એક વર્ષ પહેલા લગ્નના બંધન બંધાયેલ દંપતીનું રોડ અક્સ્તમાતમાં થયું નિધન! પહેલા પતિએ જીવ ગુમાવ્યો ને પછી પત્નીએ….
દિવસે ને દિવસે રોડ અકસ્માતનાં બનાવો બની રહ્યા છે, ત્યારે હાલમાં જ એક ખૂબ જ દુઃખ ઘટના બની છે. આ ઘટના વિશે તમે જાણીને તમે ચોંકી જશો. જે દંપતી હજુ તો એક વર્ષ પહેલા જ લગ્નના બંધને બંધાયા હતા એ બંનેની નનામી પણ સાથે જ નીકળી. આ ઘટના વિશે અમે આપને જણાવીશું કે, આખરે બનાવ શું બન્યો હતો. ખરેખર આ ઘટના ખૂબ જ દુઃખ દાયક છે. ચાલો અમે જણાવીએ કે, આખરે આ રોડ અકસ્માત કંઈ રિતે થયો.
હાલમાં જ સૂત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે, એક વર્ષ પહલા લગ્નના બંધનમાં બંધાયેલ દંપત્તિનું રોડ અકસ્માતમાં નિધન થયું હતું. વાત જાણે એમ છે કે, બાઈક પર પોતાના ગામથી ઉદેપુર જઈ રહેલ ભાવલિયા ગામનું દંપત્તિને પાછળથી ભૂલ સ્પિડમાં આવી રહેલા.અકસ્માતમાં પતિનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું જ્યારે પત્નીને ગંભીર ઈજા પહોંચતા તાત્કાલિક તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી પરંતુ તેણે પણ હોસ્પિટલમાં મોત થયું હતું. વિધાતાનાં આ તે કેવા લેખ કે જેને અગ્નિ સાક્ષી એ ફેરા ફરીને પોતાનું જીવન સાથે જ ટૂંકાવ્યું.
નિમ્બાહેડા-મંગલવાડ રોડ પ ભાવલિયા ગામના છોટૂ સિંહ શક્તાવત પોતાની પત્ની અન્નુ કંવરની સાથે બાઈક પર હોસ્પિટલના કામે ઉદેપુર જઈ રહ્યા હતાં. આ દરમિયાન પાછળથી આવી રહેલ ભૂલ સ્પિડમાં એમ્બ્યુલન્સે જોરદાર ટક્કર મારી હતી. ટક્કર વાગતાંની સાથે જ બન્ને નીચે પડી ગયા હતાં અને પતિ છોટુ સિંહનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.
તેની પત્ની અન્નુએ રસ્તા પરથી ઉભા થવાની કોશિશ કરી એવું તરત જ પાછળથી ટ્રેલરે ટક્કર મારી જેના કારણે તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માતની જાણ થતાં જ ઘટનાસ્થળે લોકોા ટોળાં વળી ગયા ગયાં અને તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી હતી. સ્થાનિક લોકોએ તાત્કાલિક બીજી એમ્બ્યુલન્સને જાણ કરી હતી. . પતિ અને પત્નીનું મોતના સમાચાર મળતાં જ પરિવારના સભ્યો ધ્રુસકે-ધ્રુસકે રડી રહ્યા હતાં.આપણે ઈશ્વરને પ્રાર્થના કરીએ કે, મૃતકની આત્માને શાંતિ મળે અને પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે.
