રાજકોટ શહેરમાં રખડતા આખલાઓ નિર્દોષ વૃદ્ધનો લીધો જીવ અને વેપારી થઇ ગંભીર ઈજા, મેયરનાં વોર્ડમાં બનાવ બનતા…
આપણે જાણીએ છે કે,રસ્તાઓમાં રખડતા ઢોરનાં લીધે અનેક પ્રકારની ઘટના ઘટે છે, ત્યારે હાલમાં જ એક એવી ઘટના બની કે, રખડતા ઢોરે નિર્દોષનો ભોગ લીધો:રાજકોટમાં મેયરના બાજુના વોર્ડમાં બે આખલા લડતાં લડતાં બાઇક પર પડ્યા, વૃદ્ધનું મોત, વેપારીને ગંભીર ઇજા, પાટીલની ટકોર છતાં મનપા એ જે કર્યું એ ચોંકાવી દેનાર છે. આ ઘટના વિશે વધુ જાણીએ કે કંઈ રીતે આ દુઃખ ઘટના ઘટી હતી.
. ગત રાત્રે મેયરના વોર્ડ નં.12ની બાજુમાં વોર્ડ નં.11માં આવેલા મવડી વિસ્તારમાં રસ્તાઓ પર રખડતાં ઢોરનો આતંક સામે આવ્યો હતો. મવડીમાં વિશ્વેશ્વર મહાદેવ મંદિર પાસે સામેના રોડ પર બે આખલા લડતાં લડતાં આ બાજુના રોડ પર આવી બાઇક પર બેઠા વૃદ્ધ અને બાઇકચાલક દરજી વેપારી પર પડ્યા હતા,ગંભીર ઇજા સાથે બંનેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ટૂંકી સારવાર બાદ વૃદ્ધનું મોત નીપજ્યું હતું, જ્યારે દરજી વેપારીની સારવાર કરવામાં આવી રહી છે.
પરિવારના સભ્ય વલ્લભાઈએ જણાવ્યું હતું કે વિનુભાઈ કામ દેવા માટે ગયા હતા. કામ દઇને પરત ફરતા હતા ત્યારે રસ્તામાં બે આખલા લડતા હતા, આથી સ્વબચાવ માટે બાઇક પર ઊભા રહી ગયા હતા, પરંતુ કરમની કઠણાઇ એવી થઈ ગઈ આખલાને તેમના મોતનું નિમિત્ત બનાવી દીધા. રોડની સામેની સાઇડમાં બંને આખલા વચ્ચે યુદ્ધ થયું હતું, પરંતુ આ સાઇડ ઊભા રહેલા અમારાં સ્વજન પર બંને આખલા પડ્યા હતા, જેમાં વિનુભાઈને વધારે વાગી જતાં તેમનું અવસાન થયું છે, જ્યારે કમલભાઈની પાંસળીઓ ભાંગી ગઈ છે.
મુકતાબેન રમેશભાઇએ જણાવ્યું હતું કે આ બનાવ ગઇકાલ રાતનો મવડી પાસેનો છે. સામેના રોડ પર બે આખલા લડતાં લડતાં ડિવાઈડર ટપીને આ બાજુના રોડ પર આવ્યા હતા. બંને આખલા બાઇક પર પડ્યા અને અમારા સ્વજનનું મૃત્યુ થયું હતું. મારે મનપાને એટલું જ કહેવાનું છે કે આનો યોગ્ય નિકાલ કરે અને મોટી મોટી વાતો ન કરે. મનપાએ નિયમ બનાવવો જોઇએ કે માલધારી સમાજ આ સમયે જ પોતાનો ઢોર બહાર રાખી શકે. આ નિયમો કરશો તો જ આવા બનાવો અટકશે, આવા તો કેટલાય લોકોએ આ રીતે જીવ ગુમાવ્યા છે.
મેયર ડો.પ્રદીપ ડવે જણાવ્યું હતું કે મવડી રોડ પર બે આખલા ઝઘડવાથી એક વ્યક્તિનું મૃત્યુ થયું છે અને એક વ્યક્તિને ઇજા થઈ છે. આ ખૂબ જ દુઃખદ બાબત છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ઢોર પકડવાની કામગીરી ખૂબ જ કડકાઇથી જ થતી હોય છે. છેલ્લા ત્રણ મહિનાની વાત કરુ તો અંદાજિત 2500થી વધુ ઢોર પકડી પાડ્યાં છે, સાથે દંડની કાર્યવાહી પણ કરતા હોઇએ છીએ છતાં પણ આવા બનાવો ન બને એ માટે દંડની રકમમાં વધારો કરવામાં આવશે. આવા બનાવો ન બને એ માટે ઢોર પકડ પાર્ટીને સૂચના આપવામાં આવી છે.