India

વિશ્વના સૌથી મોટા મંદિર માટે મુસ્લિમ વ્યક્તિ એ કરોડો રૂપિયાની જમીન દાનમાં આપી ! જાણો કોણ છે આ દાનવિર..

આપણે સૌ જાણીએ છીએ કે આપણા ભારત દેશ મા અનેક ધર્મ ના લોકો વસે છે અને પોતાના ધર્મ ને મહાન ગણે છે પરંતુ આજે એવા પણ અનેક લોકો છે સર્વ ધર્મ સમભાવની ભાવના રાખવી સાથે જોવે છે અને અન્ય ધર્મ ને પણ મહાન ગણે છે ત્યારે હાલ જ એક એવો અનોખો કીસ્સો સામે આવ્યો છે જેની સર્ચા હાલ સોસિયલ મિડીઆ પર લોકો ખુબ કરી રહ્યા છે તો આવો જાણીએ શુ છે આ કીસ્સો ??

હિંન્દુ ધર્મ નુ બિહાર મા એક અતી ભવ્ય મંદીર બની રહ્યુ છે. બિહાર ના પૂર્વી ચંપારણના ચકિયા-કેસરિયા પાસે જાનકીપુરમાં ‘વિરાટ રામાયણ મંદિર’ બની રહ્યું છે. ત્યારે આ મંદીર ના નિર્માણ માટે એક મુસ્લીમ દાતા એ પોતાની કરોડો રુપીયા ની જમીન આપી છે જો આ દાતાની વાત કરવામા આવે તો તેવો ગૌહાટીમાં એક બિઝનેસમેન છે જેનુ નામ ઈશ્તિયાક અહમદ ખાન જાણવા મળી રહ્યુ છે. જો આ જમીન ની વાત કરવામા આવે તો 23 કટ્ટા (16,560 સ્કવેરફૂટ) જમીન છે અને તેની કીંમત સરકારી ચોપડા મુજબ અઢી કરોડ રુપીયા થાય છે.

જો આ વિરાટ રામાયણ મંદીર ની વાત કરવામા પૂર્વી ચંપારણના ચકિયા-કેસરિયાની પાસે જાનકીપુરમાં ‘વિરાટ રામાયણ મંદિર’ બની રહ્યું છે. જેમા કુલ 125 એકર ની જમીન મા આ મંદીર બનાવવા આવશે જેમા થી હાલ 100 એકર જેટલી જમીન મળી ગઈ છે જયારે હજી 25 એકર જેટલી જમીન મળશે.  મંદિરની ખાસ વાત એની ઊંચાઈ છે. આ મંદિર 270 ફૂટ ઊંચું, 1080 ફૂટ લાંબું અને 540 ફૂટ પહોળું હશે.

કિશોર કૃણાલના જણાવ્યા મુજબ, આ મંદિરનો કોન્ક્રીટથી બનાવવામાં આવશે, કેમ કે બિહારમાં પથ્થરોની ઘણી ઊણપ છે. આજુબાજુ જે પણ પથ્થરવાળી જગ્યા છે ત્યાંથી બધા પથ્થર અયોધ્યાના રામ મંદિર માટે આપવામાં આવી રહ્યા છે. મંદિરને એ રીતે બનાવવામાં આવી રહ્યું છે કે તે 300થી 400 વર્ષ સુધી રહે. એમાં કોન્ક્રીટની સાથે ટફંડ ગ્લાસનો પણ ઉપયોગ થઈ રહ્યો છે, જેનાથી મંદિર જોવામાં પણ ઘણું જ સુંદર લાગશે.

અઢી કરોડ ની જમીન આપનાર ઈશ્તિયાક અહમદ ખાને સોમવારે પટનાના મહાવીર મંદિરમાં પ્રેસ-કોન્ફરન્સ કરી એ અંગેની જાણકારી આપી અને જણાવ્યું હતું કે અમે જોયું કે વિરાટ રામાયણ મંદિરનું કામ જમીનના કારણે અટક્યું છે, તો અમે કમિટમેન્ટ કર્યું કે જમીન ફ્રીમાં આપીશું અને એ પૂરું કર્યું, સાથે જ તેમણે એમ પણ કહ્યું કે અમે પોલિટિક્સમાં નથી, તેથી અમે હિન્દુ-મુસ્લિમની લડાઈ નથી લડવી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!