાનું એક સાધન બનાવી દીધું છે.
આપણે અત્યાર સુધી લગ્નમાં દહેજ ને લઇને થતી યુવક પક્ષ ની કમાણી વિશે જાણતા હતા. પરંતુ જો એમ કહેવામાં આવે કે લગ્ન નાં નામે મહિલા વર પાસેથી પૈસા કમાઈ છે તો? હાલમાં આવો કે એક ગંભીર બનાવ સામે આવ્યો છે. જ્યાં એક યુવતિ અલગ અલગ યુવક સાથે લગ્ન કરી તેને પોતાના જાળ માં ફસાવી ને કિંમતી વસ્તુઓ ની ચોરી કરી ને ફરાર થઈ જાય છે. આપણે અહીં મહિલા ને લૂંટેરી દુલ્હન તરીકે ઓળખીએ છીએ.
હાલમાં આવી લૂંટેરી દુલ્હન નો આતંક રાજસ્થાન માં જોવા મળી રહ્યો છે કે જ્યાં એક મહિલા એ અત્યાર સુધીમાં અલગ અલગ 13 લોકો સાથે લગ્ન કરી ને કિંમતી વસ્તુઓ ની ચોરી કરી છે. તો ચાલો આપણે આ બાબત અંગે વિસ્તારથી માહિતી મેળવીએ. જો વાત આ મહિલા અંગે કરીએ તો તેનું નામ જીયોદેવી છે કે જે 38 વર્ષની છે.
જણાવી દઈએ કે આ મહિલા બાડમેર જિલ્લાના ચૌહટનના ઈશ્વરપુરા કપરાઉં નિવાસી છે. કે જેણે અત્યાર સુધી માં 13 યુવક ને લગ્ન જાળ માં ફસાવી રોકડા અને દાગીના લઈને ફરાર થઈ જતી હતી. આ મહિલા લગ્ન માટે પોતાની જાતને કુંવારી ઉપરાંત વિધવા અને ડાઈવોર્સ હોવાનું કહેતી. હાલમાં જ આ મહિલા એ માપુરી નિવાસી રામારામ પુત્ર જોગારામ ને ફસાવી લૂંટ ચલાવી હતી.
જે બાદ જોગારામ લૂંટેરી જીયોદેવી વિરુધ્ધ પોલીસ માં ફરિયાદ નોંધાવતા પોલીસે તેની તપાસ શરૂ કરીને મહિલા ને પકડી પાડી હતી. જણાવી દઈએ કે જીયોદેવી વિરુધ્ધ જોગારામ ઉપરાંત નાગૌરના મેડતામા રહેતા રૂપારામે પણ પોલીસ પાસે મહિલા ની ફરિયાદ કરી હતી. પોલીસ ના જણાવ્યા અનુસાર મહિલા વિરુધ્ધ અત્યાર સુધીમાં 13 જેટલી ફરિયાદ નોંધાઇ છે અને હાલમાં તે પોલીસ ની પકડ માં છે.
