એક ભુલ ના લીધે ભયંકર અકસ્માત સર્જાયો ! અમદાવાદ ના પિતા પુત્ર સહીત ચાર ના મોત નિપજ્યા…
મિત્રો આપણે સૌ જાણીએ છીએ હાલમાં દેશ અને રાજ્યમાં અકસ્માત ને લાગતા બનાવોમાં સતત વધારો થઇ રહ્યો છે આવા અકસ્માત માં લગભગ દરરોજ અનેક લોકો પોતાના જીવ ગુમાવે છે જયારે ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થાય છે દેશમાં દરરોજ જે રીતે અકસ્માત ના બનાવો સામે આવી રહ્યા છે આ બાબત ખરેખર ચિંતાનો વિષય છે સરકાર અને લોકો દ્વારા ઘણી મહેનત કરવા છતાં પણ જાણે કાળ રસ્તા પર લોકોને ભરખવા માટે તૈયાર બેઠો હોઈ તેમ અકસ્માત ના અવાર નવાર બનાવો સામે આવે છે.
તેવામાં ફરી એક વખત આવોજ અરેરાટી ઉપજાવે તેવો અકસ્માત નો બનાવ સામે આવ્યો છે કે જેમાં નાની ભૂલને કારણે એકજ પરિવાર ના ચાર લોકોને પોતાના જીવ ગુમાવવા પડ્યા છે. આપણે સૌ જાણીએ છીએ કે અકસ્માત સર્જાવવાનું મુખ્ય કારણ વાહનની તેજ ગતિ અથવાતો ગફલત ભરેલી ડ્રાઈવિંગ હોઈ છે. આવુજ કઈંક આ અકસ્માત માં જોવા મળ્યું હતું. આ ગંભીર અકસ્માત અંગેની વિગતો આ પ્રમાણે છે.
મળતી માહિતી અનુસાર આ અકસ્માત સુરેન્દ્રનગર જીલ્લાના લખતર ની નજીક આવેલા કડું ગામની કેનાલ પાસે સર્જાયો હતો. અહી એક ગાડી પલટાઈ જતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો વિકરાળ હતો કે ગાડીના ભુક્કા થઈ ગયા અને ગાડીમાં સવાર એક જ પરિવાર ના ચાર લોકોને પોતાના જીવ ગુમાવવા પડ્યા જયારે વધુ બે લોકોની હાલત નાજુક જણાતા તેમને વધુ સારવાર માટે હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા.
અકસ્માત બનવાનું મુખ્ય કારણ ખોટી રીતે કરવામાં આવેલ ઓવરટેક ને માનવામાં આવે છે. અહી ગાડી સવાર વ્યક્તિ એક ટ્રકને ઓવર ટેક કરવા જતા ગાડીના ચાલક દ્વારા ભૂલથી બ્રેક દબાઈ ગઈ હતી જેના કારણે આ તેજ રફતાર ગાડી પલટાઈ ગઈ હતી. જો વાત ગાડીમાં સવાર લોકો અંગે કરીએ તો આ પરિવાર અમદાવાદ ના રાણીપ વિસ્તરમાં રહેતો હતો. જયારે તેઓ પોતાના ધાર્મિક કર્યો ને લઈને સુરેન્દ્રનગર ના દેદાદર ગામે જઈ રહ્યા હતા.