India

મોસ્ટ વોન્ટેડ સજ્જુ કોઠારી પાસે મુબઈ મા મીરાં રોડ પર કરોડો નો ફ્લેટ અને આટલી લક્ષરીયસ કારો ! જાણો વિગતે…

મિત્રો આપણે અવાર નવાર માથાભારે અને ગુંડા તત્વો વિશે અનેક વાતો સાંભળીએ છિએ કે કઈ રીતે આવા લોકો પોતાનાથી નબળા લોકોને ડરાવે છે અને તેમની પૈસા લૂંટ ચલાવે છે. આવા લોકો પોતાના પૈસાની જરૂરત ને પૂરી કરવા માટે અન્ય ના હક માં પૈસા પડાવી લે છે પરંતુ આપણે સૌ જાણીએ છિએ કે આ ધરતી પર કોઈ નું પણ કરેલ ખોટું લાંબા સમય સુધી ટકી શકતું નથી. કર્મ ની સજા દરેક ને જરૂર મળે જ છે.

હાલમાં આવો જ એક બનાવ સામે આવ્યો છે કે જ્યાં ભાઈગિરી થી લોકો ને હેરાન કરનાર વ્યક્તિ ને પોલીસે સમજાવ્યું કે ભાઈ કોને કહેવાય. આપણે અહીં સજ્જુ કોઠારી ઉર્ફે મોહંમદ સાજીદ ગુલામમોહંમદ કોઠારી વિશે વાત કરવાની છે કે જે વ્યાજે પૈસા આપી લોકોને હેરાન કરવાનું માર મારવાનું અને સોશણ કરવાનું કામ કરતો હતો જોકે હાલમાં તેને પોલીસે પકડી પડ્યો છે.

જણાવી દઈએ કે સાજીદ કોઠારી જે મકાન માં રહેતો હતો મકાન માં સાજીદે એક ગુપ્ત રૂમ બનાવ્યો હતો જેની નીચે એક ઓફિસ હતી અહીજ સાજીદ કોઠારી વ્યાજના ચક્કરમાં ફસાયેલા લોકોને બોલાવ તો તેમને ડરવતો અને માર પણ મારતો હતો. જો કે આવા ગોરખ ધંધા જ્યાં સાજીદ કરતો હાલમાં ત્યાં જ પોલીસે તેને કાયદો શું છે તેનું ભાન કરાવી દીધું હતું.

જણાવી દઈએ કે સાજીદ ઉચા વ્યાજ દરે રકમ ની હેર ફેર કરવાનું કામ કરતો હતો અને પૈસા પરત નહીં કરી શકનાર લોકો ને માર મારતો કે તેમની મિલકત પડાવી પાડતો ગિરફતારી બાદ પોલીસ દ્વારા સાજીદ ના મુંબઈ કનેક્શનની તપાસ કરશે જણાવી દઈએ કે સાજીદ મહિનામાં 15-20 દિવસ મુંબઈ રહેતો હતો.

આ ઉપરાંત તેની પાસે રહેલા અલગ અલગ નંબર ની પણ તપાસ કરવામાં આવશે અને તે તમામ ની કોલ ડિટેઇલ્સની તપાસ કરવામાં આવશે કે જેથી તે મુંબઈમાં કોના કોના સંપર્ક હતો તેની વિગતો મળી શકે. જો વાત સાજીદ ની સંપતિ અંગે કરીએ તો જણાવી દઈએ કે તેની પાસે મુંબઈ મીરા રોડ પર સવા કરોડનો ફલેટ છે આ ઉપરાંત બીએમડબલ્યુ સહિતની 10થી 12 લકઝરીયસ કાર છે. જો કે ટૂંક જ સમય માં પોલીસ આ કાર કબજે કરશે.

જો વાત સાજીદ ના ગુંડા રાજ અંગે કરીએ તો જણાવી દઈએ કે આ ગુંડા તત્વો ની શરૂઆત જમરૂખગલીની ચાલી માંથી વર્ષ 1996 માં થઈ હતી. શરૂઆત માં સ્થાનિક ગુંડાઓ સાથે કામ કરી ભાઈઓ સાથે મળી પોતાની ગૅંગ બનાવી આ સમયે જમરૂખગલીમાં ગેરેજની મિલકત બાબતે એકનું અપહરણ કર્યુ હતું આ બાબત ને લઈને તે જેલમાં પણ ગયો હતો કે જ્યાં તેની મુલાકાત વેરાવળના એક માથાભારે ઈસમ સાથે થઈ અને તેના હસ્તક લાખોની કમાણી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!