તો શુ દિશા વાકાણી સીરીયલ મા પાછા ફરશે ?? જેઠાલાલે શુ સંકેત આપ્યો
આપણે જાણીએ છે કે, વર્ષોના વાણા વીતી ગયા પણ દયાબહેન સીરિયલમાં પાછા નથી ફરી રહ્યા! આવી વેદના દરેક ગુજરાતીઓના મનમાં થતી હશે, આ વાત તો સ્વાભાવિક રીતે સત્ય છે. ત્યારે હાલમાં જ એક સમાચાર મળ્યા છે કે દયાભાભી એટલે કેઝ દિશા વાકાણી શોમાં પરત ફરશે. સિરિયલમાં જેઠાલાલે આ અંગે સંકેત આપ્યો હતો. ખરેખર આ ખબર બહુ સારી છે પરંતુ ચાલો અમે આપને આ ખબર વિશે સંપૂર્ણ માહિતી આપીએ.
સિરિયલના લેટેસ્ટ એપિસોડમાં જેઠાલાલ મિસ્ટર સોઢીને કહે છે કે તે નસીબદાર છે કે તેની પત્ની 2-4 દિવસમાં પરત આવી જશે. આ દરમિયાન જેઠાલાલ કહે છે કે જ્યારથી દયા અમદાવાદ ગઈ છે, ત્યારથી પરત આવી શકી નથી. તો તારક મહેતા (શૈલેષ લોઢા) જેઠાલાલને કહે છે કે તે અમદાવાદ જઈને દયાભાભીને લઈ આવે, કારણ કે અમદાવાદ એટલું દૂર નથી.
તારક મહેતાની વાત સાંભળીને જેઠાલાલ ઉદાસ થઈ જાય છે અને કહે છે કે તેણે જ્યારે પણ દયાને પરત લાવવાની યોજના બનાવી, જેઠાલાલ કહે છે કે જ્યારે કોવિડ 19ના નિયમો હટાવી દેવામાં આવશે ત્યારે તે દયાભાભી પરત ફરી શકશે. આ કારણે જ દેશભરમાં જ્યારે કોરોનાના નિયમો નામ પૂરતા રહી ગયા છે તો હવે સિરિયલમાં પણ દયાભાભી પરત ફરશે. હવે સિરિયલમાં નવાં દયાભાભી આવે છે કે દિશા વાકાણી તે જાણવા માટે ચાહકો આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે.
આસિત મોદી દિશા વાકાણી શોમાં પરત લાવવા માટે અનેક પ્રયાસો કરી રહ્યા છે અને તેમના પરત આવવા માટે તેમના પતિએ પણ અનેક વખત શરતો મૂકી છે જે, પ્રોડક્શન હાઉસને માન્ય ન હતી. હવે એવું પણ માનવવામાં આવી રહ્યું છે કે, જો દિશા વાકાણી શોમાં પરત નથી જ ફરતા તો તે રિપ્લેસમેન્ટ શોધશે.કારણ કે શોમાં અન્ય ઘણા કલાકારો ને પણ બદલાવમાં આવ્યા છે.ત્યારે હવે ચાહકવર્ગ પણ દયાભાભીની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. હવે જોવાનું એ રહ્યું કે દાયભાભી શોમાં ક્યારે પરત ફરશે.