એક સાથે 8 સિંહો નુ ટોળુ એક સાથે જોવા મળ્યુ! આ જગ્યા પર દિવાલ કુદતો વિડીઓ…
આજના સમયમાં સોશિયલ મીડિયા એક એવું માધ્યમ બની ગયું છે, જેના દ્વારા વ્યક્તિઓને દેશના કોઈપણ ખૂણે બનતી ઘટના પળભરમાં ખબર પડી જાય. આમ પણ આપણે સૌ જાણીએ છે કે, દિવસે ને દિવસે સોશિયલ મીડિયામાં અવનવી પોસ્ટ અને વીડિયો વાયરલ થતા હોય છે. ત્યારે હાલમાં જ સોશિયલ મીડિયા પર સિંહોનાં ટોળાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો વાયરલ થતા ની સાથે જ ખૂબ જ શેર કરવામાં આવી રહ્યો છે.
આપણે જાણીએ છે કે, સિંહ એક એવું પ્રાણી છે જે મોટેભાગે રાત્રી દરમિયાન વધુ વિચરણ કરે છે. અત્યાર સુધી તમે મોટેભાગે એક સિંહ કે સિંહની જોડીના વીડિયો વાયરલ થતા જોયા હશે પરતું ગઈકાલના રોજ ઇન્ટરનેટ પર એક સાથે 8 સિંહો સાથે રાત્રી દરમિયાન વાડીની વંડી ઠેકતા જોવા મળ્યા. ખરેખર આ વીડિયોમાં તમેં જોઈ શકો છો કે, 8 જેટલા સિંહો એક સાથે એક પછી એક કુદકા મારીને વાડીની દિવાલો ઠેકી જાય છે.
આ વીડિયો અમરેલી પંથકનો જણાય રહ્યો છે. આમ પણ અમરેલી વિસ્તારમાં સિંહોની વસ્તી જોવા મળે છે અને ધારી પંથકમાં જ આંબરડી સફારી પાર્ક પણ આવેલ છે. આવી રીતે જેમે કેમેરામાં સિંહોના દ્રશ્યને કેદ કર્યા તે પણ ખૂબ જ ભાગ્યશાળી કહેવાય કારણ કે, આવી રીતે સિંહો તો સફારી પાર્કમાં પૈસા ચુકવતા પણ ભાગ્યે જ જોવા મળે છે. ત્યારે આ વીડિયો ઉતાર નાર અને ત્યાં હજાર કોઈપણ વ્યક્તિએ પોતાની નજર સમક્ષ આવી રીતે સિંહ જોઈને એક અનોખો જ અનુભવ થયો હશે.
આ વીડિયો તો હાલમાં ચર્ચાનો વિષય બન્યો છે, પરતું સિંહ નાં આવા રુબરુ દર્શન કરવા એ પણ એક અનહદ લહાવો છે. સિંહો જંગલો છોડીને હવે ગામડાઓ તરફ શિકાર કરવા અને ફરવા માટે આવી રહ્યા છે. જો સિંહોની સંખ્યા મોટેભાગે હવે સાસણ છોડીને આસપાસ વિસ્તારમાં વધુ જોવા મળે છે. ખરેખર અત્યારે તો આ વીડિયો ખૂબ જ રોમાંચક અનુભવ કરાવે છે.