મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અચાનક આ ગામની સરપ્રાઇઝ વિઝીટ કરી ! નાયક સ્ટાઈલ મા લોકો વચ્ચે
સામાન્ય રીતે આપણે ફીલ્મો મા જોતા હોય એ છીએ કે રાજ્ય ના સી.એમ સામાન્ય જનતા વચ્ચે સામાન્ય વ્યક્તિ ની જેમ જતા હોઈ છે અને બાદ મા લોકો નો સમસ્યા જાણવાનો પ્રયાસ કરતા હોય છે ત્યારે ગુજરાત રાજ્ય ના સી.એમ ભુપેન્દ્ર પટેલ પણ સામાન્ય જનતા વચ્ચે અચાનક પહોંચી હતા અને એક સરપ્રાઈઝ વિઝિટ કરી હતી.
જાણવા મળતી વિગતો અનુસાર રાજય ના સી.એમ ભુપેન્દ્ર પટેલ ઉત્તર પ્રદેશ ના યોગી આદિત્યનાથની શપથવિધિમાં હાજર રહેવાના છે આ માટે તેવો પહેલા વડોદરા આવવાના હતા જયારે આજે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અચાનક વડોદરા ના નાના એવા ગામ સુખીપુરા ની સરપ્રાઇઝ વિઝીટ કરી હતી. વડોદરા જીલ્લા ના નાના એવા ગામ ની અચાનક વિઝીટ થી તંત્ર પણ અચાનક દોડતુ થયુ હતુ.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અચાનખ સુખીપુરા પહોંચ્યા બાદ સામાન્ય જનતા સાથે વાતચીત કરી હતી અને લોકો ને પડતી સમસ્યા ઓ જાણવાનો પ્રયાસ કર્યો હતો અને લોકો ના ખબર અંતર પુછ્યા હતા. બાદ મા મુખ્યમંત્રી વડોદરા એરપોર્ટથી સીએમ યુપી રવાના થયા છે.
ગુજરાત કોંગ્રેસમાં સંગઠનનું નવું માળખું જાહેર થતાં જ વિખવાદ શરૂ થયો છે. સંગઠન જાહેર થયા બાદની નારાજગી ખાળવા પ્રભારી મેદાને આવ્યા છે. કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાની નારાજગી સામે આવી છે. લલિત વસોયની નારાજગી ખાળવા રઘુ શર્માએ બોલાવ્યા. લલિત કગથરા અને કિરીટ પટેલને પણ પ્રભારીએ બોલાવ્યા. થોડીવારમાં પ્રભારી ત્રણેય નેતાઓ સાથે બેઠક કરશે. ધારાસભ્ય લલિત વસોયાએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી નારાજગી વ્યક્ત કરી છે. વફાદાર રહેવાના સંસ્કારના કારણે ઘણું સહન કરવું પડે છે. જોકે, લલિત વસોયાની નારાજગી દૂર કરવા બે ધારાસભ્યોને જવાબદારી સોંપવામાં આવી છે. લલિત કગથરા અને કિરીટ પટેલને જવાબદારી સોંપવામાં આવી છે.