અમદાવાદ મા આ જગ્યા પર 300 વીઘામાં રૂ. 250 કરોડના ખર્ચે બ્રહ્મ સમાજનું દુર્ગાધામ બનશે, 31 કરોડનું મંદિર હશે….
ભારતની પાવન ભુમી હિન્દૂ દેવી દેવતાઓની નગરી છે. આજના સમયમાં દરેક હિન્દુઓનું આસ્થા કેન્દ્ર મંદિર હોય છે. ત્યારે આજે અમે આપને જણાવીશું એક એવા મંદિર વિશે જે અમદાવાદમાં નિર્માણ પામી રહ્યું છે. ચાલો ત્યારે અમે આપને આ મંદિર ની વિશેષતા વિશે જણાવીએ કે, આખરે આ સ્થાન કયું છે.
સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે,અમદાવાદ જિલ્લાના બાવળા ગામ નજીક રૂપિયા 250 કરોડનાં ખર્ચે બ્રહ્મસમાજ દ્વારા દુર્ગાધામ બનવા જઈ રહ્યું છે. જેનું 27મી માર્ચે ભૂમિપૂજન હોય ગુજરાત ભરમાંથી હજારો ભૂદેવ આ કાર્યક્રમમાં આવી પહોંચશે. દુર્ગાધામ એક બ્રહ્મનગરી બનશે આ 300 વીઘાની વિશાળ જગ્યા પર માત્ર મંદિર જ 31 કરોડના ખર્ચે બનશે અને એક મોટા શહેરની અંદર સુવિધા હોય એવી બધી જ સુવિધાઓ સાથે રૂપિયા 250 કરોડના ખર્ચે દુર્ગાધામ બનવા જઈ રહ્યું છે.
. જ્યારે મકાનોનાં ભાવ આસમાને પહોંચ્યા છે ત્યારે સૌથી સસ્તા ભાવે 1008 મકાનો સાથે બ્રાહ્મણ પરિવારો માટે ઋષિપુત્રધામ બનવા જઈ રહ્યું છે. એવી જ રીતે સમાજની દીકરી સમાજમાં જ રહે એ માટે દર મહિનાનાં એક રવિવારે પસંદગી મેળો, યજ્ઞો પવિત અને દીકરા-દીકરીઓ માટે એક પણ રૂપિયાની આશા રાખ્યા વગર IAS, IPS, UPSC, GPSC ટ્રેનિંગ સેન્ટર પણ બનાવાશે, જેમાં યુવાનોને ફ્રીમાં શિક્ષણ આપવામાં આવશે.
27મી માર્ચે ગુજરાતભરના ભૂદેવોને પધારવા માટે દુર્ગાધામના પ્રણેતા ભાવેશ રાજ્યગુરુ, ટ્રસ્ટી ભૂષણ વૈષ્ણવ, અશ્વિન ઠાકર, નીરજ દવે દ્વારા નિમંત્રણ પાઠવાયું છે. આ કાર્યક્રમને આખરી ઓપ અપાઇ રહ્યો છે. કાર અને બાઇક રેલીનું આયોજન પણ થશે. આસ્થા સાથે અસ્તિત્વનું ધામ એવું દુર્ગાધામ વિશ્વભરના 15 કરોડ બ્રાહ્મણ પરિવારોનું કેન્દ્રસ્થાન બની રહેશે.