Entertainment

દુબઈ બાદ આ દેશ ના પ્રવાસે પહોંચી કીંજલ દવે ! ઈન્સટાગ્રામ પર શેર કરી સુંદર તસવીરો

ગુજરાતી કલાકારો જાણે વિદેશના પ્રવાસે નીકળ્યા હોય એવું લાગી રહ્યું છે. આ મહીનાની શરૂઆતમાં જ સૌથી પહેલા અલ્પાબેન પટેલ હનીમૂન માટે અદમાન નિકોબાર ગયા અને ગીતાબેન રબારી અમેરિકા પ્રોગમ માટે ગયેલ.

જ્યારે ગમન સાથલ, કવિરાજ જીજ્ઞેશ અને કિંજલ દવે પવન જોશી, આકાશ દવે તેમજ ઉર્વશી રાદડિયા દુબઇમાં મોજ-મસ્તી માણવા ગયા હતાં. આ તમામ કલાકારોએ દુબઇ જવાથી લઈને આવ્યા ત્યાં સુધી ની દરેક અપડેટ્સ પોતાના ઇન્સ્ટા પેજ દ્વારા આપતા રહ્યા છે.

ખાસ કરીને સૌથી વધારે જો ચર્ચામાં રહ્યા હોય તો કિંજલ દવે છે કારણ કે, કિંજલ તેના ભાઈ અને થનાર પતિ પવન સાથે દુબઇ ફરવા માટે ગઈ હતી. આ દુબઈની તમામ યાદગાર પળો સોશિયલ મીડિયામાં શેર કરી અને આ દરેક ફોટોઝ અને વીડિયો તો આપણે જોઈ લીધા છે કારણ કે સોશિયલ મીડિયામાં કિંજલ દવે ની તમામ તસ્વીરો બહુ વાયરલ થઈ હતી. પવન જોશી સાથે તેને દુબઇનાં પ્રંખ્યાત સ્થાનોની મુલાકાત લઈને ફોટોઝ ક્લીક કરાવ્યા હતા.

હજુ દુબઈની યાદો પુરી નથી થઈ ત્યાં ફરી એકવાર કિંજલ દવે એમરિકાનાં પ્રવાસ માટે નીકળી પડી છે. ત્રણ દિવસ પહેલા જ તેને સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકી અને કેપ્સનમાં લખ્યું કે, Yes! again it’s time to fly. આ તસ્વીરમાં કિંજલ દવે બ્લુ જીન્સ અને વાઇટ ટી શર્ટ પહેર્યું છે અને સાથે રેડ જેક્ટમાં તે અતિ સુંદર લાગી રહી છે. આ તસવીરો જોઈને સૌ કોઇ તેમના વખાણ કર્યા છે.

કિંજલ દવે મિયામી ફ્લોરીડા પહોંચતાની સાથે જ તેની તમામ તસ્વીરો સોશિયલ મીડિયામાં શેર કરી છે. ખરેખર કિંજલ દવે ખૂબ જ સુંદર લાગે છે અને હવે તો બૉલીવુડનાં કલાકારો ની જેમ કિંજલ દવેની લાઈફ સ્ટાઈલ ખુબ જ હાઇફાઈ અને લકઝયુરિયસ થઇ ગઈ છે.

એક સમયે એ એવો હતો જ્યારે કિંજલ દવે ને કોઈ ઓળખતું ન હતું પરતું પોતાની અંદર રહેલ કળા અને અથાગ પરિશ્રમ થકી જીવનમાં ખૂબ જ સફળતા મેળવી છે અને આજે તેનું પરિણામ આપણી સામે કે, વિદેશની ધરતીમાં ગુજરાતી ગીતો ગુંજી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!