Gujarat

શંભુભાઈ મિસ્ત્રીને સલામ જેણે 51 હજાર ચકલીઘર વિતરિત કર્યાં, હવે એક લાખ ચકલી ઘર…

આજે ચકલી દિવસ છે, ત્યારે આજે એક આપણે એક એવા વ્યક્તિ ની વાત કરીશું જેને ચકલીઓને બચવવા પ્ત થવાના આરે છે. ધ્રાંગધ્રાના યુવાન દ્વારા ચકલી બચાવ અભિયાન શરૂ કરાયું છે. જેમાં 51 હજાર લાકડાના ચકલી ઘર બનાવી વિતરણ કરી લોકોને ઘરે ચકલી ઘર અને પાણીના કુંડા લગાવવા માટે પ્રેરી ચકલી બચાવ માટેનુ અનોખુ અભિયાન શરૂ કરી 1 લાખ ચકલીઘર વિતરણ કરવાની નેમ છે.

વ્યવસાયે સુથારીકામ કરનાર શંભુભાઈ મિસ્ત્રીની નાનું એવું પક્ષી ચકલી જે તમારા આંગણમાં તમારા ઘરમાં ચીચી કરતી આવતી અને તમારા ચહેરા પર સ્મિત લવતી અને બાળકોને અતિ પ્રિય ચકીબેન એકંતરે લુપ્ત થતી ગઈ છે. ત્યારે પક્ષીઓ માટે કંઈક કરવું એ ખૂબ જ મોટી વાત કહેવાય.માનવતા એજ ઉત્તમ ઉદાહરણ છે. આજે આ વ્યક્તિનું કામગીરી ખૂબ જ સરહાનીય છે.

જીવનમાં અનેક લોકો હોય છે જે પોતાના માટે વિચારતા હોય છે પણ આ વ્યક્તિએ પોતાનું જીવન પક્ષીઓ માટે પોતાના ધંધામાંથી સમય કાઢીને તેઓ 2 કલાક ચકલીઓ માટે લાકડાના ઘર બનાવે છે અને તે ઘર મજબૂત ટકાઉ વરસાદથી ઠંડી ગરમીથી રક્ષણ આપે છે. તેની આવરદા 10થી 12 વર્ષની હોય છે. તેઓ અત્યાર સુધીમાં 51,000થી પણ વધારે ઘર બનાવી ચૂકેલા છે.

તેમના અંદાજ મુજબ 2024 સુધીમાં 1 લાખ ચકલી ઘર આ લક્ષ્ય પૂરું કરવાની તેમની ધારણા છે. લાકડાના ઘર બનાવવાની પ્રેરણા તેમને તેમના ઘરમાં એક પૂઠાનું ઘર લગાવેલું હતું.પોતાના સુથારી કામમા વેસ્ટ માલ નીકળે તે લાકડા ભેગા કરી રોજ 2 કલાક ચકલી ઘર બનાવીને લોકોને આપે છે. તેમાના આ કાર્યમા અનેક સંસ્થા અને લોકો જોડાયા છે. ત્યારે રાજ્યના જુદા જુદા શહરોમાંથી પણ ચકલીઘર લોકો લેવા આવા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!