સ્કૂલ બસમાં ખુલ્લેઆમ દારૂ ઢીંચી રહી છે છોકરીઓ, શિક્ષણ જગત માથે લાગ્યું કલંક જુવો વિડીઓ
હાલમાં સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે, એક તરત આપણે ત્યાં દારૂ છોડાવવા માટે અને દારૂબંધી માટે જે અથાગ પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે, જરૂરી છે કારણ કે આ ઘટના એ દરેક રાજ્યો અને દરેક સંતાનોના માતાપિતા માટે ખુબ જ ચોંકાવી દેનાર છે. આ ઘટના કોઈ સામાન્ય નથી કારણ કે, આ ઉંમરે જો આવું કરી શકે તો સમત જતા જે કેવા કામો કરી શકે તેનું પ્રતિબિંબ અત્યાર થી જ દેખાય આવે છે. હાલમાં સોશિયલ મીડિયામાં જે વીડિયો વાયરલ થયો છે, તેમાં સ્કૂલ બસમાં ખુલ્લેઆમ દારૂ ઢીંચી રહી છે છોકરીઓ, શિક્ષણ જગત માથે લાગ્યું કલંક. ચાલો આ ઘટના વિશે વધુ માહિતી જણાવીએ.
દરેક મતા પિતાઓ ઇચ્છતા હોય કે શાળા એ જઈને બાળક પોતાનું ઘડતર કરે અને અભ્યાસમાં આગળ આવીને પોતાનું ભવિષ્ય સુવર્ણ બનાવે પરતું જ્યારે આવા વીડિયો વાયરલ થતા હોય ત્યારે સ્વાભાવિકપણે દરેક માતા પિતા ને સંદેહ થવો જોઈએ કે, ક્યાંક આપણી પરવરીશમાં ખામી તો નથી ને, આપણું સંતાન ક્યાંક ખોટી રાહ પર તો નથી ચાલ્યું ગયુંને, આવી તમામ બાબતો નું ધ્યાન રાખવું જરૂરી છે.
હાલમાં આ જે વીડિયો વાયરલ થયો છે તે જોઈને વાલીઓ બાળકોને શાળાએ મોકલતા પહેલા જરૂરથી ડરશે. હકીકતમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં અમુક શાળાની વિદ્યાર્થિનીઓ બસમાં પિયર પી રહી છે.
આ ઘટના સ્કૂલની બહાર બની છે, એટલા માટે તેમાં પોલીસ પહેલા કાર્યવાહી કરશે, ત્યાર બાદ જરૂરી પગલા ઉઠાવવામા આવશે.
વીડિયોમાં જોશો કે, શાળાની વિદ્યાર્થિનીઓ સ્કૂલ યુનિફોર્મમાં ખુલ્લેઆમ ચાલતી બસમાં બિયર પી રહી છે. કહેવાય છે કે, આ વીડિયો તમિલનાડૂના ચેંગલપટ્ટૂ જિલ્લાનો છે, જ્યાં ચાલતી બસમાં વિદ્યાર્થિનીઓ દારૂ પી રહી છે. આ વિદ્યાર્થિનીઓમાંથી એક વીદ્યાર્થિનીએ તેનો વીડિયો બનાવી લીધો હતો. જે હવે વાયરલ થઈ રહ્યો છે. માત્ર છોકરીઓ જ નહીં પરંતુછોકરાઓ ખુલ્લેઆમ બિયરની બોટલો ખોલી રહ્યા છે અને તેને પી રહ્યા છે.
સૌથી મોટી વાત એ છે કે, ચેંગલપટ્ટૂ જિલ્લાના શિક્ષણ અધિકારી રોજ નિર્મલાએ કહ્યું કે, કારણ કે, આ ઘટના સ્કૂલની બહાર થઈ છે, એટલા માટે તેની તપાસ પોલીસ કરી રહી છે. ખરેખર આ ઘટના શિક્ષણવિભાગ માટે શરમજનક બાબત કહેવાય. આવી રીતે શાળાની બસમાં બિયર પીવું એ કોઈ સામાન્ય ઘટના તો ન જ કહેવાય. હાલમાં પોલીસ દ્વારા આ બાબતની ચકાસણી કરવા આવી રહી છે, ત્યારબાદ સંપૂર્ણ સમસ્યાનો ઉકેલ યોગ્યરીતે મળશે.
😳😳😳😭😭where is going tamilnadu, they are minor girls, this is an offence, selling liquor to minor also an offence police should arrest them😠 pic.twitter.com/W9dMlkgcAd
— Suresh BJP🚩🚩🚩 (@hindurssbjp) March 24, 2022