વડોદરા મા 19 વર્ષ ની યુવતિ ની એવી રીતે હત્યા કરી નાખવામા આવી કે જાણી ને કાળજુ કંપીઅને જશે ! એક હાથ અને…
વડોદરા શહેર એટલે એજ્યુકેડ અને સંસ્કારી નગરી તરીકે પ્રખ્યાત છે પરંતુ દિવસે ને દિવસે શહેરમાં ગુન્હાઓ વધુ બની રહ્યા છે, ત્યારે હાલમાં જ એક ખૂબ જ દુઃખ ઘટના બની. આ ઘટના વિશે જાણીને તમને પણ આશ્ચય થશે કે, આખરે આવી રીતે કોઈ હત્યા કેમ કરી શકે. જે રીતે ક્રુરતા પૂર્વક યુવતીની હત્યા કરવામાં આવી એ જાણીને તમારું હૈયું દ્રવી ઉઠશે. ચાલો અમે આપને આ ઘટના વિશે વિસ્તુત માહિતી આપીએ કે, કંઈ રીતે યુવતિની હત્યા કરવામાં આવી
વડોદરા શહેરમાં આવેલ નેશનલ હાઇવે નજીક મકરપુરા પોલીસ સ્ટેશનની હદમાં એક માસૂમ યુવતિની બરહેમીપૂર્વક હત્યા કરી તેનો એક હાથ પણ કપાયેલી હાલતમાં મળી આવ્યો છે. બનાવને પગલે સ્થાનિક પોલીસ સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. ખરેખર ગુજરાતમાં સ્ત્રીઓ સાથે ન ઘટનાની ઘટના બની રહી છે. એક તરફ ગ્રીષ્માનાં હત્યા કેસ વિશે તો આપણે સૌ કોઇ જાણીએ છે કે, તેની કંઈ રીતે હત્યા કરવામાં આવી.
સૂત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે, શહેર નજીકના નેશનલ હાઇવે નં-48 પર આવેલી લેન્ડ ફીલ્ડ સાઇડ પાસે 19 વર્ષીય તૃષાબેન સોલંકી નામની યુવતિની કરપીણ હત્યા કરાયેલી લાશ મળી હોવાની વિગતો પોલીસને મળી હતી. માહિતી મળતા જ પોલીસે ગંભરીતા દાખવી તાત્કાલીક સ્થળે ઉપર પહોંચી હતી. જ્યાં યુવતિની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. યુવતિના માથા અને મોઢાના ભાગે તિક્ષણ હથિયાર વડે હુમલો કરાયો હોવાનુ જાણવા મળી રહ્યું છે.
તેમજ યુવતિનો જમણો હાથ કાપીને તેના શરીરથી દૂર પડેલો મળી આવ્યો હતો. યુવતિને માથા અને મોઢાના ભાગે ખુબ જ જનૂની પૂર્વક હુમલો કરી તેનો એક હાથ પણ કાપી નાખવામાં આવ્યો હોવાનુ સ્થળ પર પહોંચેલા પોલીસ અધિકારીઓને જોવા મળ્યું હતુ. જોકે યુવતિની કોણે અને કયા સંજોગોમાં આટલી ક્રુર્તાપૂર્વક હત્યા કરવામાં આવી તે દિશમાં પોલીસે તપાસ હાથ ધરી છે.